નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.
Showing posts with label dinvishes. Show all posts
Showing posts with label dinvishes. Show all posts

Sunday, February 19, 2017

◆ માતૃભાષા ગૌરવ દિન માટે ખાસ ઉપયોગી રંગપૂરણી સ્પર્ધા માટેના ચિત્રો ડાઉનલોડ કરો ◆

→  નમસ્કાર સારસ્વત મિત્રો ........




→ ૨૧ ફેબ્રુઆરી ના રોજ તમામ શાળાઓમાં માતૃભાષા દિન ઉજવણી કરવાની હોઇ તેમા ઉપયોગી થાય એવા રંગપૂરણી માટેના ચિત્રો બનાવેલ છે જે ડાઉનલોડ કરીને બાળકો સુધી પહોચે તેવો પ્રયત્ન કરશો.



● રંગપૂરણી પી.ડી.એફ. ફાઇલ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો





◆ મિત્રો આ બ્લોગ નું એડ્રેસ change કરવામા આવ્યુ છે જેની નોધ લેશો Change the blog url address. The New Url is - 


આભાર.


Saturday, March 26, 2016

હિરણ્યકશ્યપ દેવોનો શત્રુ કેમ બન્યો ?

એક જંભાસૂર હતો.  તેને એક દીકરી હતી. તેનું નામ કયાધુ હતું. આ દીકરી ગુણવાન અને બળવાન  પણ હતી. તેને એવા જ યુવાન સાથે પરણાવવી જોઈએ. હિરણ્યકશિપૂ નામનો એક યુવાન એવો  જ ગુણવાન અને બળવાન હતો. તેના પિતા પણ તપસ્વી કશ્યપ મુનિ હતા. તેથી જંભાસૂરે પોતાની કન્યા કયાધુને હિરણ્યકશિપૂ સાથે પરણાવી. ઘણા જ સુખ અને આનંદમાં રહેવા લાગ્યાં.

હિરણ્યકશિપૂએ પોતાનું બળ વધારવા તપ કરવાનો વિચાર કર્યો. તે હિમાલયમાં ચાલ્યો ગયો. તે સમયે દેવતાની સેના લઈને ઈંદ્રરાજાએ હિરણ્યકશિપૂનો પ્રદેશ જીતી લીધો. તેની પત્ની કયાધુને સાથે લઈને સ્વર્ગ દેશ પાછો જતો હતો.

વચ્ચે નારદજી મળ્યા. તેમણે ઈન્દ્રને સમજાવ્યા કે, હિરણ્યકશિપૂની પત્ની કયાધુના પેટમાં બાળક છે તેને છોડી મૂકો.

ઈંદ્રે કયાધુ રાણીને છોડી દીધી. તેને લઈ નારદજી ગંગાજીને કિનારે ગયા. ત્યાં આશ્રમ બનાવીને રહ્યા.

તપથી મહા બળવાન બનીને હિરણ્યકશિપૂ પાછો આવ્યો. ત્યાં તેણે બધી વાત જાણી. તેને ઘણો ગુસ્સો ચડયો. દેવતાઓને હરાવવા તેણે સંકલ્પ કર્યો અને દેવતાને માન આપનારાઓને તેણે પોતાના શત્રુ માની લીધા.

કયાધુએ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પ્રહલાદ પાડયું. તે મોટો થયો. તેને દેવતાના ગુણો ગમવા લાગ્યા. તે વાત તેના પિતાને ગમી નહિ. પિતાજીએ ઘણી ના કહી છતાં પ્રહલાદ માન્યો નહિ. તેણે કહ્યું કે, સત્ય એ ઈશ્વરનું રૃપ છે. સત્ય વાત કદી ન છોડાય.'

તે પછી તેને મારી નાખવા તેના પિતાએ ઘણા ઉપાય કર્યા. તે બધામાં પ્રહલાદ બચી ગયો. છેલ્લે લોઢાનો થાંભલો આગમાં રાખીને લાલચોળ તપાવ્યો અને કહ્યું કે આ થાંભલાને બાથ ભરી જો. સત્યમાં ઈશ્વર હશે તો તને બચાવશે.

એ ધગધગતી આગમાં તપેલા એ થાંભલાને પ્રહલાદે બાથ ભરી લીધી. તે થાંભલો ફાટયો. થાંભલામાંથી સિંહનું રૃપ પ્રગટ થયું. તેણે હિરણ્યકશિપૂને પંજાના નખથી ચીરી નાખ્યો.
ત્યારથી હોળીનો ઉત્સવ શરૃ થયો એમ ઘણા માને છે. હોળીના તે ઉત્સવને વસંતનો ઉત્સવ ગણ્યો છે. વસંતઋતુમાં ભાતભાતનાં અને રંગ રંગના ફૂલો ખીલે છે. મીઠાં મીઠાં ફળ વસંતમાં થાય છે. સૂરજદેવની ગરમીથી ફૂલમાં રંગ પૂરાય છે અને ફૂલમાં મીઠાશ ભરાય છે. તેથી જ સૂરજદેવના માનમાં હોળી પ્રગટાવીને અગ્નિનું પૂજન થાય છે. તે રીતે હોળી એ સૂરજપૂજાનો પણ તહેવાર છે.

● "ગુડ ફ્રાઇડે" વિષે એક માહિતી ●Must read.

ગુડ ફ્રાઇડે હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે. આ તહેવાર ખ્રિસ્તી ધર્મમાં ઇસુને સૂળીએ ચઢાવવામાં આવ્યા હતા તેના ઉપલક્ષ્યમાં આ તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર પવિત્ર સપ્તાહ દરમિયાન મનાવવામાં આવે છે. આ તહેવાર ઇસ્ટર સન્ડે પહેલા આવતાં શુક્રવારે મનાવવામાં આવે છે. ગુડ ફ્રાઇડે એક એવો દિવસ છે જ્યારે ઇસુએ ધરતી પર વધી રહેલાં પાપ માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ આપ્યું હતું.  ઇસુએ ખૂબજ પીડા ભોગવીને માનવતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. ગુડ ફ્રાઇડેના દિવસે પ્રાર્થના કરવા માટે ક્રૂસીફિક્સ તૈયાર કરવામાં આવી છે.

શું છે ગુડ ફ્રાઇડે ?

ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ઇસુની યાદમાં ગુડ ફ્રાઇડે મનાવવામાં આવે છે. પરંતુ પોતાનાં મૃત્યુનાં ત્રણ દિવસ પછી ઇસુ ફરી જીવીત થયા હતા અને તે દિવસ રવિવાર હતો જેને ઇસ્ટર ફ્રાઇડે કહેવામાં આવે છે. ગુડ ફ્રાઇડેને બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે.

"ગુડ ફ્રાઇડે" વિષે એક માહિતી  ...

"ગુડ ફ્રાઇડે" માટે વર્ષો થી એક માન્યતા બધાના મગજ માં દ્રઢ થઇ ગઈ છે અને નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે " Second Friday of April is Good Friday and Sunday following Good Friday is Easter " એપ્રિલ મહિના નો બીજો શુક્રવાર એ ગુડ ફ્રાઇડે અને તે પછીનો રવિવાર એ ઈસ્ટર કહેવાય અને આ જ પ્રમાણે થયે રાખતું પણ હમણા અમુક અમુક વર્ષો થી ગુડ ફ્રાઇડે માર્ચ ના છેલ્લા શુક્રવારે અથવા એપ્રિલ ના પહેલા કે ત્રીજા શુક્રવારે પણ આવેલ . આ વર્ષે 25 મી માર્ચ એ એટલે કે ચોથા શુક્રવારે ગુડ ફ્રાઇડે છે . સામાન્ય રીતે અંગ્રેજી કેલેન્ડર માં આવું બનતું ન હોય . નાતાલ 25  ડીસેંબરે જ આવે. આવું કેમ બને છે તે જાણવા પ્રયત્ન આદર્યા પણ ક્યાયથી સંતોષકારક જવાબ ન મળ્યો . ઘણા થોથા ઉથલાવ્યા ત્યારે માહિતી મળી .

" વિષુવવૃત્ત ની કાલ્પનિક રેખા જયારે પૃથ્વી ના મધ્ય ભાગ માંથી પસાર થાય છે ત્યારે દિવસ અને રાત બંને સરખા હોય છે . વર્ષ માં આવા બે દિવસ માર્ચ અને ડીસેંબર માં આવે છે .માર્ચ માં 22 કે 23 માર્ચ હોય છે જેને Spring Equinox કહે છે . આ Spring Equinox ના દિવસ પછી જે પૂનમ આવે તે પછી નો તરત માં આવતો શુક્રવાર એ ગુડ ફ્રાઇડે ગણાય છે ."

આ વર્ષે જોઈએ તો 22 માર્ચ  (Spring Equinox) ના રોજ ફાગણ સુદ ચૌદસ હતી અને ત્યાર પછીની પૂનમ એટલે કે  ફાગણ સુદ પૂનમ ( હોળી ) 23 માર્ચ ના રોજ આવી અને 23 માર્ચ  ( બુધવાર ) પછીનો તરત નો શુક્રવાર 25 માર્ચ જે આ વખતે ગુડ ફ્રાઇડે છે . આમ પશ્ચિમ ના દેશ માં પણ ચાંદ્ર કેલેન્ડર મુજબ ગુડ ફ્રાઇડે નક્કી થયો .

Tuesday, March 22, 2016

◆ આવો રમીએ હોળી ધૂળેટી ◆ Holi Special.


દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.

હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે.

● હોળી વિશે સંપૂર્ણ ગુજરાતી નિબંધ pdf file માં download કરવા અહીં CLICK કરો.

● હોળી આવી-બાળગીત.
અહીં Click કરો અને સાંભળો.





★ Best Holi Song Nonstop watch vdo.






Monday, March 07, 2016

◆ ॐ ● મહાશિવરાત્રિ -શિવસ્યે પ્રિયારાત્રિ●ॐ◆ મહાશિવરાત્રી મહિમા.



●ઉપરનો વિડીયો ડાઉનલોડ કરવા 

મહાશિવરાત્રી મહિમા
ૐકારં બીન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિન: ।
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમ: ।।
મહા માસની વદ તેરસ એટલે મહાશિવરાત્રી. શિવપુરાણમાં પારધીની જાણીતી કથામાં શિવરાત્રીનું માહાત્મ્ય ગાવામાં આવ્યું છે જે સહુ કોઈ જાણે છે. વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ધર્મગ્રંથોમાં શિવજીનો મહિમા ગવાયો છે. પ્રભુશ્રી રામના આરાધ્ય દેવ સદાશીવ જ હતા. વાયુ પુરાણમાં શંકર ભગવાનનાં આઠ મુખ્ય નામની માહિતી આપવામાં આવી છે. મહાદેવની સ્તુતિ, વંદના, અર્ચના હમેશાં ફળદાયી હોય છે. 'નમો દૈવ્યે મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમ:'માં પણ શિવજીને વંદન  કરવામાં આવ્યાં છે. મહાદેવને પ્રસન્ન કરવા અનેક સ્તુતિઓ, સ્તોત્રો ગવાય છે.
શિવપંચાકાર સ્તોત્ર, બીલ્વાષ્ટક સ્તોત્ર, શિવમહિમ્નં આદિનો સમાવેશ થાય છે. ઉમાપતિ જગતના કારણરૃપ છે. સર્પોનું આભુષણ તથા વ્યાઘ્રચર્મ ધારણ કરે છે. પ્રાણીમાત્રના સ્વામી છે તથા વરદાન આપનાર કલ્યાણકારી છે.
મહાદેવ ભોળા છે. મહાદેવની પુજા થકી ભક્ત ધન્યતા અનુભવે છે. જીવન સાફલ્યનો મહામંત્ર ૐ નમ: શિવાય અને મૃત્યુંજય મંત્ર છે. 'ૐ તન્મે નમ: શિવ સંકલ્પમસ્તુ' સાચું જ કહેવાયું છે. શિવકૃપાથી ભય નાશ પામે છે. ભારતીય સંસ્કૃતિનું એક અદ્ભુત પ્રદાન અષ્ટાધ્યાયી રૃદ્રી છે. શિવજીને પ્રસન્ન કરવા રૃદ્રી, રૃદ્રાષ્ટક પાઠ અને પંચામૃત તથા દૂધ મિશ્રિત જળનો અભિષેક મહત્વનો મનાય છે. કાળા તલ, આંબળાં, ધતુરાનું ફૂલ પણ શિવને અર્પણ કરવામાં આવે છે. શિવરાત્રીએ મધ્યરાત્રીની પુજા ખાસ ફળદાયી છે.
શિવ પરિવાર પણ અદભુત છે. સંગમાં ગિરિજા છે. ગણેશજી તથા કાર્તિક સ્વામી બે પુત્રો છે. નંદી અને કાચબાનું સ્થાન શિવજીનાં લીંગની સામે જ નિશ્ચિત છે. હિમાલયમાં કૈલાસમાં વસે છે. શિવજીની આરતી કપુરથી કરવાનો રિવાજ છે. આ માટેનો શ્લોક છે. કર્પુર ગૌરં કરૃણાવતારં સંસાર સારં ભુજગેન્દ્ર હારમ્ । સદા વસન્તં હૃદયારવિન્દે, ભવં ભવાની સહિતં નમામિ । શિવજીનાં ગળે રૃદ્રાક્ષની માળા છે. ગળામાં વિષ ધારણ કરે છે. ત્રિશુલ અને ત્રિનેત્ર ધારણ કરે છે. ડમરૃ તેમનું પ્રિય વાદ્ય છે. તાંડવ તેમનું ખાસ નૃત્ય છે.
શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે જે સદીઓથી દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. શિવ એ જ્ઞાાન સ્વરૃપ છે, તો શક્તિ એ ક્રિયા સ્વરૃપ છે. એકમાં જો એ મૂળ તત્વ છે, તો બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એક બીજ છે, તો બીજું, ધારણ કરનાર ધારક છે.
મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ.
મહાશિવરાત્રિની મધ્યરાત્રિ નિરાકાર ગણાતા શિવજીે આકારરૃપ ધારણ કરી, જીવને મેળવી પૃથ્વી પર પધરામણી કરી. એટલે જ તો શિવરાત્રિ એ જીવ અને શિવનાં મિલનનું પ્રતિક ગણાયું છે.
મહામાસની કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રિ મહાશિવરાત્રિ કહેવાયી છે. જે ભગવાન શિવજીને ખૂબજ પ્રિય છે. જેનો શિવતત્વ સાથે પણ ગાઢ સબંધ છે.
શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે જે સદીઓથી દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. શિવ એ જ્ઞાન સ્વરૃપ છે, તો શક્તિ એ ક્રિયા સ્વરૃપ છે. એકમાં જો એ મૂળ તત્વ છે, તો બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એક બીજ છે, તો બીજું, ધારણ કરનાર ધારક છે. માનવ સંસ્કૃતિનાં બે અલગ જીવ, પુરૃષ અને સ્ત્રી! જેનાં સર્વોચ્ચ સ્વરૃપ શિવ અને શક્તિ ગણાયા. એકબીજાનાં પુરક છતાં એક બીજા વગર કેટલાં અધુરા?
ભગવાન શિવજીનાં અગણિત રૃપો છે. તેનું અનાદિ અને નિરાકાર રૃપ એટલે શિવલિંગ. શિવજીનાં પ્રાકટય સમય રાત્રિનો છે, જે મહાશિવરાત્રિ કહેવાયી. આ પર્વ પરમાત્મામાં થયેલા શિવનાં દિવ્ય અવતારનું મંગળ પ્રમાણ છે. ત્યારે તેઓ નિરાકાર (લિંગ) રૃપમાં પ્રકટ થયા.
પાર્વતીજીની જિજ્ઞાાસા પર ભગવાન શિવજીએ જણાવ્યું કે મહાશિવરાત્રિએ જેઓ ઉપવાસનું વ્રત રાખે છે, એ રાત્રિનાં ચાર પ્રહર જાગરણ કરે છે. જેઓ મંદિરમાં શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવી, તેનું ચંદન, પુષ્પથી પુજન કરે છે તેનાં પર હું ખૂબ પ્રસન્ન થાઉં છું.
શિવજી ભગવાનનાં નિર્ગુણ અને નિરાકાર સ્વરૃપ જાણવા ભાવિકોએ શ્વેતાશ્વેતર ઉપનિષદનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. જેમાં શ્લોક ૩/૨૦માં શિવજીનાં અતિસૂક્ષ્મથી લઈને મહાનતમ સ્વરૃપનું રસદર્શન કરાવતાં ઋષિ કહે છે,
'શિવજી અણુથી પણ સૂક્ષ્મ અને પર્વતથી પણ વધારે મહાન છે, તેઓ દરેક જીવની હૃદય ગૂહામાં વાસ કરે છે.'
વેદોમાં પણ શિવજીની રૃદ્ર તરીકે અનેકવાર સ્તુતિ કરવામાં આવી છે. યજુર્વેદમાં તો અષ્ટાધ્યાયી રૃદ્રી જ છે. જેમાં જણાવ્યું છે કે શિવજી ભગવાન માટીનાં કણથી માંડી, આકાશમય મેઘરાજા સુધી વ્યાપ્ત તેની વિભૂતિનાં દર્શન માત્રથી સમગ્ર વિશ્વ એક દિવ્ય તાંતણે બંધાયેલું હોય તેવું લાગે છે.
'સર્વમ શિવમય્મ જગત!'
એવા ભોળાનાથ શિવશંભુને જગદ્ ગુરૃ શંકરાચાર્ય વંદન કરતાં કહે છે,
'પ્રભુ પ્રાણનાથં પ્રભુ વિશ્વનાથં,
જગન્નાથં સદાનંદ ભાજં,
ભવેદભવ્ય ભૂતેશ્વર ભૂતનાથ,
શિવશંકરં શંભુમિશાનમિડે'

Tuesday, February 16, 2016

◆માતૃભાષા દિન વિશેષ◆માતૃભાષાનું ગૌરવ જાળવીએ.

◆માતૃભાષા દિન વિશેષ◆
માતૃભાષાનું ગૌરવ જાળવીએ.




● માતૃભાષા મહત્વ
ગુજરાતી માધ્યમ શા માટે?જુઓ વિડીયો.

   

● રાધા મહેતાનો માતૃભાષા વાર્તાલાપ વિડીયો.



   
● Matrubhasha Aatma Vacha
- ચિંતન બુચ

એક વખત અકબર રાજાના દરબારમાં વિદ્વાનનું આગમન થયું. આ વિદ્વાન વિવિધ ભાષામાં બોલવા લાગ્યો અને છેલ્લે અકબર રાજાને કહ્યું કે 'મેં સાંભળ્યું છે કે તારી પાસે ચાતુર્યના પર્યાય એવા  મંત્રી છે. મારી માતૃભાષા કઇ છે તે ઓળખી બતાવો. બિરબલે આંખના ઇશારા દ્વારા અકબરને નચિંત રહેવા કહ્યું. મોડી રાત્રે અકબરને સાથે લઇને. બિરબલે ઘસઘસાટ ઊંઘી રહેલા વિદ્વાન પર  અત્યંત ઠંડું પાણી નાખ્યું અને જેની સાથે જ તે પોતાની માતૃભાષામાં સ્વસ્તિવચનો ઉચ્ચારવા લાગ્યો. બિરબલે તુરંત જ અકબરને કહ્યું, 'મહારાજ, કોઇ પણ વ્યક્તિ રોષે ભરાય કે ડરી જાય ત્યારે તેેને સૌપ્રથમ પોતાની માતૃભાષા જ યાદ આવે છે.'
૨૧ ફેબુ્રઆરીએ 'વિશ્વ માતૃભાષા દિવસ' છે. પરંતુ જાણીને નવાઇ લાગશે કે આઠમી-નવમી સદીમાં ગુજરાતી ભાષાનું નિર્માણ પશ્ચિમ તરફની પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશમાંથી થયું છે. જેમાં ફારસી, અંગ્રેજી, સંસ્કૃત, અરેબિક જેવી અનેક શબ્દોને પણ સ્વિકારવામાં આવ્યા છે. 'વાત કરી છે' આ વાક્યમાં એકપણ મૂળભૂત ગુજરાતી શબ્દ નથી તેમ કહેવામાં આવે તો નવાઇ લાગે એ સ્વાભાવિક છે. પરંતુ 'વાત'  એ ફારસી, 'કરી' એ સંસ્કૃતના કૃત પરનો અને 'છે' શબ્દ  પ્રાકૃત ભાષામાં સ્વિકારેલું ક્રિયાપદ છે. ગુજરાતીએ  'ખમીસ' અરેબિક, 'બટાકા' પોર્ટુગિઝ અને 'રફૂ' ફ્રેન્ચમાંથી ખુલ્લા દિલે સ્વિકારેલા શબ્દો છે.
વિશ્વભરમાં હાલ ૬૯૧૨ ભાષા છે, જેમાંથી અડધોઅડધ ભાષા 'વેન્ટિલેટર' પર છે.   ભારતમાં જ કુલ ૯૦૦ ભાષા/બોલી છે, જેમાંથી ઘણાના અસ્તિત્વ સામે ધીરે-ધીરે  પ્રશ્નાર્થ સર્જાવવા લાગ્યો છે. ગુજરાતી ભાષાની બોલીના મુખ્ય બે ભાગ છે. કોમ/સમુદાયની બોલી અને પ્રાદેશિક બોલી. મુખ્ય પ્રાદેશિક બોલીમાં સુરતી, ચરોતરી, ઉતર ગુજરાતની પટણી, ઝાલાવાડી, ગોહિલવાડી, સોરઠી, હાલારી, કચ્છીનો સમાવેશ થાય છે. આ મુખ્ય બોલીઓમાં પણ પ્રદેશ બદલાય તેમ ઉચ્ચાર-કહેવતો-શબ્દપ્રયોગો બદલાતા રહે છે. કોમ કે સમુદાયમાં પારસી, વહોરા અને વિવિધ પ્રદેશોમાં વસતા  મુસ્લિમોથી માંડીને જુદા-જુદા પ્રદેશના બ્રાહ્મણો અને આદિવાસીઓમાં પણ ભરપૂર બોલી વૈવિધ્ય જોવા મળે છે. આપણા રાજ્યમાં કુલ મળીને ૫૫ ભાષા/બોલી છે. જેવી રીતે ગુજરાતી ભાષા પર અંગ્રજી ભાષાનું જોખમ છે, એમ ગુજરાતની અનેક  બોલીઓ પર 'ગુજરાતી' નું જ જોખમ છે. શાળાઓમાં ફરજિયાત શુદ્ધ ગુજરાતી શિખવાડવામાં આવતું હોવાને લીધે રાઠવી, ચૌધરી, ડાંગી, દેહવાલી, ભિલ્લી જેવી અનેક આદિવાસી ભાષા/બોલી પર જોખમ આવી ગયું છે. ગુજરાતમાં વસતી સિદ્દી પ્રજામાં જ સિદ્દી ભાષા બોલવાનું પ્રમાણ નહિવત્ત છે. ગુજરાતી ભાષાને પોતાનું એકપણ મહાકાવ્ય નથી. પરંતુ ગુજરાતની આદિવાસી ભાષા ડોંગરી ભિલ્લી અને ગરાસિયા ભાષા પાસે પોતાના પાંચ મહાકાવ્ય છે. જોકે, માતૃભાષા કરતા માતૃબોલીમાં વધારે પોતિકુંપણું લાગે-ફક્ત ગુસ્સો જ નહીં તમામ લાગણી વ્યક્ત કરવામાં.
 હવે વૈશ્વિક ફલક પર જઇએ તો છેલ્લા ત્રણ વર્ષથી  ટોમી જ્યોર્જ પોતાની માતૃભાષા કુકુ થાયપેન બોલી શકતા નથી. કેમકે આ ભાષા જાણતા તેમના ભાઇના મૃત્યુ બાદ ટોમી સાથે કુકુ થાયપેનમાં વાત કરે તેવું કોઇ જ હયાત નથી. હવે જ્યોર્જના મૃત્યુ બાદ આ ભાષા પણ પરલોક સિધાવશે. આવી જ સ્થિતિ મેક્સિકોના ટેબેસ્કો રાજ્યના એયપા ગામની છે. આ ગામની એઇપેન્કો ભાષા ૭૫ વર્ષીય મેન્યુઅલ સેગોવિયા, ૬૯ વર્ષીય વેલાસક્વેઝ  એમ માત્ર બે જ વ્યક્તિ જાણે છે. પરંતુ તેમના વચ્ચે '૩૬' નો આંકડો  હોવાથી તેઓ એકબીજા સાથે વાત જ કરતા નથી. આપણે ત્યાં આંદમાનમાં બો અને જેરુ ભાષા હવે ઈતિહાસ બની ગઇ છે. કહેવાય છે ને કે પ્રત્યેક ભાષા સાથે સંસ્કૃતિ જોડાયેલી હોય છે ભાષા લુપ્ત થાય તો સંસ્કૃતિ પણ લુપ્ત થઇ જ જાય છે.

Thursday, January 28, 2016

● लाला लाजपत राय ● जीवन परीचय ◆

● लाला लाजपत राय ●

जन्म - 28 जनवरी 1865
दुधिके,पंजाब,बर्तानवी भारत(अब भारत में है)

मृत्यु - 17 नवम्बर 1928 (उम्र 63)लाहौर,बर्तानवी भारत(अब पाकिस्तान में है)

संस्था - भारतीय राष्ट्रीय कांग्रेस,आर्य समाज,हिन्दू महासभा राजनीतिक

आंदोलन - भारतीय स्वतंत्रता आंदोलन

धर्म - हिंदू धर्म

लाला लाजपत राय (पंजाबी:ਲਾਲਾ ਲਾਜਪਤ ਰਾਏ,जन्म: 28 जनवरी1865-मृत्यु: 17 नवम्बर1928)

भारतके एक प्रमुख स्वतंत्रता सेनानी थे। इन्हेंपंजाब केसरी भी कहा जाता है।

इन्होंने पंजाब नैशनल बैंकऔर लक्ष्मी बीमा कम्पनी की स्थापना भी की थी। येभारतीय राष्ट्रीय कांग्रेस में गरम दलके तीन प्रमुख नेताओं लाल-बाल-पालमें से एक थे।

सन्1928में इन्होंने साइमन कमीशनके विरुद्ध एक प्रदर्शन में हिस्सा लिया, जिसके दौरान हुएलाठी-चार्जमें ये बुरी तरह से घायल हो गये और अन्तत: १७ नवम्बर सन् १९२८ को इनकी महान आत्मा ने पार्थिव देह त्याग दी।

Tuesday, January 26, 2016

◆ कवि कलापि परिचय ◆ व्यक्ति विशेष●सिर्फ दो ईमेझ

કવિ કલાપિ.

● आज का दिन-26 जनवरी-67 वा गणतंत्र पर्व ◆विशेष जानकारी।

26 जनवरी
शाके 06 गते 13
कृष्ण पक्ष, द्वितीया
मघा
हि. 15, मंगल, जब्‌हा
बंगला- 11

गणतंत्र दिवस
● जम्मू और कश्मीर स्थापना दिवस
जम्मू और कश्मीर स्थापना दिवस 26 जनवरी को बनाया जाता है। जम्मू और कश्मीर 26 जनवरी 1947 को स्थापित हुआ था। सन 1947 में जम्मू पर डोगरा शासकों का शासन रहा। इसके बाद महाराज हरि सिंह ने 26 अक्तूबर, 1947 को भारतीय संघ में विलय के समझौते पर हस्‍ताक्षर कर दिये।

जम्मू और कश्मीर
मुख्य लेख : जम्मू और कश्मीर
एक भारतीय राज्य, जो भारतीय उपमहाद्वीप के उत्तरी भाग में पश्चिमी पर्वतश्रेणियों के निकट स्थित है। पहले यह भारत की बड़ी रियासतों में से एक था। यह पूर्वात्तर में सिंक्यांग का स्वायत्त क्षेत्र व तिब्बती स्वायत्त क्षेत्र (दोनों चीन के भाग) से, दक्षिण में हिमाचल प्रदेश व पंजाब राज्यों से, पश्चिम में पाकिस्तान और पश्चिमोत्तर में पाकिस्तान अधिकृत भूभाग से घिरा है। जम्मू-कश्मीर राज्य के पश्चिम मध्य हिस्से के पाकिस्तान अधिकृत क्षेत्र में देवसई पर्वत है। इस राज्य की राजधानी ग्रीष्‍मकाल में श्रीनगर और शीतकाल में जम्मू राजधानी रहती है।
--------   --------   -------  -------
●आज के दिन जन्मे●
◆रानी गाइदिनल्यू◆

पूरा नाम- रानी गाइदिनल्यू
जन्म-26 जनवरी, 1915
जन्म भूमि-मणिपुर, भारत
मृत्यु-17 फ़रवरी, 1993
कर्म भूमि-भारत
पुरस्कार-उपाधि-पद्मभूषण
प्रसिद्धि- स्वतंत्रता सेनानी
नागरिकता- भारतीय
अन्य जानकारी-झाँसी की रानी लक्ष्मीबाई के समान ही वीरतापूर्ण कार्य करने के लिए रानी गाइदिनल्यू को 'नागालैण्ड की रानी लक्ष्मीबाई' कहा जाता है।
------------  -------  ------- -----
● आज के दिन हुए मृत्यु◆

◆माधव श्रीहरि अणे
माधव श्रीहरि अणे (अंग्रेज़ी: Madhav Shrihari Aney, जन्म- 29 अगस्त, 1880 - मृत्यु: 26 जनवरी, 1968) भारत की आज़ादी के लिए संघर्ष करने वाले स्वतंत्रता सेनानियों में से एक थे। इनके पिता एक विद्वान व्यक्ति थे। माधव श्रीहरि अणे लोकमान्य तिलक से अत्यधिक प्रभावित थे। ये कुछ समय तक 'भारतीय राष्ट्रीय कांग्रेस' के सदस्य भी रहे। गाँधी जी के 'नमक सत्याग्रह' के समय इन्होंने भी जेल की सज़ा भोगी। 1943 से 1947 ई. तक ये श्रीलंका में भारत के उच्चायुक्त भी रहे। आज़ादी प्राप्त करने के बाद इन्हें बिहार का राज्यपाल भी बनाया गया था।

◆मानवेन्द्र नाथ राय◆

मानवेन्द्र नाथ राय (जन्म- 21 मार्च, 1887 ई., पश्चिम बंगाल; मृत्यु- 26 जनवरी, 1954 ई.) वर्तमान शताब्दी के भारतीय दार्शनिकों में क्रान्तिकारी विचारक तथा मानवतावाद के प्रबल समर्थक थे। इनका भारतीय दर्शनशास्त्र में भी बहुत महत्त्वपूर्ण स्थान रहा है। मानवेन्द्र नाथ राय ने स्वतंत्रता संग्राम के दौरान क्रांतिकारी संगठनों को विदेशों से धन व हथियारों की तस्करी में सहयोग दिया था। सन 1912 ई. में वे 'हावड़ा षड़यंत्र केस' में गिरफतार भी कर लिये गए थे। इन्होंने भारत में 'कम्युनिस्ट पार्टी' की स्थापना में महत्त्वपूर्ण योगदान दिया था।

Friday, January 22, 2016

● સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ 23 જાન્યુઆરી- દિન વિશેષ-પરિચય●

સુભાષચંદ્ર બોઝ


સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) 
(૨૩ જાન્યુઆરી ૧૮૯૭ – ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.
૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.
નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજન થયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોસ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.
પોતના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.
18 અગસ્ત, 1945ના દિન નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.

● ઉપરનું લખાણ pdf file માં ડાઉનલોડ કરવા -:અહીં ક્લિક કરો

● Original Video of Netaji Subhash Chandra Bose (Bengali)



● Historical Speech of Netaji Subhash Chandra Bose


●Netaji Subhas Chandra Bose: The Forgotten Hero


◆Watch Full Hindi Movie



● कविता  ●

वह खून कहो किस मतलब का जिसमें उबाल का नाम नहीं।

वह खून कहो किस मतलब का आ सके देश के काम नहीं।


वह खून कहो किस मतलब का जिसमें जीवन, न रवानी है!

जो परवश होकर बहता है, वह खून नहीं, पानी है!


उस दिन लोगों ने सही-सही खून की कीमत पहचानी थी।

जिस दिन सुभाष ने बर्मा में मॉंगी उनसे कुरबानी थी।


बोले, “स्वतंत्रता की खातिर बलिदान तुम्हें करना होगा।

तुम बहुत जी चुके जग में, लेकिन आगे मरना होगा।


आज़ादी के चरणें में जो, जयमाल चढ़ाई जाएगी। वह सुनो,

तुम्हारे शीशों के फूलों से गूँथी जाएगी।


आजादी का संग्राम कहीं पैसे पर खेला जाता है?

यह शीश कटाने का सौदा नंगे सर झेला जाता है”


यूँ कहते-कहते वक्ता की आंखों में खून उतर आया!

मुख रक्त-वर्ण हो दमक उठा दमकी उनकी रक्तिम काया!


आजानु-बाहु ऊँची करके, वे बोले, “रक्त मुझे देना।

इसके बदले भारत की आज़ादी तुम मुझसे लेना।”


◆નેતાજી સુભાષચંદ્ર બોઝ એ આઝાદ હિન્દ ફોજ ની રચના કરી હતી, એક દિવસ બધા બેઠા હતા..આખી વાર્તા સાંભળો નીચેના વિડીયોમાં





Saturday, January 16, 2016

26 January Republic Day Celebration Special Post

●બાળનાટકોની સ્પીચ પી.ડી.એફ ફાઇલ

       ◆Download માટે Click Here◆

●26 january◆ ઉજવણી માટેની
આમંત્રણ પત્રિકાનો નમૂનો■
          Click Here.
   
♣સાંસ્કૃતિક કાર્યક્રમ માટે●SANSKRUTIK PROGRAMME USEFULL FOR ALL TEACHER & STUDENT & OUTHER BIG COLLECTION● *અહીં ક્લિક કરો◆


●Desh Bhakti geet Download karo Total - 73 geet◆ અહી ક્લિક કરો


એકપાત્રિય અભિનય-સરદાર પટેલ
  ● Click Here ●

●સ્વચ્છ ભારત....સ્વસ્થ ભારત સ્પીચ

(વકૃત્વ તેમજ નિબંધ સ્પર્ધા માટે)



      >>Speech in hindi<<







Tuesday, January 12, 2016

● વિશ્વ દિકરી દિવસ ◆Vishva Dikari Divas Special must read◆



#_આજે_
(૧ર/૦૧/૨૦૧૬)#_વિશ્વ_દીકરી_દિવસ 

૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો  ચાંપ્યો હતો…તે મારી મા હતી.

૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને  મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી…

તે મારી બહેન હતી.

૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક  સ્ત્રી હતી…મારી શિક્ષીકા.

૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો અને પ્રેમની જરુર હતી, 

ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી.

૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…     તે મારી પુત્રી હતી.

૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…      તે મારી માતૃભૂમિ હશે.

જો તમે એક પુરૂષ હો તો દરેક સ્ત્રીની ઇજ્જત કરો!

જો તમે એક સ્ત્રી હો તો સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવો.

તમારી નાનકડી લાડ્લી દીકરી તમારો હાથ થોડા સમય માટે જ પકડી શક્શે…

પરંતુ તમારું હૈયું આખી જીંદગી ભરેલું રાખશે.



સાભાર —- શ્રી મનસુખલાલ ગાંધી

Sunday, January 10, 2016

◆ આજનો પરિચય-કવિવર પ્રેમાનંદ-મહા આખ્યાનકારશ્રી પ્રેમાનંદ જન્મજયંતિ વિશેષ◆

કવિવર પ્રેમાનંદ

જન્મઃ ઇ.સઃ ૧૬૩૬

વતનઃ વડોદરા

જ્ઞાતિઃ નાદેરં ચતુર્વંશીબ્રાહ્મણ

પિતાઃ કૃષ્ણરામ

દાદાઃ જયદેવભટ્ટ

ગુરુનું નામઃ રામચરણ

પત્નીઃ હરકોરબાઇ

પુત્રઃ જીવરામ અને વલ્લભ ભટ્ટ

વ્યવસાયઃ આખ્યાનના વ્યવસાય અર્થે સુરત અને નંદરબારમાં રહ્યાં .

વિશેષતાઃ સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર

માણભટ્ટના નામથી જાણીતા /કવિ શિરોમણિ

કૃતિઓઃ

મહાભારત પરથીઃ- અભિમન્યુ-આખ્યાન //સુધન્વાખ્યાન // નળાખ્યાન

ભાગવત પરથીઃ- ઓખાહરણ// રુકિમણીહરણ // સુદામા ચરિત્ર//

રામાયણ પરથી – રણયજ્ઞ //

માર્કરડેય પુરાણપરથીઃ– મદાલસાખ્યાન//

હરિવંશ પરથીઃ- ચંદ્રહાસાખ્યાન //

નરસિંહ મહેતાના જીવનપ્રસંગો પરથીઃ- હૂંડી //શ્રાદ્ઘ //શામળશાનો વિવાહ //

આખ્યાનકાવ્યો – કુંવરબાઇનું મામેરું// ચંદ્રહાસાખ્યાન // દાણલીલા // સ્વર્ગની નિસરણી

//વિવેક વણજારો // રણયજ્ઞ //દશમસ્કંધ //ઓખાહરણ // દ્બદશ માસ જેવા વિરહના

મહિના//ભ્રમરપચીશી //વામનકથા //બબ્રુવાહન- આખ્યાન // સંપૂણ ભાગવત //રામાયણ

//સુભદ્રાહરણ//લક્ષ્મણાહરણ //દ્રૌપદીવસ્ત્રાહરણ //ૠષ્યશૃંગાખ્યાન//અષ્ટાવક્રાખ્યાન / /માંધાતા

–  આખ્યાન// સત્યભામારોષ દર્શકા ખ્યાન//પાંચાલીપ્રસન્નાખ્યાન//તપત્યાખ્યાન //

              ●અવસાનઃ      ઇ.સઃ૧૭૩૪


                                             
પછી  શામળિયોજી બોલિયા

પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે,
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે ?

આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે,
હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે ?

અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે,
હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે ?

આપણે સૂતા એક સાથ રે તને સાંભરે રે,
હાજી સુખદુ:ખની કરતા વાત મને કેમ વિસરે રે ?

પાછલી રાતના જાગતા તને સાંભરે રે,
હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે ?

ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે,
હાજી જાચવા કોઈ શ્રેષ્ઠ મને કેમ વિસરે રે ?

કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે,
કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે ?

>>>  દોસ્તો....ઉપરની આખી માહિતી નાનકડી pdf file મા download કરો અને સાચવો હંમેશ માટે..જેથી કરીને આપ આપની સ્કૂલ મા ઉપયોગ કરી શકો.
 Pdf માટે અહીંCLICKK કરો.

Thanks for read it.