પીએમ મોદીના માતા હીરાબેન જૂની નોટ બદલવા માટે બેન્ક પહોંચ્યા
- સિનિયર સિટીઝનની લાઇનમાં ઉભા રહીને 4500 રૂપિયા એક્સચેન્જ કરાવ્યા
તા. 15 નવેમ્બર મંગળવાર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મંગળવારે પોતે જમા કરેલી જૂની નોટ બદલાવવા માટે બેન્ક પહોંચ્યા હતા. ગાંધીનગરના ઓરિયેન્ટલ બેન્ક ઑફ કૉમર્સમાં પીએમની માતાએ 4500 રૂપિયા સુધીની રકમ એક્સચેન્જ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે રૂપિયા 500 અને રૂપિયા 1000ની નોટ બંધ કર્યા બાદ સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચામાં છે. વિરોધી પક્ષો કેન્દ્ર પર સામાન્ય નાગરિકોને પડી રહેલી મૂશ્કેલીઓના બહાને હુમલો કરી રહ્યા છે, ત્યારે બેન્ક આગળ લાંબી લાઇનમાં ઉભા લોકો વ્યવસ્થાની ફરિયાદ કરી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં વડાપ્રધાનની માતાનું બેન્ક જઇને નોટ બદલવી તે એક સંદેશ છે કે તમામ લોકોએ સરકારના આ નિર્ણયનું સમર્થન કરવુ જોઇએ. હીરાબેનની સાથે તેમના દિકરા પંકજ મોદી પણ હતા. બેન્ક આવીને હીરાબેન વરિષ્ઠ નાગરિકોની લાઇનમાં ઉભા હતા અને પોતાનો વારો આવ્યા પછી તેમણે પૈસા બદલાવ્યા હતા. જે એ વાતની સાબિતી છે કે હીરાબેન તેમના દિકરાના બધા નિર્ણયમાં તેમની સાથે છે.
સૌજન્યઃ ગુજરાત સમાચાર.
No comments:
Post a Comment