નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Friday, December 11, 2015

કમ્પ્યુટરમાં Word, Excel અને PPT ફાઈલને PDF કેમ બનાવશો ?

નમસ્કાર...મિત્રો.....◇

→ઘણીવાર આપણે WORD, EXCEL અને PPT ફાઈલ PDF માં બદલાવાની જરૂર પડે છે. તમારા ડોક્યુમેન્ટને PDF બનાવતા તે સરળતાથી EDIT થઈ શકતી નથી.

→પણ તેના માટે કોઈ અલગ સોફ્ટવેરની જરૂર નથી. તમે સીધા MS OFFICE માંથી જ PDF બનાવી શકો. હા તમારા MS OFFICE માંથી જ!!! પણ આ માત્ર MS OFFICE 2007 અને પછીના વર્ઝન માટે જ ઉપયોગી છે. એટલે કે MS OFFICE 2003 હોય તેને ઉપયોગી નથી.

→તેના માટે તમારે MS OFFICE નું 900 kbનું એક Add in ડાઉનલોડ કરવુ પડશે. Add in એટલે એક નાની Setup File જે PDF તરીકે ફાઈલને Save કરવા દેશે.

→આ Add in ડાઉનલોડ કરવા :-
અહીં ક્લિક કરો

→ હવે તે ડાઉનલોડ થયા પછી તેના પર ડબલ ક્લિક કરી તમારા કમ્પ્યુટરમાં તેને Install કરો. થોડીવારના અંતે Install થઈ જશે.

→ હવે કોઇપણ WORD, EXCEL કે PPT ની ફાઈલ ખોલો અથવા બનાવો. પછી તેમાં ઉપર File માં Save as માં જતા PDF આવશે.(જુઓ નીચેનો ફોટો). તેમાં ક્લિક કરતા ફાઈલ PDF બની જશે. આમ કોઇપણ ફાઈલ PDF બનાવી શકશો.

→નોંધ :- ફાઈલને PDF બનાવતા પહેલા Print Preview માં જઈને Page ને સરખુ સેટ કરવું.
(સાભાર શ્રી વિશાલ ગોસ્વામી સર.)

No comments: