નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Tuesday, December 15, 2015

અનોખું પ્રાણી ચિત્તા વિશે અવનવી માહિતી

ચિત્તો



ચિત્તો, બિલાડી કુળનું અનોખું પ્રાણી છે,જે ધરતી પરનું સૌથી વધુ ઝડપ ધરાવતું પ્રાણી છે. ચિત્તાની ઝડપ ૧૧૨ થી ૧૨૦ કિમી/કલાક હોય છે. આ ઝડપે તે લગભગ ૪૬૦ મીટર (૧૫૦૦ ફીટ) જેટલું અંતર કાપી શકે છે.તે ફક્ત ૩ સેકન્ડમાં ૦ થી ૧૧૦ કિમી/કલાકનો વેગ પકડી શકે છે,જે વિશ્વની કોઇપણ સુપરકાર કરતાં વધુ છે. ચિત્તો શબ્દ મુળ સંસ્કૃત શબ્દ "ચિત્રક્યઃ" (રંગબેરંગી શરીર) પરથી આવેલ છે.

આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થઇ ગયેલ છે. જો કે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય,જુનાગઢ,ગુજરાતમાં બે જોડી ચિત્તા સિંગાપુર પ્રાણીસંગ્રહાલયમાંથી લવાયેલ છે,જે હવે ત્યાં લોકોને જોવા માટે ખુલ્લા મુકાયેલ છે.



ચિત્તો
સ્થાનિક નામ ચિત્તો,ચિત્તા,શિકારી દિપડો
અંગ્રેજી નામ Cheetah
વૈજ્ઞાનિક નામ Acinonyx jubatus
આયુષ્ય ૧૨ વર્ષ
લંબાઇ ૧૯૦ થી ૨૦૦ સેમી.
ઉંચાઇ ૭૦ થી ૭૫ સેમી.
વજન ૨૫ થી ૬૦ કિગ્રા.
ગર્ભકાળ ૯૧ થી ૯૫ દિવસ,૨ થી ૪ બચ્ચા
પુખ્તતા ૨૦ થી ૨૩ માસ
દેખાવ દિપડા જેવો પણ દિપડા કરતા લાંબા,પાતળા અને મજબુત પગ.નાનું ગોળાકાર માથું,આછા સોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ટપકાં.મોઢાં ઉપર નાકની બન્ને બાજુ કાળા રંગની પટ્ટી.
ખોરાક તૃણાહારી પ્રાણીઓ,પક્ષીઓ વગેરે.
વ્યાપ એક સમયે ગુજરાત સહીત સમગ્ર ભારતમાં જોવા મળતા,હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થઇ ગયેલ છે.
રહેણાંક ઓછી ઉંચાઇ વાળી ટેકરીઓમાં,આછા ઘાસવાળા,આછી ઝાડીવાળા વિસ્તારોમાં જોવા મળતા હતા.ઘાટા વનવાળા વિસ્તારોમાં નહીં.

●નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૫ ના આધારે અપાયેલ છે.