ભારતનું બંધારણ
PART - 1
૧. ઈ.સ.૧૯૪૬ માં શેમાં બંધારણસભાની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
– કેબીનેટ મિશનમાં
૨. ઈ.સ.૧૯૪૬ માં પ્રાંતોની ધારાસભાના સભ્યો દ્વારા બંધારણસભાનાં કેટલા સભ્યોની ચૂંટણી થઈ ?
– ૩૮૯
૩. બંધારણસભાનાં પ્રમુખ કોણ હતાં?
– ડૉ. રાજેન્દ્રપ્રસાદ
૪. બંધારણસભાની પ્રથમ બેઠક કોના પ્રમુખ પદે મળી હતી ?
– સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે
૫. બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
– ૯ ડિસેમ્બર,૧૯૪૬
૬. ડો. રાજેન્દ્રપ્રસાદને ક્યારે બંધારણસભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા ?
– ૧૧ ડિસેમ્બર,૧૯૪૬
૭. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ની રચના ક્યારે કરવામાં આવી ?
– ૨૯ ઓગષ્ટ, ૧૯૪૭
૮. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના અધ્યક્ષ કોણ હતાં ?
– ડૉ. ભીમરાવ (બાબા સાહેબ) આંબેડકર
૯. બંધારણ સમિતિ (બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિ) ના સલાહકાર કોણ હતાં ?
– સર બેનીગાલ નરસિંહરાવ
૧૦. મુસદ્દા સમિતિએ તૈયાર કરેલ ખરડાનું પ્રથમ વાંચન ક્યારે થયું ?
– ૪ નવેમ્બર,૧૯૪૮ ના રોજ
૧૧. બંધારણને ક્યારે મંજૂર થયેલુ જાહેર કરવામાં આવ્યુ ?
– ૨૬ નવેમ્બર,૧૯૪૯
૧૨. બધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો ?
– ૨ વર્ષ,૧૧ મહિના અને ૧૮ દિવસ
૧૩. પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
– ડૉ. રાજેન્દ્રપ્રસાદ
૧૪. ડૉ. રાજેન્દ્રપ્રસાદને પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ક્યારે ચૂંટવામાં આવ્યા ?
– ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ
૧૫. બંધારણનો અમલ ક્યારથી શરુ થયો ?
– ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ
૧૬. ભારતના બંધારણનો પ્રારંભ શેનાથી થાય છે ?
– આમુખથી
૧૭. વિશ્વનું સૌથી વિશાળ બંધારણ કયા દેશનું છે ?
– ભારત
૧૮. બંધારણનો ૪૨ મો સુધારો ક્યારે થયો ?
– ઈ.સ. ૧૯૭૬
૧૯. બંધારણના કયા ભાગમાં મૂળભૂત હકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે ?
– બંધારણના ત્રીજા ભાગમાં
૨૦. બંધારણના ચોથા ભાગમાં શેનો સમાવેશ થાય છે ?
– રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો
૨૧. રાજનીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો કયા બે વિભાગમાં છે ?
– (૧) આંતરિક નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો અને (૨) બાહ્ય નીતિનાં માર્ગદર્શક સિદ્ધાંતો
૨૨. બંધારણની કલમ ૭૯ અનુસાર ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
– રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
૨૩. ખરડો કાયદો ક્યારે બને ?
– સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) કાયદાના ખરડાને પસાર કરે પછી રાષ્ટ્રપતિની સહી થતાં ખરડો કાયદો બને છે.
૨૪. બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ નક્કી કરવામાં આવી છે ?
– કલમ ૮૦ અનુસાર
૨૫. રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા ૨૫૦ માંથી કેટલા સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે ?
– ૧૨ સભ્યો
No comments:
Post a Comment