નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.
Showing posts with label Janva jevu. Show all posts
Showing posts with label Janva jevu. Show all posts

Wednesday, September 06, 2017

કેટલુંક જાણવા જેવું.

1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫ સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું
2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨ રાજ્યો હતા.
3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦ માં જાપાન ની સોની કંપની એ બનાવ્યો હતો .
4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦ માં બની હતી.
5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ સાયકલસ લીમીટેડ ની ટેકનોલોજી વડે
૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે એનફિલ્ડ મોટર સાયકલ હતી. 
6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨ માં સ્વીડીશ કંપની એરિક્સન ને બનાવી.
7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ શોધી.
8. માનવી ના શરીર માં રહેલી તમામ માંશપેસીઓમાં ફક્ત જીભ જ એવી માંશપેસી છે , જે બંને છેડે બંધાયેલી 
નથી.
9. ૧૮૫૯ માં સૌ પ્રથમ દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ નામના સેલ્સમેન ને શોધી.
10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ , ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું સીટી રોવર છે.

Saturday, December 17, 2016

એટીએમ મશીનની શોધ

                                             Image result for atm clipart

બેંકમાંથી અર્ધી રાત્રે પૈસા ઉપાડવા માટેનું એટીએમ મશીન જાણીતું છે. શહેરોમાં મુખ્ય જાહેર સ્થળોએ મુકવામાં આવતાં અને કેશિયરની મદદ વિના પૈસા આપતા આ મશીનનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે.
આ મશીનની શોધ ઇ.સ. ૧૯૩૯માં લ્યુથર સિમઝિયાન નામના ટેકનિશિયને કરેલી. તેણે આ પ્રકારના ઘણા મશીનો બનાવેલા.
જો કે તેણે બનાવેલું મશીન બેંકમાં ઉપયોગી થયું નહોતું. પણ તેના મશીનમાંથી પ્રેરણા લઈ જ્હોન વ્હાઈટ નામના એન્જિનિયરે નવું મશીન બનાવ્યું.
બેંકમાં ઉપયોગી થાય તેવું મશીન ઈ.સ. ૧૯૬૭માં બ્રિટનના જ્હોન શેફર્ડે બનાવેલું. આ મશીન લંડનની બર્કલે બેંકમાં મૂકવામાં આવેલું. મશીનનું હુલામણું નામ 'હોલ ઈન ધ વોલ' હતું.
આજે અંદાજ વિશ્વમાં દર  ૩૦૦૦ વ્યક્તિએ એક એટીએમ મશીન અસ્તિત્ત્વમાં છે. અમેરિકા,  કેનેડા, યુરોપ અને જાપાનમાં સૌથી વધુ એટીએમ મશીન છે.
તમે નહીં માનો પણ બરફાચ્છિત દક્ષિણ ધ્રુવ  પ્રદેશમાં પણ એક એટીએમ છે તે ન્યૂઝિલેન્ડના રોસ ડિસ્પેન્ડેસીમાં આવેલું છે. કેટલાંક પ્રવાસી જ્હાજોમાં પણ એટીએમ મશીન હોય છે.
વિશ્વમાં મોટા ભાગના એટીએમ માઇક્રોસોફટ વિન્ડોઝના સોફટવેર વડે ચાલે છે.
આધુનિક એટીએમ મશીનમાં વિડિયો કોન્ફરન્સ કે જે બેંકના કેશિયર સાથે મુલાકાત કરાવી આપે તેવા મશીનો પણ છે. તે હજી વિશ્વવ્યાપી બન્યા નથી.

Wednesday, December 14, 2016

પર્વતો વિશે આટલું જાણો



પૃથ્વીની સપાટીના ઉપલા પોપડાની ટેક્ટોનિક પ્લેટો એક બીજા સાથે દબાય છે ત્યારે જમીન ઊંચકાઈને પર્વત બને છે. લાખો વર્ષની પ્રક્રિયાથી પૃથ્વી પર અનેક પર્વતો બન્યાં છે. હવાના ધસારા અને ગરમી ઠંડીની અસરથી પર્વતોના વિવિધ આકારો બને છે.
સામાન્ય રીતે ૩૦૦ મીટરથી વધુ ઊંચાઈના વિસ્તારને પર્વત કહેવાય છે. પૃથ્વી પરનો સૌથી મોટો પર્વત હિમાલય છે તેમાં ૭૦૦૦ મીટર કરતાં ઊંચા ૧૦૦થી વધુ શિખરો છે. સામાન્ય પર્વતને કોલ્ડ માઉન્ટેન કહે છે પરંતુ અગ્નિકૃત ખડકોના બનેલા પર્વતની ટોચે મુખમાંથી લાવારસ બહાર ફેંકાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે.
પૃથ્વી પર લગભગ ૧૫૦૦ જેટલા જ્વાળામુખી પર્વતો છે. જ્વાળામુખી સક્રિય થાય ત્યારે ટોચેથી લાવારસ, અગનજ્વાળાઓ અને રાખના રજકરણો વાતાવરણમાં ફેંકાય છે અને હોનારત સર્જાય છે. ઈટાલીનો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી કાયમ સક્રિય રહેતો જ્વાળામુખી છે. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી હવાઈ ટાપુ પરનો માઉના લોયા ૧૩૦૦૦ ફૂટ ઊંચો છે.
પૃથ્વીની સપાટીનો પાંચમો ભાગ પર્વતો રોકે છે. દુનિયાની વસતિના  ૧૦ ટકા લોકો પર્વતો પર રહે છે.

Thursday, November 17, 2016

આ પણ જાણો.....VIDEO FOR KIDS IN GUJRATI.

જાણવા જેવી કેટલીક રોચક માહિતી જે આપને અને આપના બાળકોને કામ આવશે...


   ➤ 

https://youtu.be/yz_B4r209Jg





    🔺 આવા અન્ય વિડીયો માટે અમને SUBSCRIBE કરો

એફિલ ટાવર વિષે જાણવા જેવું....SOME FACTS ABOUT EFFIEL TOWER

એફિલ ટાવર વિશે ન જાણેલી કેટલીક અવનવી માહિતી.

વિડીયો જોવા નીચે ક્લિક કરો

https://youtu.be/FLS0FjKo18g



for more updates subsribe this channel.

Saturday, March 26, 2016

માનવ મગજનું જાણવા જેવું

* પુખ્ત વયના માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે.

* મગજમાં અબજો જ્ઞાનકોશો હોય છે. ઉંમર વધે તેમ થોડાં થોડાં જ્ઞાનકોશો નાશ નાશ પામે છે. મગજમાં નવા જ્ઞાનકોશોને બનતા નથી.

* મગજનો ૬૦ ટકા સફેદ ભાગ વિચારવાનું અને ૪૦ ટકા ભૂખરો ભાગ સંદેશા વ્યવહારનું કામ કરે છે.

* શરીરને મળતા ઓક્સિજનનો ૨૦ ટકા ભાગ મગજ વાપરે છે.

* મગજના જ્ઞાનકોશો વચ્ચે સંદેશાની આપ-લે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે.

* મગજમાં પીડાના સંવેદનકોષો હોતા નથી એટલે મગજમાં દુ:ખાવો થતો નથી.

* મગજ ૭૫ ટકા પાણીનું બનેલું હોય છે. શરીરમાં સૌથી વધુ ચરબી પણ મગજમાં રહે છે.

* મગજના કોશો વચ્ચે સંદેશાનું વહન સેકંડના ૦.૫ મીટરથી માંડીને ૧૨૦ મીટરની ઝડપે થાય છે.

* જાગૃત અવસ્થામાં મગજમાં સંદેશા વ્યવહાર માટે ૧૦થી ૨૩ વોટનો વીજપ્રવાહ વહે છે.

* માણસના મગજમાં નિઓકોર્ટેક્ષ નામનો ભાગ વધુ મોટો હોવાથી મનુષ્ય વિવિધ ભાષાઓનું જ્ઞાાન મેળવી શકે છે.

* ઊંઘ એ મગજને આરામ આપવાનો એકમાત્ર ઉપાય છે.

* હાર્વર્ડ યુનિવર્સિટીમાં બ્રઇન બેન્ક છે જેમાં લગભગ ૭૦૦૦ માનવ મગજ સંશોધનો માટે સંગ્રહાયેલા છે.

* આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વ્લાદીમીર લેનિન, જાઝ સંગીતકાર કેથ જેરટ જેવી જાણીતી હસ્તીઓના મગજનો અભ્યાસ થઈ ચૂક્યો છે.

◆ વિશ્વના વિકરાળ અને માંસાહારી કાચબાઓ.

● એલિગેટર સ્નેપિંગ ટર્ટલ

જળચર અને સ્થળચર એમ કાચબાની બંને જાત સામાન્ય રીતે વનસ્પતિ આહારી હોય છે. સૌથી લાંબુ આયુષ્ય ધરાવતા કાચબાની દરેક જાત શરીર ઉપર સખત કવચ ધરાવે છે અને અંદરનું શરીર મૃદુ હોય છે. કાચબા સામાન્ય રીતે નિર્દોષ દેખાય છે. પરંતુ અમેરિકાના દક્ષિણપૂર્વ વિસ્તારની નદીઓમાં એલિગેટર સ્નેપિંગ ટર્ટલની એક વિચિત્ર જાત જોવા મળે છે. આ કાચબા કદાવર હોવા સાથે તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબાવાળા હોય છે. તેનું જડબું મગરમચ્છ જેટલી તાકાત ધરાવતું હોવાથી જ તેને એલિગેટર ટર્ટલ કહે છે.

એલિગેટર સ્નેપિંગ ટર્ટલ તથા માથું મોટું અને લાંબુ તથા સ્પ્રિંગ જેવું ગળું ધરાવે છે. તેના શરીર પર સખત ભિંગડા હોવાથી તે ડાયનોસર જેવો દેખાય છે. માથું ઊંચું કરીને મોં ફાડે ત્યારે તીક્ષ્ણ દાંત દેખાતા હોવાથી વિકરાળ દેખાય છે. આ કાચબો માંસાહારી છે. તેની આંખની ફરતે પીળા રંગનું ચક્ર હોય છે.

આ  કાચબાની  શિકાર કરવાની રીત ગજબની છે. તેની જીભ લાલ રંગની અને લાંબી ભૂંગળી જેવી હોય છે. તે ખુલ્લું મોં રાખીને પડયો રહે છે. તેની જીભ સાપોલિયાની જેમ સળવળતી હોય છે. કોઇ માછલી જીભને જંતુ સમજી પકડવા આવે કે તરત જ કાચબાનો શિકાર બની જાય છે. આમ તે જીભ દ્વારા માછલીને લલચાવી. તેનો શિકાર કરે છે.

આ કાચબા સામાન્ય રીતે ૮૦થી ૧૦૦ કિલો વજનના જોવા મળ્યા છે. પાણીમાં તરતી વખતે પણ તે ઝડપથી શિકાર કરે છે. આ કાચબા અમેરિકાના ઘણા ઝૂમાં જોવા મળે છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મનુષ્યના શરતી વર્તનનો શોધક : ઇવાન પાવલોવ

કોઈ પણ સ્વાદિષ્ટ વાનગી જોઈને આપણા મોંમાં પાણી આવે છે. મોંમાં ઉત્પન્ન થતું પાણી કે લાળ ખોરાકના પાચન માટે જરૃરી છે. મનુષ્યનું આ સામાન્ય વર્તન છે, પરંતુ માત્ર વાનગી જ નહિ પણ વાનગીની તસવીરો જોવાથી, સુગંધ આવવાથી કે વાત સાંભળવાથી પણ મોમાં પાણી આવે. દરરોજ નિયમિત ૧૨ વાગે જમવા બેસનારને બારના ટકોરે મોમાં પાણી આવે. આમ મોમાં પાણી આવવાની ક્રિયા કેટલીક શરતોને આધિન શારીરિક છે. આ વર્તનની શોધ ઇવાન પાવલોવ નામના વિજ્ઞાનીએ કરી હતી. આ શોધથી માણસના વર્તન સંબંધી અનેક સંશોધનો સરળ બન્યા હતા. પાવલોવને આ શોધ બદલ ૧૯૦૪માં મેડિસીનનું નોબેલ ઇનામ મળેલું.

ઇવાન પાવલોવનો જન્મ ઇ.સ. ૧૮૪૯ના સપ્ટેમ્બરની ૧૪ તારીખે રશિયાના રિયાઝાન ગામમાં થયો હતો. બાળપણમાં તેને ગંભીર ઇજા થતા હંમેશા ઘરમાં માતાપિતાની દેખરેખમાં રહેતો તે દરમિયાન તેને પ્રકૃતિનો અભ્યાસ કરવાનો રસ જાગ્યો.

ઇવાનના પિતા ખ્રિસ્તી પાદરી હતા. ઇવાનને ૧૦ ભાઈબહેનો હતા. ઇવાનને તે બધાની સેવા કરવી ગમતી ૧૧ વર્ષની ઉંમરે સાજા થયા બાદ પાવલોવને સ્થાનિક ચર્ચ સ્કૂલમાં ભણવા મૂક્યો ત્યારબાદ સેન્ટ પિટસબર્ગની યુનિવર્સિટીમાં માનસશાસ્ત્રનો અભ્યાસ કરવા જોડાયો. પેનક્રિયાસ અને મગજ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીને તેણે કેટલાક તારણો કાઢયા. તેને આ સંશોધન બદલ યુનિવર્સિટી એવોર્ડ મળેલો. ત્યારબાદ ઘણી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી છેલ્લે મેડિકલ મિલિટરી એકેડેમીમાં જોડાયો.

કૂતરાના મોમાં ખાવાનું જોઈને લાળ આવતી હોય છે. પાવલોવે કૂતરાને ખાવાનું આપતી વખતે ઘટંડી વગાડવાનો પ્રયોગ કર્યો. થોડા સમય પછી ખાવાનું ન હોય તો પણ ઘંટડીનો અવાજ સાંભળી કૂતરાના મોમાં લાળ આવતી. પાવલોવે કરેલો આ પ્રયોગ વિશ્વ પ્રસિદ્ધ બન્યો. શારીરિક ક્રિયાઓ કેટલીક બાહ્ય શરતો સાથે જોડાયેલી હોવાનું તેણે સાબિત કર્યું. સતત ૧૨ વર્ષ સુધી પાચન ક્રિયા અને મગજ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરીને તે વિશ્વપ્રસિદ્ધ થયો.

નોબેલ ઇનામ ઉપરાંત પાવલોવને કોયલી એવોર્ડ જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયેલાં. જો કે, પાવલોવનું જીવન ગરીબ સ્થિતિમાં પસાર થયેલું. ઇ.સ. ૧૯૩૬ના ફેબ્રુઆરીની ૨૭ તારીખે પાવલોવનું અવસાન થયું હતું.

હિરણ્યકશ્યપ દેવોનો શત્રુ કેમ બન્યો ?

એક જંભાસૂર હતો.  તેને એક દીકરી હતી. તેનું નામ કયાધુ હતું. આ દીકરી ગુણવાન અને બળવાન  પણ હતી. તેને એવા જ યુવાન સાથે પરણાવવી જોઈએ. હિરણ્યકશિપૂ નામનો એક યુવાન એવો  જ ગુણવાન અને બળવાન હતો. તેના પિતા પણ તપસ્વી કશ્યપ મુનિ હતા. તેથી જંભાસૂરે પોતાની કન્યા કયાધુને હિરણ્યકશિપૂ સાથે પરણાવી. ઘણા જ સુખ અને આનંદમાં રહેવા લાગ્યાં.

હિરણ્યકશિપૂએ પોતાનું બળ વધારવા તપ કરવાનો વિચાર કર્યો. તે હિમાલયમાં ચાલ્યો ગયો. તે સમયે દેવતાની સેના લઈને ઈંદ્રરાજાએ હિરણ્યકશિપૂનો પ્રદેશ જીતી લીધો. તેની પત્ની કયાધુને સાથે લઈને સ્વર્ગ દેશ પાછો જતો હતો.

વચ્ચે નારદજી મળ્યા. તેમણે ઈન્દ્રને સમજાવ્યા કે, હિરણ્યકશિપૂની પત્ની કયાધુના પેટમાં બાળક છે તેને છોડી મૂકો.

ઈંદ્રે કયાધુ રાણીને છોડી દીધી. તેને લઈ નારદજી ગંગાજીને કિનારે ગયા. ત્યાં આશ્રમ બનાવીને રહ્યા.

તપથી મહા બળવાન બનીને હિરણ્યકશિપૂ પાછો આવ્યો. ત્યાં તેણે બધી વાત જાણી. તેને ઘણો ગુસ્સો ચડયો. દેવતાઓને હરાવવા તેણે સંકલ્પ કર્યો અને દેવતાને માન આપનારાઓને તેણે પોતાના શત્રુ માની લીધા.

કયાધુએ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પ્રહલાદ પાડયું. તે મોટો થયો. તેને દેવતાના ગુણો ગમવા લાગ્યા. તે વાત તેના પિતાને ગમી નહિ. પિતાજીએ ઘણી ના કહી છતાં પ્રહલાદ માન્યો નહિ. તેણે કહ્યું કે, સત્ય એ ઈશ્વરનું રૃપ છે. સત્ય વાત કદી ન છોડાય.'

તે પછી તેને મારી નાખવા તેના પિતાએ ઘણા ઉપાય કર્યા. તે બધામાં પ્રહલાદ બચી ગયો. છેલ્લે લોઢાનો થાંભલો આગમાં રાખીને લાલચોળ તપાવ્યો અને કહ્યું કે આ થાંભલાને બાથ ભરી જો. સત્યમાં ઈશ્વર હશે તો તને બચાવશે.

એ ધગધગતી આગમાં તપેલા એ થાંભલાને પ્રહલાદે બાથ ભરી લીધી. તે થાંભલો ફાટયો. થાંભલામાંથી સિંહનું રૃપ પ્રગટ થયું. તેણે હિરણ્યકશિપૂને પંજાના નખથી ચીરી નાખ્યો.
ત્યારથી હોળીનો ઉત્સવ શરૃ થયો એમ ઘણા માને છે. હોળીના તે ઉત્સવને વસંતનો ઉત્સવ ગણ્યો છે. વસંતઋતુમાં ભાતભાતનાં અને રંગ રંગના ફૂલો ખીલે છે. મીઠાં મીઠાં ફળ વસંતમાં થાય છે. સૂરજદેવની ગરમીથી ફૂલમાં રંગ પૂરાય છે અને ફૂલમાં મીઠાશ ભરાય છે. તેથી જ સૂરજદેવના માનમાં હોળી પ્રગટાવીને અગ્નિનું પૂજન થાય છે. તે રીતે હોળી એ સૂરજપૂજાનો પણ તહેવાર છે.

● ઓસ્ટ્રેલિયાની કુદરતી અજાયબી ◆

ઓસ્ટ્રેલિયાની કુદરતી અજાયબી :

લેક હિલિયર

પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ઓસ્ટ્રેલિયા ખંડ ઘણી કુદરતી લાક્ષણિકતા માટે જાણીતો છે. કાંગારૃ અને કિવિ જેવા વિચિત્ર પશુ-પંખીઓની જેમ અહીંની વનસ્પતિ અને ભૌગોલિક વિશેષતાઓ પણ અજાયબ છે. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠાના મિડલ આઇલેન્ડમાં આવેલું ગુલાબી તળાવ વિશ્વ પ્રસિદ્ધ છે. આ તળાવનું પાણી ગુલાબી કેવી રીતે રહે છે તે રહસ્ય ઉકેલાયું નથી. ૬૦૦ મીટર લાંબા અને ૨૫૦ મીટર પહોળા આ લંબગોળ તળાવનું નામ લેક હિલિયર છે.

નવાઈની વાત એ છે કે આ તળાવનું પાણી એકદમ તેજસ્વી ગુલાબી રંગનું છે ગ્લાસ કે કોઈ પાત્રમાં ભરો તો પણ તે ગુલાબી જ દેખાય છે.

લેક હેલિયર ખારા પાણીનું તળાવ છે તેમાં રહેલા ડૂનાલિલા નામના સૂક્ષ્મ બેક્ટેરિયાના કારણે તે ગુલાબી રંગનું હોવાનું અનુમાન છે. તળાવના કાંઠે ચારે તરફ યુકેલિપ્ટસનાં વૃક્ષો આવેલા છે.

ઇ.સ. ૧૮૦૨માં આ તળાવની શોધ થઈ હતી. તેની નજીક એક લાલ તળાવ પણ હતું. ફ્લિન્ડર્સ નામના દરિયાખેડૂએ તેના એક મિત્ર વિલિયમ હિલિયરની યાદમાં આ તળાવને નામ આપેલું. ૧૯મી સદીમાં આ તળાવના કાંઠે મીઠાનું ઉત્પાદન થતું. ડેડ સીની જેમ આ તળાવનાં પાણીમાં ખૂબ જ ક્ષાર હોવાથી સહેલાઈથી તરી શકાય છે. આ તળાવ ઓસ્ટ્રેલિયાનું સુરક્ષિત પર્યટન સ્થળ છે અહીં ઘણાં સહેલાણીઓ આવે છે.

Monday, March 07, 2016

◆ ॐ ● મહાશિવરાત્રિ -શિવસ્યે પ્રિયારાત્રિ●ॐ◆ મહાશિવરાત્રી મહિમા.



●ઉપરનો વિડીયો ડાઉનલોડ કરવા 

મહાશિવરાત્રી મહિમા
ૐકારં બીન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિન: ।
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમ: ।।
મહા માસની વદ તેરસ એટલે મહાશિવરાત્રી. શિવપુરાણમાં પારધીની જાણીતી કથામાં શિવરાત્રીનું માહાત્મ્ય ગાવામાં આવ્યું છે જે સહુ કોઈ જાણે છે. વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ધર્મગ્રંથોમાં શિવજીનો મહિમા ગવાયો છે. પ્રભુશ્રી રામના આરાધ્ય દેવ સદાશીવ જ હતા. વાયુ પુરાણમાં શંકર ભગવાનનાં આઠ મુખ્ય નામની માહિતી આપવામાં આવી છે. મહાદેવની સ્તુતિ, વંદના, અર્ચના હમેશાં ફળદાયી હોય છે. 'નમો દૈવ્યે મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમ:'માં પણ શિવજીને વંદન  કરવામાં આવ્યાં છે. મહાદેવને પ્રસન્ન કરવા અનેક સ્તુતિઓ, સ્તોત્રો ગવાય છે.
શિવપંચાકાર સ્તોત્ર, બીલ્વાષ્ટક સ્તોત્ર, શિવમહિમ્નં આદિનો સમાવેશ થાય છે. ઉમાપતિ જગતના કારણરૃપ છે. સર્પોનું આભુષણ તથા વ્યાઘ્રચર્મ ધારણ કરે છે. પ્રાણીમાત્રના સ્વામી છે તથા વરદાન આપનાર કલ્યાણકારી છે.
મહાદેવ ભોળા છે. મહાદેવની પુજા થકી ભક્ત ધન્યતા અનુભવે છે. જીવન સાફલ્યનો મહામંત્ર ૐ નમ: શિવાય અને મૃત્યુંજય મંત્ર છે. 'ૐ તન્મે નમ: શિવ સંકલ્પમસ્તુ' સાચું જ કહેવાયું છે. શિવકૃપાથી ભય નાશ પામે છે. ભારતીય સંસ્કૃતિનું એક અદ્ભુત પ્રદાન અષ્ટાધ્યાયી રૃદ્રી છે. શિવજીને પ્રસન્ન કરવા રૃદ્રી, રૃદ્રાષ્ટક પાઠ અને પંચામૃત તથા દૂધ મિશ્રિત જળનો અભિષેક મહત્વનો મનાય છે. કાળા તલ, આંબળાં, ધતુરાનું ફૂલ પણ શિવને અર્પણ કરવામાં આવે છે. શિવરાત્રીએ મધ્યરાત્રીની પુજા ખાસ ફળદાયી છે.
શિવ પરિવાર પણ અદભુત છે. સંગમાં ગિરિજા છે. ગણેશજી તથા કાર્તિક સ્વામી બે પુત્રો છે. નંદી અને કાચબાનું સ્થાન શિવજીનાં લીંગની સામે જ નિશ્ચિત છે. હિમાલયમાં કૈલાસમાં વસે છે. શિવજીની આરતી કપુરથી કરવાનો રિવાજ છે. આ માટેનો શ્લોક છે. કર્પુર ગૌરં કરૃણાવતારં સંસાર સારં ભુજગેન્દ્ર હારમ્ । સદા વસન્તં હૃદયારવિન્દે, ભવં ભવાની સહિતં નમામિ । શિવજીનાં ગળે રૃદ્રાક્ષની માળા છે. ગળામાં વિષ ધારણ કરે છે. ત્રિશુલ અને ત્રિનેત્ર ધારણ કરે છે. ડમરૃ તેમનું પ્રિય વાદ્ય છે. તાંડવ તેમનું ખાસ નૃત્ય છે.
શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે જે સદીઓથી દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. શિવ એ જ્ઞાાન સ્વરૃપ છે, તો શક્તિ એ ક્રિયા સ્વરૃપ છે. એકમાં જો એ મૂળ તત્વ છે, તો બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એક બીજ છે, તો બીજું, ધારણ કરનાર ધારક છે.
મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ.
મહાશિવરાત્રિની મધ્યરાત્રિ નિરાકાર ગણાતા શિવજીે આકારરૃપ ધારણ કરી, જીવને મેળવી પૃથ્વી પર પધરામણી કરી. એટલે જ તો શિવરાત્રિ એ જીવ અને શિવનાં મિલનનું પ્રતિક ગણાયું છે.
મહામાસની કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રિ મહાશિવરાત્રિ કહેવાયી છે. જે ભગવાન શિવજીને ખૂબજ પ્રિય છે. જેનો શિવતત્વ સાથે પણ ગાઢ સબંધ છે.
શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે જે સદીઓથી દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. શિવ એ જ્ઞાન સ્વરૃપ છે, તો શક્તિ એ ક્રિયા સ્વરૃપ છે. એકમાં જો એ મૂળ તત્વ છે, તો બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એક બીજ છે, તો બીજું, ધારણ કરનાર ધારક છે. માનવ સંસ્કૃતિનાં બે અલગ જીવ, પુરૃષ અને સ્ત્રી! જેનાં સર્વોચ્ચ સ્વરૃપ શિવ અને શક્તિ ગણાયા. એકબીજાનાં પુરક છતાં એક બીજા વગર કેટલાં અધુરા?
ભગવાન શિવજીનાં અગણિત રૃપો છે. તેનું અનાદિ અને નિરાકાર રૃપ એટલે શિવલિંગ. શિવજીનાં પ્રાકટય સમય રાત્રિનો છે, જે મહાશિવરાત્રિ કહેવાયી. આ પર્વ પરમાત્મામાં થયેલા શિવનાં દિવ્ય અવતારનું મંગળ પ્રમાણ છે. ત્યારે તેઓ નિરાકાર (લિંગ) રૃપમાં પ્રકટ થયા.
પાર્વતીજીની જિજ્ઞાાસા પર ભગવાન શિવજીએ જણાવ્યું કે મહાશિવરાત્રિએ જેઓ ઉપવાસનું વ્રત રાખે છે, એ રાત્રિનાં ચાર પ્રહર જાગરણ કરે છે. જેઓ મંદિરમાં શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવી, તેનું ચંદન, પુષ્પથી પુજન કરે છે તેનાં પર હું ખૂબ પ્રસન્ન થાઉં છું.
શિવજી ભગવાનનાં નિર્ગુણ અને નિરાકાર સ્વરૃપ જાણવા ભાવિકોએ શ્વેતાશ્વેતર ઉપનિષદનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. જેમાં શ્લોક ૩/૨૦માં શિવજીનાં અતિસૂક્ષ્મથી લઈને મહાનતમ સ્વરૃપનું રસદર્શન કરાવતાં ઋષિ કહે છે,
'શિવજી અણુથી પણ સૂક્ષ્મ અને પર્વતથી પણ વધારે મહાન છે, તેઓ દરેક જીવની હૃદય ગૂહામાં વાસ કરે છે.'
વેદોમાં પણ શિવજીની રૃદ્ર તરીકે અનેકવાર સ્તુતિ કરવામાં આવી છે. યજુર્વેદમાં તો અષ્ટાધ્યાયી રૃદ્રી જ છે. જેમાં જણાવ્યું છે કે શિવજી ભગવાન માટીનાં કણથી માંડી, આકાશમય મેઘરાજા સુધી વ્યાપ્ત તેની વિભૂતિનાં દર્શન માત્રથી સમગ્ર વિશ્વ એક દિવ્ય તાંતણે બંધાયેલું હોય તેવું લાગે છે.
'સર્વમ શિવમય્મ જગત!'
એવા ભોળાનાથ શિવશંભુને જગદ્ ગુરૃ શંકરાચાર્ય વંદન કરતાં કહે છે,
'પ્રભુ પ્રાણનાથં પ્રભુ વિશ્વનાથં,
જગન્નાથં સદાનંદ ભાજં,
ભવેદભવ્ય ભૂતેશ્વર ભૂતનાથ,
શિવશંકરં શંભુમિશાનમિડે'

Wednesday, February 24, 2016

10 પાસ ખેડૂતપુત્રની અનોખી કમાલ: મોબાઇલથી કરે છે ગામની લાઇટો ચાલુ બંધ

મોરબી: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર જેવા નાનકડા ગામમાં માત્ર 10 પાસ ખેડૂત પુત્રે પોતાની લગન અને મહેનત વડે એવી અનોખી શોધ કરી છે જેના કારણે મહામુલી વીજળી તો બચાવી જ શકાય છે. સાથે જ વીજળીથી ચાલતા ઉપકરણોને પણ એક મોબાઈલથી ચાલુ બંધ કરી શકાય છે.

સરપંચના કહેવાથી યુવાને બનાવી ટેક્નિક

અમરાપરમાં 10 વર્ષથી સરપંચ તરીકે સેવા આપનારા હુશેનભાઈ કડીવાર જણાવ્યું હતું કે, અમારા ગામની વસતી 1800ની છે. ગ્રામજનોની સુવિધા માટે ગામમાં 60 એલઈડી લગાવી છે. જેનું સંચાલન કરવા માટે ગામના યુવાન અવેશ બાદી નામના યુવાનનો સંપર્ક કર્યો હતો. તેને લાઈટોને મોબાઈલથી ચાલુ બંધ કરવાની સર્કિટ બનાવવા માટે કહ્યું હતું.

બે વર્ષ પહેલા યુવાને બનાવી ટેક્નિક

સરપંચના કહેવાથી અવેશે બે વર્ષ પૂર્વે આવો પ્રયોગ સફળ રીતે કર્યા બાદ ગામના હિતમાં આ લાઈટો મોબાઈલથી ચાલે તેવી ટેક્નિક વિકસાવી હતી. જેથી સમયસર લાઈટો ચાલુ બંધ કરી શકાય અને વીજળીની બચત કરીને તેનો વ્યય થતો અટકાવી શકાય. આ મામલે ગામના સરપંચે વધુમાં જણાવ્યું હતું કે, મને વડાપ્રધાન મોદીની ડિજીટલ ઇન્ડિયા ઝુંબેશમાંથી પ્રેરણા મળી હતી. ત્યારથી ડિજીટલ અમરાપર ગામ બનાવવાનું નક્કી કર્યું હતું જેને યુવાનની મદદથી સાર્થક પણ બન્યું છે.

Saturday, February 20, 2016

● विश्व के सात आश्चर्य (अजायबी) के बारे मे जाने ◆

विश्व के सात आश्चर्य

क्राइस्ट द रिडीमर
· चिचेन इत्जा
· चीन की दीवार
· जोर्डन का 'पेत्रा'
· ताजमहल
· माचू पिच्चू
· रोम का कोलोसियम

क्राइस्ट द रिडीमर

क्राइस्ट द रिडीमर आधुनिक विश्व के सात आश्चर्यों में से एक है।

    ब्राजील के रियो डि जनेरियो में पहाड़ी के ऊपर स्थित 130 फुट ऊँची 'क्राइस्ट द रिडीमर' अर्थात 'उद्धार करने वाले ईसा मसीह' की मूर्ति स्थित है।
   यह क्रॉस या सलीब के आकार की है,[1] कंक्रीट और पत्थर की बनी है और 1931 में बनकर तैयार हुई थी जब लोगों से मिले दान से इसे बनाया गया।
    यह विश्व में ईसा मसीह की सबसे बड़ी मूर्ति है।
    यह दुनिया में अपनी तरह की सबसे ऊँची मूर्तियों में से एक है।
    यह मज़बूत कांक्रीट और सोपस्टोन से बनी है, इसका निर्माण 1922 और 1931 के बीच किया गया था।

चेन इत्जा

चिचेन इत्जा आधुनिक विश्व के सात आश्चर्यों में से एक है।

   आज के मध्य अमेरिका में स्थित यह मंदिर-नगरी पुरानी माया सभ्यता का अवशेष है।
   माया सभ्यता यहाँ पर 750 से 1200 सदी के बीच फली-फूली और यह शहर इनकी राजधनी और धर्मिक नगरी थी।
   शहर के बीचों-बीच 'कुकुलकन का मंदिर' है जो 79 फीट की ऊँचाई तक बना है।
   चिचेन इत्जा की चार दिशाओं में 91 सीढ़ियाँ हैं, प्रत्येक सीढ़ी साल के एक दिन का प्रतीक है और 365 वां दिन ऊपर बना चबूतरा है।

चीन की दीवार

चीन की दीवार आधुनिक विश्व के सात आश्चर्यों में से एक है।

   चीन की यह दीवार 5वीं सदी ईसा पूर्व में बननी चालू हुई थी और 16 वीं सदी तक बनती रही।
   यह दीवार चीन की उत्तरी सीमा पर बनाई गयी थी ताकि मंगोल आक्रमणकारियों को रोका जा सके।
   चीन की यह दीवार संसार की सबसे लम्बी मानव निर्मित रचना है। जो लगभग 4000 मील (6,400 किलोमीटर) तक फैली है।
    अंतरिक्ष से लिये गये पृथ्वी के चित्रों में भी यह नज़र आती है।
   चीन की इस दीवार की चौड़ाई इतनी रखी गयी थी जिसपर 5 घुड़सवार या 10 पैदल सैनिक बगल-बगल में गश्त लगा सकें। इसकी सबसे ज़्यादा ऊँचाई 35 फुट है।
    पुराने समय में तीर या भाले इतनी ऊँचाई को पार करके नहीं जा सकते थे और यह सुरक्षा देती थी।
   बाद में इसमें निरीक्षण मीनारें बना कर दूर से आते शत्रुओं पर निगाह रखने के लिये भी इस्तेमाल किया गया और चीन को दूसरे देशों से अलग करने के लिये भी।
    ऐसा कहा जाता है कि इसे बनाने में 3000 जानें गईं और कई मज़दूर इसे अपनी पूरी ज़िन्दगी भर बनाते रहे।

हां तो हज़रात!
   ताज की कहानी इतनी लम्बी है
   सुनाना शुरू करूं
   तो हो जाएगी रात
   लेकिन दास्तान ख़तम नहीं होगी।
   पांच सदियों पुरानी ये कहानी,
   हुज़ूर आगे आ जाइए,
   आज भी ज़िंदा है।
   ज़माना गौर से सुन रहा है
   पर जी नहीं भरता है।

ख़ुदा मालूम
इसके मरमरी ज़िस्म में
क्या- क्या है
पर इतना कहूँगा
कि चित्रकार की नज़र है
शायर का दिल है
बहारों का नग़मा है।

ताज क्या है
क़ुदरत की हथेली में
खिला हुआ इक फूल है वक़्त के रुख़सार पर
ठहरा हुआ आंसू है हुज़ूर
हुस्नो-जमाल का जलवा है

इतना ख़ूबसूरत इतना नाज़ुक
इतना मुक़म्मल
इतना पाकीज़ा है हुज़ूर

कि बाज़-वक़्त डर लगता
छूने में
कि मैला न हो जाए।

● जोर्डन का 'पेत्रा'

जोर्डन का 'पेत्रा' आधुनिक विश्व के सात आश्चर्यों में से एक है।

    यह अपने तरह-तरह की पत्थर की इमारतों के लिये प्रसिद्ध है जो लाल चट्‌टानों से बनी हैं।
    इनमें 138 फुट ऊँचा नक़्क़ाशी किया मंदिर प्रसिद्ध है। इसके अलावा नहरें, पानी के तालाब, तथा खुला स्टेडियम जिसमें 4000 लोग बैठते थे, जैसी कई चीज़ें हैं।
    जार्डन जैसा देश अपनी धरोहर के विश्व आश्चर्य चुने जाने से प्रसन्न है क्योंकि पड़ोस के ईराक तथा अन्य देशों में अशांति से जॉर्डन में सैलानियों का आना कम हो गया है।
    पेत्रा एक 'होर' नामक पहाड़ की ढलान पर बना हुई है और पहाड़ों से घिरी हुई एक द्रोणी में स्थित है।
   यह पहाड़ मृत सागर से अक़ाबा की खाड़ी तक चलने वाली 'वादी अरबा' नामक घाटी की पूर्वी सीमा है।

Friday, February 19, 2016

Saturday, February 06, 2016

◆ આ ગુફામાં થયેલો હનુમાનનો જન્મ, કળિયુગમાં જાતે જ બંધ થઇ ગયા તેના દ્વાર! ◆

ભગવાન હનુમાન કળિયુગના દેવતા માનવામાં આવે છે. પ્રચલિત માન્યતાઓ મુજબ, ભગવાન હનુમાનનો જન્મ ઝારખંડના ગુમલા નામના જિલ્લાના ઉત્તર ક્ષેત્રમાં થયો હતો. અહીં એક ગુફાને ભગવાન હનુમાનજીનું જન્મ સ્થળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, કળિયુગમાં તે ગુફા આપમેળે બંધ થઇ ગઈ, જેના પાછળનું કારણ ભગવાન હનુમાનની માતા અંજનીનો ગુસ્સો માનવામાં આવે છે.

● દેવી અંજનીના નામ પર પડ્યું આ જગ્યાનું નામ આંજનઃ-

ભગવાન હનુમાનની માતા અંજનીના નામથી જ આ ગામનું નામ આંજન પડ્યું. આ ગામ ગુમલા જિલ્લાથી લગભગ 22 કિમીના અંતરે છે. અહીં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાન હનુમાન માતાના ખોળામાં બેસેલાં જોવા મળે છે.

● આ માટે કળિયુગમાં બંધ થઇ ગયા ગુફાના દરવાજાઃ-

સ્થાનીય માન્યતાઓ મુજબ, ભગવાન હનુમાનનો જન્મ ગુમલા જિલ્લાના આંજનધામમાં સ્થિત એક પહાડની ગુફામાં થયો હતો. જે ગુફામાં ભગવાન હનુમાનનો જન્મ થયો હતો, તેના દરવાજા કળયુગમાં આપમેળે જ બંધ થઇ ગયા હતાં. ગુફાના દરવાજાને ભગવાન હનુમાનની માતા અંજનીએ સ્વયં બંધ કરી દીધા હતાં કારણ કે, સ્થાનિય લોકો દ્વારા ત્યાં આપવામાં આવેલી બલિથી તેઓ નિરાશ હતાં. આજે પણ આ ગુફા આંજન ધામમાં સ્થિત છે.

● 1953માં બનાવવામાં આવ્યું માતા અંજની અને હનુમાનજીનું મંદિરઃ-

આંજનધામમાં આજે એક નાનું મંદિર છે, જેની સ્થાપના ભગવાન હનુમાનના ભક્તોએ 1953માં કરી હતી. આ મંદિરમાં ભગવાન હનુમાન અને માતા અંજનાની સુંદર મૂર્તિ છે. અહીં ભગવાન હનુમાન પોતાની માતાના ખોળામાં બેસેલા જોવા મળે છે.