● આવતી કાલે SCG ખાતે વર્લ્ડ કપમાં બીજી સેમી ફાઈનલ મેચમાં સહ-યજમાન ઓસ્ટ્રેલિયા અને વિશ્વવિજેતા ભારત વચ્ચે મુકાબલો છે. ઓસ્ટ્રેલિયા ચાર વખત જ્યારે ભારત બે વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. આ બંને બળવાન ટીમના આવતી કાલના મુકાબલા માટે દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ પૂર્વે ભારતીય ટીમને ટેસ્ટ સિરીઝમાં ૨-૦થી પરાજય આપ્યો હતો અને ત્યારબાદ ત્રિકોણી સ્પર્ધામાં પણ ભારત એકેય મેચ જીતી શક્યું નહોતું. પણ ત્યારબાદ વર્લ્ડ કપમાં પહેલી જ મેચથી ભારતના ખેલાડીઓના જોરદાર ઓલરાઉન્ડ દેખાવે સૌને ચકિત કરી દીધા છે. વર્તમાન સ્પર્ધામાં ટીમ ઈન્ડિયા અપરાજિત રહી છે જ્યારે ઓસ્ટ્રેલિયા સહ-યજમાન ન્યૂ ઝીલેન્ડના હાથે લીગ તબક્કામાં હારી ચૂકી છે. રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં છે. જેમ કે, આ ઐતિહાસિક મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ૧૩ વન-ડે મેચોમાંથી ૧૨માં જીત મેળવી છે.◆
■Best of luck team India■
No comments:
Post a Comment