* પુખ્ત વયના માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે.
* મગજમાં અબજો જ્ઞાનકોશો હોય છે. ઉંમર વધે તેમ થોડાં થોડાં જ્ઞાનકોશો નાશ નાશ પામે છે. મગજમાં નવા જ્ઞાનકોશોને બનતા નથી.
* મગજનો ૬૦ ટકા સફેદ ભાગ વિચારવાનું અને ૪૦ ટકા ભૂખરો ભાગ સંદેશા વ્યવહારનું કામ કરે છે.
* શરીરને મળતા ઓક્સિજનનો ૨૦ ટકા ભાગ મગજ વાપરે છે.
* મગજના જ્ઞાનકોશો વચ્ચે સંદેશાની આપ-લે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે.
* મગજમાં પીડાના સંવેદનકોષો હોતા નથી એટલે મગજમાં દુ:ખાવો થતો નથી.
* મગજ ૭૫ ટકા પાણીનું બનેલું હોય છે. શરીરમાં સૌથી વધુ ચરબી પણ મગજમાં રહે છે.
* મગજના કોશો વચ્ચે સંદેશાનું વહન સેકંડના ૦.૫ મીટરથી માંડીને ૧૨૦ મીટરની ઝડપે થાય છે.
* જાગૃત અવસ્થામાં મગજમાં સંદેશા વ્યવહાર માટે ૧૦થી ૨૩ વોટનો વીજપ્રવાહ વહે છે.
* માણસના મગજમાં નિઓકોર્ટેક્ષ નામનો ભાગ વધુ મોટો હોવાથી મનુષ્ય વિવિધ ભાષાઓનું જ્ઞાાન મેળવી શકે છે.
* ઊંઘ એ મગજને આરામ આપવાનો એકમાત્ર ઉપાય છે.
* હાર્વર્ડ યુનિવર્સિટીમાં બ્રઇન બેન્ક છે જેમાં લગભગ ૭૦૦૦ માનવ મગજ સંશોધનો માટે સંગ્રહાયેલા છે.
* આલ્બર્ટ આઇન્સ્ટાઇન, વ્લાદીમીર લેનિન, જાઝ સંગીતકાર કેથ જેરટ જેવી જાણીતી હસ્તીઓના મગજનો અભ્યાસ થઈ ચૂક્યો છે.
No comments:
Post a Comment