૨. એક ભાઈ ચડે ને એક ભાઈ ઊતરે.
ઉત્તર: રોટલા
૩. નાનીશી ઓરડીમાં બત્રીસ બાવા.
ઉત્તર: દાંત
૪. વનવગડામાં લોહીનું ટીપું.
ઉત્તર: ચણોઠી
૫. ધોળા ખેતરમાં કાળા દાણા.
ઉત્તર: અક્ષરો
૬. ચારે બાજુ ભીંત અને વચમાં પાણી.
ઉત્તર: નાળિયેર
૭. ચાલે પણ ચરણ નહિ, ઊડે પણ નહિ પાંખ.
ઉત્તર: આંખ
૮. કાળી સોટી તેલે નહાય,
વળે ખરી ભાંગી નવ જાય.
ઉત્તર: વાળ
૯. એ ઊભો હતો,હું ચાલતો હતો,
એ પેસી ગયો, હું બેસી ગયો.
ઉત્તર: કાંટો
૧૦. આટલી શી દડી , હીરે જડી,
દિવસે ખોવાણી, રાતે જડી.
ઉત્તર: તારા
૧૧. પાંચ પાડોશી, વચમાં અગાશી.
ઉત્તર: હથેળી
૧૨. મા ધોળી ને બચ્ચાં કાળાં,
મા મરે ને બચ્ચાં વહાલાં.
ઉત્તર: ઇલાયચી
૧૩. એક ગોખલામાં ગોરબાઈ રમે,
કોઈને ગમે ને કોઈને ન ગમે.
ઉત્તર: જીભ
૧૪. કટકટ કરતું કણસલું, નાનામોટા પગ,
બાપા ચાલે બાર ગાઉ, ત્યારે બેટો ચાલે ડગ.
ઉત્તર: -ઘડિયાળ
૧૫. કઠણ કઠણ પથ્થર જેવો, ગોળ પીઠવાળો,
શરીર આખું રાખી અંદર, પાણીમાં ફરનારો.
ઉત્તર: -કાચબો
૧૬. કાળી કાળી મેંશબાઈ, આંબાડાળે ડોલે,
ઉનાળામાં કેરી ખાતી, મીઠા ટહુકે બોલે.
ઉત્તર: કોયલ
૧૭. બાળક સાથે ખેલતી , ભણતર ભણવા કાજ,
માથું એનું છોલતાં દડબડ લખતી જાય.
ઉત્તર: પેન્સિલ
૧૮. લીલી પેટી રાતાં ખાનાં,
તેમાં બેઠા સીદીશાહ શાણા.
ઉત્તર: તડબૂચ
૧૯. કાળા દરમાં રહું છું,લાલ પાણી પીઉં છું.
ઉત્તર: તલવાર
૨૦. રાજાની રાણી બારીએ બેઠી કોયલા ચાવે.
ઉત્તર: જાંબુ
No comments:
Post a Comment