ઈન્ડોનેશિયાની એક વિધવા મહિલા વિના લીએ પોતાના ઘરને વેંચવા કાઢ્યું છે સાથે લોભામણી જાહેરાત તરીકે પોતાની જાતને જ મૂકી દીધી છે. તેણે ઘર લેનાર સાથે વાઇફ ફ્રી મળશે એવી જાહેરાત કરીને પોતાની તસવીર પોસ્ટ કરી છે જે કલાકોમાં વાઇરલ બની ગઈ છે.
વીના લી 40 વર્ષની સુંદર વિધવા મહિલા છે અને તેને પોતાનું સલૂન છે. તેણે ઘરની શરૃઆતી કિંમત લગભગ 47 લાખ રૃપિયા જેટલી આંકી છે અને ઘર લેનારા માલિકને વાઇફ એટલે કે વીના પોતે ફ્રી મળશે એવી જાહેરાત કરી છે.
જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે ઘર વેંચાતુ લેવામાં રસ ધરાવતા લોકો આ ઓફરને ગંભીરતાથી લે અને પ્રાઇસમાં કોઈ જ બાંધછોડ નહી કરવામાં આવે એવી ચોખવટ પણ જાહેરાતમાં જ કરી દેવામાં આવી છે.
જોકે, તેણે જાહેરાત ઓનલાઇન કરી એની ગણતરીના કલાકોમાં જ તેનો ઈન્ટરવ્યુ કરવા માટે ઢગલાબંધ અખબારોએ સંપર્ક કર્યો હતો એનું તેણે આશ્વર્ય વ્યક્ત કર્યું હતું.
વીનાએ આ ઓફર બાબતે ખૂલાકો કર્યો હતો કે તેના મિત્રોએ તેને શીખામણ આપી હતી કે જો તેને ઘર વેંચી જ નાખવું હોય અને સામેવાળી વ્યક્તિ સિંગલ હોય અથવા તો વિડો હોય અને તમે એક-મેકને ગમી જાવ તો ઘર વેંચવાની સાથે નવો સંસાર પણ વસાવી શકો. મિત્રોની એડવાઇશ વીનાને ગમી ગઈ હતી અને અંતે તેણે એ ઓફર વહેતી મૂકી હતી.
No comments:
Post a Comment