નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Wednesday, January 13, 2016

▶ ડાયનોસોરની જુદી-જુદી પ્રજાતિઓની રોચક માહિતી ◆




ડાયનોસોર એટલે જમીન પર ચાલતાં ચાર પગવાળાં વિશાળકાય જાનવરો, પરંતુ સ્થળચર ડાયનોસોરના અશ્મિઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનીઓએ અનુમાન કર્યું હતું કે એક કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર ચાર પાંખોવાળાં ડાયનોસોર હતાં તેને થિરોપોન્ડ કહેવામાં આવે છે. આ ડાયનોસોર આકાશમાં બહુ ઊડી શકતાં નહોતાં, પરંતુ એક ઝાડ પરથી બીજા ઝાડ પર જવા માટે પાંખોનો ઉપયોગ કરતાં. ડાયનોસોરની જુદી-જુદી પ્રજાતિઓની થોડી વિગત જાણીએ.



ડિપ્લોડોક્સ : આ ડાયનોસોરની લંબાઈ લગભગ ૯૦ ફૂટ હતી. તે શાકાહારી હતાં. તેમનો બાંધો ઊંચો હતો. જેને લીધે ઊંચી વનરાજી સુધી તે પોતાનું મોં પહોંચાડી શકતાં. તેની પૂંછડી અને ડોક ખૂબ જ મોટી અને પાતળી હતી, પરંતુ તેનું માથું મરઘીનાં ઈંડાં જેટલું જ હતું. પોતાના ભારે વજનને ટેકો મળે તે માટે તેઓ પાણીમાં અને કીચડમાં રહેતાં.
બ્રાક્યોસોર્સ : આ ડાયનોસોરનું વજન સૌથી વધારે એટલે કે આશરે પચાસ ટન અંદાજવામાં આવ્યું છે. તે પાણીમાં કે કીચડમાં રહેતાં હતાં.
ટાઇરેનોસોર્સ : ટાઇરેનોસોર્સ ડાયનોસોરની લંબાઈ પંદર મીટર અને ઊંચાઈ વીસ ફૂટ હતી. તેના મોઢામાં છ ઇંચ લાંબા અણીદાર દાંત હતા. ટાઇરેનોસોર્સ પોતાના પાછલા પગ પર ચાલતા અને શિકાર માટે પણ તેનો જ ઉપયોગ કરતાં હતાં.
સ્ટેગોનોસોર્સ : સ્ટેગોનોસોર્સ શાકાહારી હતાં. તેમની ગરદન ઉપરથી પીઠ સુધી કઠણ કવચ હતું. પૂંછડી પર લાંબાં ભાલા જેવાં હાડકાં હતાં જે તેમને સ્વરક્ષણમાં મદદરૂપ હતાં. આ ડાયનોસોર દોડીને ભાગી શકતા નહોતા.
ઇગ્વેનોડોન : આ પ્રકારના ડાયનોસોરની પૂંછડી બહુ જ મોટી અને અંગૂઠાઓ અણીદાર હતા.
સ્ટાયરેકોસોર્સ : આ ડાયનોસોરને ગરદનની આસપાસ હાડકાંની ઝાલર હતી.
મૂષક ડાયનોસોર્સ : આવા ડાયનોસોરના પગ નાના હતા. તેમની ઊંચાઈ ૨૦ સેમી. હતી જે સૌથી ઓછી ઊંચાઈનાં ડાયનોસોર હતાં. તેમનો ખોરાક માંસ હતો.
વેલોકિરાટર : તેના દાંત અને નહોર ખૂબ અણીદાર હતા. તે ખૂબ ઝડપથી દોડી શકતું.
ઓર્નિથોમિમસ : તેઓ ઉત્તર-પશ્ચિમ અમેરિકામાં જોવા મળતાં. તેમને દાંત ન હતાં. તેમનાં મોઢાં પક્ષીની ચાંચ જેવાં હતાં.

ભારતનું સૌથી મોટું ડાયનોસોર્સ દક્ષિણ ધ્રુવનું ૫૫ ટનનું હતું. મધ્ય એશિયાના ગોબીના રણમાં તથા ગુજરાતમાં તેના જીવાશ્મિ મળ્યા છે. ડાયનોસોર્સના હાથના પંજામાં અણીદાર, લાંબા નહોર જોવા મળતા. બધાં જ ડાયનોસોર્સના પંજાની આંગળીઓમાં નહોર જોવા મળતા. તેના નહોર ઝડપથી હળવો પ્રહાર કરવામાં ધારદાર ચપ્પા જેવી મદદ કરતા, જેનાથી તેને શિકાર કરવો સરળ બનતો. આજની ગરોળીની જેમ ડાયનોસોર્સ તેમની આસપાસની દુનિયાને જોઈ, સાંભળી શકતાં હતાં.
આ મોટાં પ્રાણીઓ દસ કરોડ વર્ષ સુધી ટકી ગયાં. પૃથ્વીનો કાદવકીચડવાળો ભાગ સુકાઈ ગયો. પૃથ્વીનું હવામાન બદલાયું. પહાડો ઊપસી આવ્યા. ઝાડ-છોડ નાશ પામ્યાં. આ ડાયનોસોર્સ તેમનો મોટાભાગનો સમય પાણીમાં અને કીચડમાં વિતાવતાં હતાં. તેમને આ પહાડો અને સૂકું વાતાવરણ અનુકૂળ ન આવ્યું અને તેઓ નાશ પામ્યાં.