નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, December 28, 2015

Hearttouching little children story in gujrati must read.

એક ચાર વર્ષનો ભાઈ અને,એની છ વર્ષની બહેન બંને ભાઇ બહેન,બજાર મા ફરવા નીકળ્યા છે. નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે..બહેન આવે છે કે નહીં..!!રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે..ભાઈ નજીક આવી ને પૂછે છે..કેમ તારે કાંઇ લેવુ છે..??
બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી,બહેન ખુબ જ ખુશ થઇ કાઉન્ટર પર બેઠેલો વેપારી..આ ભાઈ બહેન ને બહાર થી જોતો હતો અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતો હતો..!! કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો આ ઢીંગલી નુ શું છે..? જીવતર ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું તમારી પાસે શું છે..? બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા પેલા વેપારીએ એજ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી..અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા.. બાળકે કહ્યું..કેમ ઓછા છે..? વેપારી કહે ના આમાંથી તો વધશે..!! વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં...!! પણ એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી..?? વેપારી એ કહ્યું ભાઈ આપણે મન આ છીપલા છે..એને મન તો એની સંપતિ છે..!! અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા..ત્યારે એ આ ઘટના એને યાદ આવશે અને એ પણ આવી જ રીતે કોઈની મદદ કરશે
અને આજ જો મે એને ઢીંગલી ના આપી હોત તો એ વિદ્રોહ ની આગ લઈ ને ઉઠત...કે
જલા દો ઈસે ફુંક ડાલો યે દુનિયા...!!
તુમ્હારી હૈ તુમ્હી..સંભાલો યે દુનિયા....!!!
(પરમ આદરણીય સાહેબ, શાહબુદ્દીન રાઠોડ ના વક્તવ્યોમાંથી.