નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, March 07, 2016

◆ ॐ ● મહાશિવરાત્રિ -શિવસ્યે પ્રિયારાત્રિ●ॐ◆ મહાશિવરાત્રી મહિમા.



●ઉપરનો વિડીયો ડાઉનલોડ કરવા 

મહાશિવરાત્રી મહિમા
ૐકારં બીન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિન: ।
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમ: ।।
મહા માસની વદ તેરસ એટલે મહાશિવરાત્રી. શિવપુરાણમાં પારધીની જાણીતી કથામાં શિવરાત્રીનું માહાત્મ્ય ગાવામાં આવ્યું છે જે સહુ કોઈ જાણે છે. વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ધર્મગ્રંથોમાં શિવજીનો મહિમા ગવાયો છે. પ્રભુશ્રી રામના આરાધ્ય દેવ સદાશીવ જ હતા. વાયુ પુરાણમાં શંકર ભગવાનનાં આઠ મુખ્ય નામની માહિતી આપવામાં આવી છે. મહાદેવની સ્તુતિ, વંદના, અર્ચના હમેશાં ફળદાયી હોય છે. 'નમો દૈવ્યે મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમ:'માં પણ શિવજીને વંદન  કરવામાં આવ્યાં છે. મહાદેવને પ્રસન્ન કરવા અનેક સ્તુતિઓ, સ્તોત્રો ગવાય છે.
શિવપંચાકાર સ્તોત્ર, બીલ્વાષ્ટક સ્તોત્ર, શિવમહિમ્નં આદિનો સમાવેશ થાય છે. ઉમાપતિ જગતના કારણરૃપ છે. સર્પોનું આભુષણ તથા વ્યાઘ્રચર્મ ધારણ કરે છે. પ્રાણીમાત્રના સ્વામી છે તથા વરદાન આપનાર કલ્યાણકારી છે.
મહાદેવ ભોળા છે. મહાદેવની પુજા થકી ભક્ત ધન્યતા અનુભવે છે. જીવન સાફલ્યનો મહામંત્ર ૐ નમ: શિવાય અને મૃત્યુંજય મંત્ર છે. 'ૐ તન્મે નમ: શિવ સંકલ્પમસ્તુ' સાચું જ કહેવાયું છે. શિવકૃપાથી ભય નાશ પામે છે. ભારતીય સંસ્કૃતિનું એક અદ્ભુત પ્રદાન અષ્ટાધ્યાયી રૃદ્રી છે. શિવજીને પ્રસન્ન કરવા રૃદ્રી, રૃદ્રાષ્ટક પાઠ અને પંચામૃત તથા દૂધ મિશ્રિત જળનો અભિષેક મહત્વનો મનાય છે. કાળા તલ, આંબળાં, ધતુરાનું ફૂલ પણ શિવને અર્પણ કરવામાં આવે છે. શિવરાત્રીએ મધ્યરાત્રીની પુજા ખાસ ફળદાયી છે.
શિવ પરિવાર પણ અદભુત છે. સંગમાં ગિરિજા છે. ગણેશજી તથા કાર્તિક સ્વામી બે પુત્રો છે. નંદી અને કાચબાનું સ્થાન શિવજીનાં લીંગની સામે જ નિશ્ચિત છે. હિમાલયમાં કૈલાસમાં વસે છે. શિવજીની આરતી કપુરથી કરવાનો રિવાજ છે. આ માટેનો શ્લોક છે. કર્પુર ગૌરં કરૃણાવતારં સંસાર સારં ભુજગેન્દ્ર હારમ્ । સદા વસન્તં હૃદયારવિન્દે, ભવં ભવાની સહિતં નમામિ । શિવજીનાં ગળે રૃદ્રાક્ષની માળા છે. ગળામાં વિષ ધારણ કરે છે. ત્રિશુલ અને ત્રિનેત્ર ધારણ કરે છે. ડમરૃ તેમનું પ્રિય વાદ્ય છે. તાંડવ તેમનું ખાસ નૃત્ય છે.
શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે જે સદીઓથી દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. શિવ એ જ્ઞાાન સ્વરૃપ છે, તો શક્તિ એ ક્રિયા સ્વરૃપ છે. એકમાં જો એ મૂળ તત્વ છે, તો બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એક બીજ છે, તો બીજું, ધારણ કરનાર ધારક છે.
મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ.
મહાશિવરાત્રિની મધ્યરાત્રિ નિરાકાર ગણાતા શિવજીે આકારરૃપ ધારણ કરી, જીવને મેળવી પૃથ્વી પર પધરામણી કરી. એટલે જ તો શિવરાત્રિ એ જીવ અને શિવનાં મિલનનું પ્રતિક ગણાયું છે.
મહામાસની કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રિ મહાશિવરાત્રિ કહેવાયી છે. જે ભગવાન શિવજીને ખૂબજ પ્રિય છે. જેનો શિવતત્વ સાથે પણ ગાઢ સબંધ છે.
શિવ અને શક્તિએ વિશ્વનાં એવા સનાતન યુગલ છે કે જે સદીઓથી દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલા છે. શિવ એ જ્ઞાન સ્વરૃપ છે, તો શક્તિ એ ક્રિયા સ્વરૃપ છે. એકમાં જો એ મૂળ તત્વ છે, તો બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એક બીજ છે, તો બીજું, ધારણ કરનાર ધારક છે. માનવ સંસ્કૃતિનાં બે અલગ જીવ, પુરૃષ અને સ્ત્રી! જેનાં સર્વોચ્ચ સ્વરૃપ શિવ અને શક્તિ ગણાયા. એકબીજાનાં પુરક છતાં એક બીજા વગર કેટલાં અધુરા?
ભગવાન શિવજીનાં અગણિત રૃપો છે. તેનું અનાદિ અને નિરાકાર રૃપ એટલે શિવલિંગ. શિવજીનાં પ્રાકટય સમય રાત્રિનો છે, જે મહાશિવરાત્રિ કહેવાયી. આ પર્વ પરમાત્મામાં થયેલા શિવનાં દિવ્ય અવતારનું મંગળ પ્રમાણ છે. ત્યારે તેઓ નિરાકાર (લિંગ) રૃપમાં પ્રકટ થયા.
પાર્વતીજીની જિજ્ઞાાસા પર ભગવાન શિવજીએ જણાવ્યું કે મહાશિવરાત્રિએ જેઓ ઉપવાસનું વ્રત રાખે છે, એ રાત્રિનાં ચાર પ્રહર જાગરણ કરે છે. જેઓ મંદિરમાં શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવી, તેનું ચંદન, પુષ્પથી પુજન કરે છે તેનાં પર હું ખૂબ પ્રસન્ન થાઉં છું.
શિવજી ભગવાનનાં નિર્ગુણ અને નિરાકાર સ્વરૃપ જાણવા ભાવિકોએ શ્વેતાશ્વેતર ઉપનિષદનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. જેમાં શ્લોક ૩/૨૦માં શિવજીનાં અતિસૂક્ષ્મથી લઈને મહાનતમ સ્વરૃપનું રસદર્શન કરાવતાં ઋષિ કહે છે,
'શિવજી અણુથી પણ સૂક્ષ્મ અને પર્વતથી પણ વધારે મહાન છે, તેઓ દરેક જીવની હૃદય ગૂહામાં વાસ કરે છે.'
વેદોમાં પણ શિવજીની રૃદ્ર તરીકે અનેકવાર સ્તુતિ કરવામાં આવી છે. યજુર્વેદમાં તો અષ્ટાધ્યાયી રૃદ્રી જ છે. જેમાં જણાવ્યું છે કે શિવજી ભગવાન માટીનાં કણથી માંડી, આકાશમય મેઘરાજા સુધી વ્યાપ્ત તેની વિભૂતિનાં દર્શન માત્રથી સમગ્ર વિશ્વ એક દિવ્ય તાંતણે બંધાયેલું હોય તેવું લાગે છે.
'સર્વમ શિવમય્મ જગત!'
એવા ભોળાનાથ શિવશંભુને જગદ્ ગુરૃ શંકરાચાર્ય વંદન કરતાં કહે છે,
'પ્રભુ પ્રાણનાથં પ્રભુ વિશ્વનાથં,
જગન્નાથં સદાનંદ ભાજં,
ભવેદભવ્ય ભૂતેશ્વર ભૂતનાથ,
શિવશંકરં શંભુમિશાનમિડે'