નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Friday, December 09, 2016

આજની બાળવાર્તા- સાબરના શિંગડા

પ્રાચીન સમયની વાત છે. એક ખૂબ ગીચ જંગલ હતું, તેમાં ઘણાં પશુ પક્ષીઓ રહેતા હતાં. એ જંગલની વચ્ચે ઘાસનું એક મેદાન હતું. તેમાં સાબરનું એક ટોળું રહેતું હતું. એક વખત એક સાબર તે ટોળામાંથી વિખુટું પડી ગયું હતું. માર્ગ શોધતાં શોધતાં તે ખૂબ આગળ નીકળી ગયું હવે તે ખૂબ તરસ્યું થયું હતું. તેણે એક તળાવ જોયું. તે રાજી થઈ ગયું. તળાવ કિનારે આવી તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી, એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું. પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયાં. પણ તેણે પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી, તે મનોમન બોલ્યું, “અહા, શું મારા શિંગડા છે, જાણે મારા માથા ઉપર સુંદર મુગટ, આ શિંગડાથી તો હું ખૂબ શોભું છું, આ રૂપાળા શિંગડા મારી શાન છે, પરંતુ આ લાંબા કદરૂપા પગથી તો હું લજવાઈ જાઊં છું.”

સાબર પાણી પીતું હતું એવામાં કેટલાંક શિકારી કૂતરાઓનો ના ભસવાનો અવાજ એના કાને પડ્યો. તે સમજી ગયું કે શિકારી કૂતરાઓ પોતાની તરફ આવી રહ્યાં હતાં. સાબર ત્યાંથી જીવ લઈને નાઠું, અને જંગલની ઝાડી સુધી પહોંચી ગયું.

તે સમય દર્મ્યાન પેલા શિકારી કૂતરાઓ પણ ખૂબ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા.કૂતરાઓથી બચવા સાબર આ ઝાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું. પણ એના વાંકાચૂકા શિંગડા ઝાડીમાં ભરાઈ ગયા, એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા કે સાબર ત્યાંથી ભાગી ન શક્યું.

શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા, તેમણે સાબરને ફસાયેલું જોયું. તેઓ સાબર તરફ દોડી આવ્યાં. સાબરે પોતાનું સમ્ગ્ર જોર લગાવી ઝાડી તોડી કાઢી અને ભાગવા લાગ્યું. કૂતરાઓ તેની પાછળ પડ્યાં પણ સાબરથી ઝડપને કારણે તેને નાથી શક્યાં નહી.છેવટે સાબર બચી ગયું. સાબરને વિચાર આવ્યો: “મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતું હતું એણે તો મારો જીવ બચાવ્યો, પણ આ વખાણેલા રૂપાળા શિંગડા જેને જોઈને મને ગર્વ થતો હતો એણે જ મને ફસાવ્યું, અને મારા મૃત્યુનું કારણ બન્યાં હોત.”

બોધ – સાચા કે ખોટા સાથીદારનું પારખું સંકટ સમયે જ થાય છે.

No comments: