નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, July 10, 2017

WORLD POPULATION DAY 11 JULY - CELEBRATION DAY.

વિશ્વ જનસંખ્યા દિન

વિશ્વ જનસંખ્યા દિન એ એક વાર્ષિક ઉજવણી છે, જે દર વર્ષે જુલાઇ ૧૧નાં મનાવાય છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરાય છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની સંચાલન પરિષદ દ્વારા ૧૯૮૯માં કરવામાં આવેલ. લગભગ જુલાઇ ૧૧ ૧૯૮૭નાં દિવસે વિશ્વની જનસંખ્યા ૫ અબજને પાર કરી ગયેલ, જે દિવસ 'પાંચ અબજ દિન' તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં આ ઉજવણી કરાય છે.

જુલાઇ ૧૧, ૨૦૦૭ માં, 'પાંચ અબજ દિન'ની ૨૦મી વર્ષગાંઠે, વિશ્વની વસ્તી ૬,૭૨૭,૫૫૧,૨૬૩ લગભગ પહોંચેલ.

Image result for વિશ્વ વસ્તી દિન


જનસંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તે સત્યથી આપણે સૌ અવગત છીએ. કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ. જે રીતે પૂર કે સુનામી આવે તો એ તેની સાથે મોટા પ્રમાણમાં કચરો, ચીજવસ્તુઓ, વૃક્ષો વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે લઈને આવે છે, તેવી જ રીતે વસ્તી વધારાનું પ્રચંડ પૂર તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, અનેક પ્રશ્નો લઈને આવે છે. વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. આપણે જ આપણા ભવિષ્યને ખોરવી રહ્યા છે. બેફામ વસ્તી વધવાના કારણે સમગ્ર વિશ્વ જાણે કે ભયાનક વિસ્ફોટ બોમ્બ પર ઊભું છે. વસ્તી વધારાને કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે, સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકાય છે પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીવધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. અન્ય સાઈડ ઈફેક્ટસમાં બેકારી અને ગરીબીના પરિણામે ગુનાખોરી, ચોરી, અપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટાપાયે અરાજકતા ફેલાવતી રહે છે. આ પ્રત્યેક પ્રશ્નોની આડઅસરો વૈશ્વિક સમસ્યારૂપે પરેશાન કરી રહી છે અને ઉપરથી દેખાય છે તેથી વધુ ઊંડા તેના મૂળિયા છે.
જેવી રીતે ભારતમાં બેરોજગારીનું સ્તર ઊંચું છે તેવી જ રીતે આરોગ્યની દ્રષ્ટિએ એટલું જ કથળેલું પણ છે. આરોગ્યની બાબતમાં ભારતનું સ્થાન વિશ્વમાં 111 મું છે. વસ્તી વધારાને કારણે, પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે. જેને કારણે લોકોમાં જાગૃતિનો અભાવ ગંદકી અને રોગચાળાનું નિમિત્ત બને છે. ગરીબ લોકો જાગૃતિના અભાવે વસ્તીવધારાના ગંભીર પરિણામોને ગંભીરતાથી લેતાં જ નથી. આના સીધા પરિણામ રૂપે ધનિકો વધુ ધનિક બની રહ્યા છે અને અભણ-ગરીબ વર્ગ વધુ ગરીબ બની રહ્યા છે. ભણતરથી સામાન્ય સમજ તથા જાગૃતિ આવે છે અને દરેક પરિસ્થિતિના ભાવિ પરિણામો વિશેની સભાનતા કેળવાય છે જે નીચલા વર્ગમાં સ્વાભાવિકપણે જ ઓછી દેખાય છે. ભારત દેશ આજે વિકાસશીલ દેશ મટી વિકસિત દેશોની હરોળમાં ઊભો થઈ રહ્યો છે, વિકાસની કેડી પકડી ચૂક્યો છે પણ ધારી સફળતા મળતી નથી. દેશનું અર્થતંત્ર ધીમું પડે, તેની ગતિ-પ્રગતિ અવરોધાય એટલી હદે અને એ ઝડપે વસ્તી દર વધી રહ્યો છે. આ સમસ્યા માત્ર ભારતને જ નહીં સમગ્ર એશિયાના દેશો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. વિશ્વ વસતી દિવસની હોંશભેર ઉજવણી ના કરવાની હોય પણ જે ઝડપે વિશ્વભરની વસતી બોમ્બ સમાન વિસ્ફોટક બની રહી છે, વૃદ્ધિ દર બેફામ રીતે વધી રહ્યો છે તેના પરત્વે યુદ્ધના ધોરણે પગલાં લેવાવા જોઈએ. જે ઘરમાં બેથી વધુ બાળકો હોય તેને અમુક તમુક સરકારી લાભોથી યોજનાઓથી વંચિત રાખવાની જાહેરાત પણ થઈ જ ગયી છે. બાળલગ્નો અટકાવવા પણ એટલા જ જરૂરી છે. વધુ બાળકો જન્મવા માટે બાળલગ્નો પણ એટલા જવાબદાર છે.

1.22 અબજને આંબી ગયેલી ભારત દેશની વસતીમાં હજુ લાખો, કરોડો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. નથી તેમની પાસે ઘરનું ઘર કે નથી આવકનું કોઈ નક્કર સાધન. છતાં નવાઈની વાત એ છે કે તેમના કહેવાતા ઘરોમાં એક એક પરિવારમાં ચારથી પાંચ નાગા-ભૂખ્યા બાળકો તો જોવા મળશે જ! દેશની આશરે 60 % ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે છતાં વસતીવધારા જેવી રાષ્ટ્રીય તથા વ્યક્તિગત વિકાસને રુંધતી સમસ્યા કાબૂમાં આવવાનું નામ નથી લેતી. જળ-જમીન જેવા કુદરતી સંસાધનો, પર્યાવરણ જેવા મહત્વના મુદ્દે દબાણ કરતા વસ્તી વિસ્ફોટના મહાપ્રશ્નનો યોગ્ય સમયે, યોગ્ય રીતે ઉકેલ લાવવાની શરૂઆત નહીં કરાય તો શક્ય છે કે એક દિવસ એવો પણ આવશે કે ના તો રસ્તા પર ચાલવાની કે વાહનો ચલાવવાની જગ્યા રહેશે કે ના ઘરોમાં કે જાહેર સ્થળો પર શ્વાસ લેવા જેટલી જગ્યા બચશે.


                      Image result for વિશ્વ વસ્તી દિન


No comments: