નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Tuesday, January 26, 2016

● અહીં લગ્નમાટે નથી મળતી છોકરીઓ, બની ગયુ છે કુંવારાઓનું ગામ

સૌજન્ય:-દિવ્ય ભાસ્કર
ભોપાલ: દેશને આઝાદ થયે 65 વર્ષ થઈ ગયા છે પરંતુ ભોપાલ પાસે આવેલા આ ગામની સ્થિતિ કઈક અલગ જ છે. કોઈ છોકરી આ ગામમાં લગ્ન કરવા તૈયાર નથી. જો કોઈની સગાઈ થઈ પણ જાય તો તે તૂટી જાય છે.

ક્યાં છે આ ગામ...

- આ ગામ ઉમરબાડી, ભોપાલ જિલ્લાના બૈરસિયા વિધાનસભા વિસ્તારમાં આવેલુ છે.
- અહીં ઘણાં યુવકો લગ્નની ઉમર પણ વટાવી ગયા છે.
- અહીંના યુવાનોને કોઈ તેમની દીકરી આપવા માટે તૈયાર નથી.
- કોઈ એક-બે છોકરાની સગાઈ થઈ પણ જાય તો તે પછી તૂટી જાય છે.

કયા કારણથી કોઈ અહીં નથી આપતુ છોકરી

- વીજળી ન હોવાના કારણે ત્રીજી પેઢીને પણ અંધારામાં પસાર થવુ પડે તેવી સ્થિતિ છે.
- અહીં પ્રાઈમરી સ્કુલ છે તેમાં પણ બાળકો ફાનસ અને મિણબત્તીના અજવાળામાં જ ભણે છે.
- જો કોઈ બીમાર પડી જાય તો તેને પણ ખાટલામાં સુવડાવીને બે કિલોમીટર સુધી ચાલીને મુખ્ય રોડ પર લઈ ગયા પછી જ હોસ્પિટલ પહોંચાડી શકાય છે.
- છોકરીઓની એક સમસ્યા એવી પણ છે કે વીજળી વગર ટીવી કેવી રીતે જુએ?

આવવા-જવામાં બહુ સમય થાય છે

ગામવાળાની છેલ્લી ત્રણ પેઢીથી એક જ માગણી છે. રસ્તો અને વીજળી. પરંતુ તે હજુ પણ પૂરી નતી થઈ. 70 વર્ષના મોહર સિંહનું કહેવું છે કે, અમારી ત્રણ પેઢીએ ગામમાં વીજળી નથી જોઈ. હવે ચોથી પેઢી પણ જોઈ શકશે કે નહીં તે વિશે પણ શંકા છે.

આંખો ખરાબ થઈ રહી છે

નવમાં ધોરણમાં ભણતાં મનોજ અને પ્રશાંતનું કહેવું છે કે, સ્કૂલ ચાર કિલોમીટર દૂર આવી છે. તેથી ત્યાં જવા-આવવામાં પણ ખૂબ મુશ્કેલી થાય છે. રાત્રે ઘરે વીજળી ન હોવાના કારણે પાનસ અને મીણબત્તીના પ્રકાશમાં ભણવુ પડે છે. તેના કારણે અમારી આંખો પણ ખરાબ થાય છે.

No comments: