નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, December 31, 2016

● ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મોદીએ મોબાઇલ એપ ભીમ લોન્ચ કરી છે. જાણો BHIM વિશે સંપૂર્ણ માહિતી ●

BHIM એપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

નવી દિલ્હી. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નરેન્દ્ર મીદીએ શુક્રવારે મોબાઇલ એપ ભીમ લોન્ચ કરી છે. BHIM એપનું પૂરું નામ 'ભારત ઈન્ટરફેસ ફોર મની' છે. આ UPI બેસ્ટ પેમેન્ટ સિસ્ટમ પર કામ કરશે. તેના માટે લોકો ડિજિટલ રીતે પૈસા મોકલી અને મેળવી શકશે. ખાસ વાત એ છે કે આ એપ ઈન્ટરનેટ વગર પણ કામ કરશે. જેમાં યૂઝર્સને બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ જેવી લાંબી વિગતો રજૂ કરવાની જરૂર નહીં રહે.

એપને કેવી રીતે કરાય છે ઓપરેટ?

- કોઈપણ ફોનથી USSD કોડ *99# ડાયલ કરીને આ એપને ઓપરેટ કરી શકાય છે. તે ઈન્ટરનેટ વગર પણ કામ કરશે.
- ભીમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ડેવલપ કરી છે.
- આ પૈસા મોકલવા માટે તમારે માત્ર એકવાર પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર રજિસ્ટર કરાવવાનો રહેશે અને એક UPI પિનકોડ જનરેટ કરવો પડશે.
- ત્યારબાદ તમારો મોબાઈલ નંબર પણ પેમેન્ટ એડ્રેસ હશે. દરેક વખતે એકાઉન્ટ નંબર નાખવાની જરૂર નહીં રહે.
- હાલમાં આ એપ હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરશે. ટૂંક સમયમાં જ ક્ષેત્રીય ભાષાઓને પણ તેમાં સામેલ કરવામાં આવશે.


શું-શું કરી શકે છે આ એપ?

ચેક બેલેન્સ - તમારા બેન્ક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશો.
કસ્ટમ પેમેન્ટ એડ્રેસ - તમે તમારા ફોન નંબરની સાથે કસ્ટમ પેમેન્ટ એડ્રેસને પણ એડ કરી શકો છો.
QR કોડ - QR કોડ સ્કેન કરીને પણ તમે કોઈને પેમેન્ટ મોકલી શકો છો. તેના માટે તમારે માત્ર મર્ચન્ટનો QR કોડ સ્કેન કરવાનો રહેશે.
ટ્રાન્ઝેક્શન લિમિટ - 24 કલાકમાં મિનિમમ 10,000 રૂપિયા અને મેક્સિમમ 20,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે.
 
ભીમ એપનો યૂઝ કરવાનો કોઈ ચાર્જ હશે?

આ એપથી ટ્રાન્ઝેક્શન કરવાનો કોઈ ચાર્જ નહીં લાગે. જોકે, IMPS અને UPI ટ્રાન્સફર પર તમારે બેન્ક થોડોક ચાર્જ વસૂલ કરી શકે છે.

આ એપ યૂઝ કરવા માટે મારે શું કરવું પડશે?

આ એન્ડ્રોઈડ (8th વર્ઝનથી ઉપર) અને iOS (5th વર્ઝનથી ઉપર) પર અવલેબલ છે. પ્લેસ્ટોર અને iOS સ્ટોરથી તેને BHIM ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકાય છે.

શું આ એપ કોઈપણ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે?

આ એપને યૂઝ કરવા માટે તમારે સ્માર્ટફોન, ઈન્ટરનેટ એક્સેસ, UPI પેમેન્ટ સપોર્ટ કરનારા ભારતીય બેન્ક એકાઉન્ટ નંબર અને એકાઉન્ટથી લિંક્ડ મોબાઈલ નંબરની જરૂર રહેશે. એપ દ્વારા બેન્ક એકાઉન્ટને UPIથી લિંક કરવું પડશે.

એપ યૂઝ કરવા માટે મારે મોબાઈલ બેન્કિંગ એક્ટિવેટ કરવું પડશે?

ના, તેના માટે મોબાઈલ બેન્કિંગ એક્ટિવેટ કરવાની જરૂર નથી. માત્ર તમારો મોબાઈલ નંબર બેન્કમાં રજિસ્ટર થયેલો હોવો જોઈએ.

શું તેને યૂઝ કરવા માટે કોઈ ખાસ બેન્કના કસ્ટમર હોવું જરૂરી છે?

ડાયરેક્ટ મની ટ્રાન્સફર માટે તમારે બેન્કનો UPI (Unified Payment Interface) પ્લેટફોર્મ પર લાઈવ હોવું જરૂરી છે. UPI પ્લેટફોર્મ પર એક્ટિવ તમામ બેન્ક આ એપમાં લિસ્ટેડ છે.

હું એપ દ્વારા પોતાના બેન્ક એકાઉન્ટનો UPI પિન કેવી રીતે જનરેટ કરી શકું?

તેના માટે તમારે એપના મુખ્ય મેનૂમાં બેન્ક એકાઉન્ટ પર જઈને Set UPI-PIN ઓપ્શન પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમને ડેબિટ કાર્ડ/એટીએમ કાર્ડના છેલ્લા 6 ડિજિટ અને કાર્ડની એક્સપાયરી ડેટ પૂછવામાં આવશે. તેને ઈનપુટ કરતા તમારા મોબાઈલ પર OTP આવશે, જેનાથી તમે UPI-PIN સેટ કરી શકશો.

શું હું એપમાં અનેક બેન્ક એકાઉન્ટ એડ કરી શકું?

હાલ ભીમ એપ પર માત્ર એક જ બેન્ક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન છે.

શું મારે ભીમ એપને પોતાના બેન્ક એકાઉન્ટ ડિટેલ આપવી પડશે?

રજિસ્ટ્રેશનના સમયે તમારે ડેબિટ કાર્ડ ડિટેલ અને મોબાઈલ નંબર જણાવવાનો રહેશે. કાર્ડ નંબરથી જ તમારી બેન્ક ડિટેલ સિસ્ટમને મળી જશે. તેને અલગથી જણાવવાની જરૂર નથી.

આ બેન્કોના એકાઉન્ટ કરશે સપોર્ટ

અલાહાબાદ બેન્ક, આંધ્ર બેન્ક, એક્સિક બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, કેથોલિક સિરિયન બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ડીસીબી બેન્ક, દેના બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, આઈડીએફસી બેન્ક, ઈન્ડિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, કર્ણાટકા બેન્ક, કરૂર વ્યાસા બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેન્ક, આરબીએલ બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, સિન્ડિકેટ બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, વિજયા બેન્ક

આ અપેથી પૈસા મોકલવા માટે તમારે પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર રજિસ્ટર કરવાનો રહેશે.
એપ હિન્દી અને અંગ્રેજી ભાષાને સપોર્ટ કરશે.
તમે પોતાના બેન્ક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો.
તમારા ફોન નંબર્સની સાથે કસ્ટમ પેમેન્ટ એડ્રેસને પણ એડ કરી શકો છો.

(અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો ભીમ એપ)

No comments: