નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Tuesday, February 16, 2016

◆માતૃભાષા દિન વિશેષ◆માતૃભાષાનું ગૌરવ જાળવીએ.

◆માતૃભાષા દિન વિશેષ◆
માતૃભાષાનું ગૌરવ જાળવીએ.




● માતૃભાષા મહત્વ
ગુજરાતી માધ્યમ શા માટે?જુઓ વિડીયો.

   

● રાધા મહેતાનો માતૃભાષા વાર્તાલાપ વિડીયો.



   
● Matrubhasha Aatma Vacha
- ચિંતન બુચ

એક વખત અકબર રાજાના દરબારમાં વિદ્વાનનું આગમન થયું. આ વિદ્વાન વિવિધ ભાષામાં બોલવા લાગ્યો અને છેલ્લે અકબર રાજાને કહ્યું કે 'મેં સાંભળ્યું છે કે તારી પાસે ચાતુર્યના પર્યાય એવા  મંત્રી છે. મારી માતૃભાષા કઇ છે તે ઓળખી બતાવો. બિરબલે આંખના ઇશારા દ્વારા અકબરને નચિંત રહેવા કહ્યું. મોડી રાત્રે અકબરને સાથે લઇને. બિરબલે ઘસઘસાટ ઊંઘી રહેલા વિદ્વાન પર  અત્યંત ઠંડું પાણી નાખ્યું અને જેની સાથે જ તે પોતાની માતૃભાષામાં સ્વસ્તિવચનો ઉચ્ચારવા લાગ્યો. બિરબલે તુરંત જ અકબરને કહ્યું, 'મહારાજ, કોઇ પણ વ્યક્તિ રોષે ભરાય કે ડરી જાય ત્યારે તેેને સૌપ્રથમ પોતાની માતૃભાષા જ યાદ આવે છે.'
૨૧ ફેબુ્રઆરીએ 'વિશ્વ માતૃભાષા દિવસ' છે. પરંતુ જાણીને નવાઇ લાગશે કે આઠમી-નવમી સદીમાં ગુજરાતી ભાષાનું નિર્માણ પશ્ચિમ તરફની પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશમાંથી થયું છે. જેમાં ફારસી, અંગ્રેજી, સંસ્કૃત, અરેબિક જેવી અનેક શબ્દોને પણ સ્વિકારવામાં આવ્યા છે. 'વાત કરી છે' આ વાક્યમાં એકપણ મૂળભૂત ગુજરાતી શબ્દ નથી તેમ કહેવામાં આવે તો નવાઇ લાગે એ સ્વાભાવિક છે. પરંતુ 'વાત'  એ ફારસી, 'કરી' એ સંસ્કૃતના કૃત પરનો અને 'છે' શબ્દ  પ્રાકૃત ભાષામાં સ્વિકારેલું ક્રિયાપદ છે. ગુજરાતીએ  'ખમીસ' અરેબિક, 'બટાકા' પોર્ટુગિઝ અને 'રફૂ' ફ્રેન્ચમાંથી ખુલ્લા દિલે સ્વિકારેલા શબ્દો છે.
વિશ્વભરમાં હાલ ૬૯૧૨ ભાષા છે, જેમાંથી અડધોઅડધ ભાષા 'વેન્ટિલેટર' પર છે.   ભારતમાં જ કુલ ૯૦૦ ભાષા/બોલી છે, જેમાંથી ઘણાના અસ્તિત્વ સામે ધીરે-ધીરે  પ્રશ્નાર્થ સર્જાવવા લાગ્યો છે. ગુજરાતી ભાષાની બોલીના મુખ્ય બે ભાગ છે. કોમ/સમુદાયની બોલી અને પ્રાદેશિક બોલી. મુખ્ય પ્રાદેશિક બોલીમાં સુરતી, ચરોતરી, ઉતર ગુજરાતની પટણી, ઝાલાવાડી, ગોહિલવાડી, સોરઠી, હાલારી, કચ્છીનો સમાવેશ થાય છે. આ મુખ્ય બોલીઓમાં પણ પ્રદેશ બદલાય તેમ ઉચ્ચાર-કહેવતો-શબ્દપ્રયોગો બદલાતા રહે છે. કોમ કે સમુદાયમાં પારસી, વહોરા અને વિવિધ પ્રદેશોમાં વસતા  મુસ્લિમોથી માંડીને જુદા-જુદા પ્રદેશના બ્રાહ્મણો અને આદિવાસીઓમાં પણ ભરપૂર બોલી વૈવિધ્ય જોવા મળે છે. આપણા રાજ્યમાં કુલ મળીને ૫૫ ભાષા/બોલી છે. જેવી રીતે ગુજરાતી ભાષા પર અંગ્રજી ભાષાનું જોખમ છે, એમ ગુજરાતની અનેક  બોલીઓ પર 'ગુજરાતી' નું જ જોખમ છે. શાળાઓમાં ફરજિયાત શુદ્ધ ગુજરાતી શિખવાડવામાં આવતું હોવાને લીધે રાઠવી, ચૌધરી, ડાંગી, દેહવાલી, ભિલ્લી જેવી અનેક આદિવાસી ભાષા/બોલી પર જોખમ આવી ગયું છે. ગુજરાતમાં વસતી સિદ્દી પ્રજામાં જ સિદ્દી ભાષા બોલવાનું પ્રમાણ નહિવત્ત છે. ગુજરાતી ભાષાને પોતાનું એકપણ મહાકાવ્ય નથી. પરંતુ ગુજરાતની આદિવાસી ભાષા ડોંગરી ભિલ્લી અને ગરાસિયા ભાષા પાસે પોતાના પાંચ મહાકાવ્ય છે. જોકે, માતૃભાષા કરતા માતૃબોલીમાં વધારે પોતિકુંપણું લાગે-ફક્ત ગુસ્સો જ નહીં તમામ લાગણી વ્યક્ત કરવામાં.
 હવે વૈશ્વિક ફલક પર જઇએ તો છેલ્લા ત્રણ વર્ષથી  ટોમી જ્યોર્જ પોતાની માતૃભાષા કુકુ થાયપેન બોલી શકતા નથી. કેમકે આ ભાષા જાણતા તેમના ભાઇના મૃત્યુ બાદ ટોમી સાથે કુકુ થાયપેનમાં વાત કરે તેવું કોઇ જ હયાત નથી. હવે જ્યોર્જના મૃત્યુ બાદ આ ભાષા પણ પરલોક સિધાવશે. આવી જ સ્થિતિ મેક્સિકોના ટેબેસ્કો રાજ્યના એયપા ગામની છે. આ ગામની એઇપેન્કો ભાષા ૭૫ વર્ષીય મેન્યુઅલ સેગોવિયા, ૬૯ વર્ષીય વેલાસક્વેઝ  એમ માત્ર બે જ વ્યક્તિ જાણે છે. પરંતુ તેમના વચ્ચે '૩૬' નો આંકડો  હોવાથી તેઓ એકબીજા સાથે વાત જ કરતા નથી. આપણે ત્યાં આંદમાનમાં બો અને જેરુ ભાષા હવે ઈતિહાસ બની ગઇ છે. કહેવાય છે ને કે પ્રત્યેક ભાષા સાથે સંસ્કૃતિ જોડાયેલી હોય છે ભાષા લુપ્ત થાય તો સંસ્કૃતિ પણ લુપ્ત થઇ જ જાય છે.