નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Friday, January 29, 2016

● માઉસની પાંખે કરો વિશ્વનો પ્રવાસ ◆by world of science-chandan rathod sir.

◆મિત્રો કલ્પના કરો કે તમે તમારી શાળાના વર્ગખંડ માં બેઠા છો અને ત્યાંથી તમે અચાનક એફિલ ટાવર નજીક પહોંચી ગયા અને તેને ભરપુર માણ્યાં બાદ તમે હિમાલયના ઊંચા શિખરો પર તમારા પ્રાઈવેટ પ્લેન માં બેસી પ્રવાસ કરી રહ્યા છો અને થોડા સમય માં તમે પ્લેન નીચે ઉતારી સમુદ્ર માં ઊંડે ડૂબકી લગાવી જ્યાં ટાઈટેનિક ડૂબેલ છે ત્યાં પહોંચો છો અને તેના વેર વિખેર ભંગાર ને નજીક થી જોયા બાદ ત્યાંથી જામનગર ના પરવાળાના ટાપુ પર આવી જાવ છો.અચાનક તમે ચંદ્ર પર પહોંચી ત્યાં એપોલો યાન અને અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ જોવ છો અને ત્યાંથી તમે તરત છલાંગ મારી મંગળ ગ્રહ પર પહોંચો છો અને આ ગ્રહ પર મુક્ત મને તમે ફરી રહ્યા છો........બસ....આટલું વાંચ્યા પછી તમને જરૂર લાગશે કે હું કૈક અતિશયોક્તિ ભરી વાતો કરી રહ્યો છું...પણ એવું નથી.આ બધું જ આજની ટેકનોલોજી થી એકદમ શક્ય છે.
હવે વિચાર કરો કે ઉપર વર્ણવેલ પ્રવાસ તમે તમારી શાળાના વિદ્યાર્થીઓ સાથે કરી રહ્યા છો તો વાત કૈક વધુ રોમાંચક બની જાય.આવો પ્રવાસ તમે શાળાના વર્ગખંડ માં વિદ્યાર્થી સાથે બેસી ને આરામ થી કરી શકો છો.અહી આજના આ લેખમાં હું આ પ્રવાસ વિષે ખુબ જ ઊંડાણ પૂર્વક વાત કરવાનો છું.તો તૈયાર થઇ જાઓ એક અલૌકિક અને અદભુત પ્રવાસ ની મોજ માણવા માટે

● वधु माहिती माटे अही क्लिक करो●

.....   ......   ......   ......  .......

No comments: