નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Friday, April 03, 2015

●આદુ જાળવે આરોગ્ય●


પરિચય :
આદુ પોતાના ગુણ માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં એનો વધુ ઉપયોગ થાય છે જ. પ્રત્‍યેક રસોડામાં એની હાજરી અચૂક હોય છે. ઘણી બધી તકલીફોમાં એ ઉપયોગી છે, પરંતુ આપણે એનો જોઇએ તેટલો લાભ લેતા નથી. એના ઉપયોગથી અનેક તકલીફોનું નિવારણ થઇ શકે છે. કેન્‍સરની શરૂઆતમાં પણ તેનો સામનો કરવા કેટલેક અંશે તે સમર્થ છે.
ગુણધર્મ :
આદુ પાચક, સારક, અગ્નિદીપક અને રુચિકર છે. તે ગળાને સ્‍વસ્‍થ રાખે છે. તેમજ સોજો, કફ, વાયુ, ખાંસી, દમ, કબજિયાત, પેટનો વાયુ તેમજ શૂળની તકલીફ દૂર કરે છે.
ઉપયોગ :
(૧) મંદાગ્નિ ઉપર : જમવાનું શરૂ કરતાં પહેલાં ત્રણ-ચાર નાની ચમચી આદુના રસમાં લીંબુનાં છ-સાત ટીપાં
       નાખી તૈયાર કરેલું દ્રાવણ પીને તરત જ જમવાનું શરૂ કરી દેવું, જેથી પેટમાં દાહ થવા ન પામે.
(ર) ભૂખને પ્રદીપ્‍ત કરવા માટે : આદુ નાખેલી કોથમીરની લીલી ચટણી ખાવી.
(૩) શરદી ઉપર : ચા-કોફી વગેરેમાં આદુ નાખવું. (તે ઉકાળવા મૂકીએ ત્‍યારે જ તેમાં આદુ નાખી દેવું) કઢી
      બનાવતી વખતે તેમાં પણ આદુ કે આદુનો રસ નાખવો.
(૪) કફ અને ખાંસી ઉપર : આદુવાળી કઢી પીવી.
(૫) શ્ર્વાસ અને દમની તકલીફ ઉપર : દિવસમાં બે વખત એક-એક નાની ચમચી આદુનો રસ મધ નાખીને
      પીવો. લાંબો વખત આ પ્રયોગ ચાલુ રાખવાથી ચોક્કસ ફાયદો થાય છે.
(૬) હ્રદયની ક્ષમતા વધારવા : નં. ૫ વાળો જ ઇલાજ કરવો.
(૭) કબજિયાત ઉપર : આદુનો ઉપયોગ કરવો.
૮) કેન્‍સરનો પ્રતિકાર કરવા માટે : આદુ અને લસણ બન્‍નેનો ઉપયોગ કરવો.
ચેતવણી :
લાંબો સમય ચાલે એવો ઇલાજ ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં કરવો. લોહીનું ઊંચું દબાણ, હોજરીમાં બળતરા અથવા એસિડિટી (અમ્‍લપિત્ત) ની તકલીફ હોય એવા રોગીઓએ આદુનો ઉપયોગ સમજી વિચારીને કરવો.

No comments: