શું તમે ક્યારેય આટલું મોટું સસલું જોયું છે ખરા ? શાયદ ન જોયું હોય તો જણાવી દઇએ કે, આ છે વિશ્વનું સૌથી વધુ હાઇટ ધરાવતુ સસલુ. જેનું નામ છે ડેરિયસ. આ સસલાની હાઇટ 4 ફૂટ 4 ઇંચ હોવાને કારણે તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તેનું વજન 19 કિલો છે. જોકે ડેરિયસનો વર્લ્ડ રેકોર્ડ તૂટવાને આરે છે કારણ કે તેના પુત્ર જેફની હાઇટ ઘણી ઝડપથી વધી રહી છે. ફક્ત 6 મહિનામાં જ જેફની હાઇટ 3 ફૂટ 8 ઇંચની થઇ ગઇ છે. તાજેતરમાં જ ડેરિયસ અને જેફની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી.
ડેરિયસ અને જેફની માલકિન 63 વર્ષિય અનેટી એડવર્ડ જણાવે છે કે, ‘આ બંનેને ખાવાનું આપવામાં ઘણો ખર્ચ થાય છે. જોકે તેમાં પાડોશીઓ ઘણી મદદ કરતા હોય છે. અમને આનંદ છે કે અમારી પાસે વિશ્વનું સૌથી વધુ હાઇટ ધરાવતું સસલું છે. ડેરિયસ વજનમાં પણ ઘણો ભારે છે અને તેને સરળતાથી ઉંચકી શકાતો નથી. જોકે તેના પુત્ર જેફને પણ હવે ઉંચકવામાં મુશ્કેલી થાય છે.’
આ બંને સસાલાઓના વાર્ષિક ભોજનનો ખર્ચ 4.60 લાખ રૂપિયા આવે છે. બંને આશરે 2 હજાર ગાજર અને 700 સફરજન ખાઇ જાય છે. આ સાથે આ બંનેને રોજ એક મોટા બાઉલમાં રેબિટ ફૂડ પણ આપવામાં આવે છે. એડવર્ડ પ્રમાણે, ‘આ બંને ઘણા ભારે છે પરંતુ મારા ઘણા સારા મિત્રો પણ છે. તેઓ વિશેષ પ્રજાતીના છે અને તેમની હાઇટ 4 ફૂટ સુધી વધી શકે છે. અમે ઇચ્છીશું કે ડેરિયસની જેમ તેના પુત્ર જેફનું નામ પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવે. ગિનીઝ બુકના અધિકારીઓ જેફની ઉંમર વધવા પર તેની ઉંચાઇ જોઇને તેને રેકોર્ડબુકમાં સ્થાન આપશે.’
સૌજન્ય....દિવ્યભાસ્કર.કોમ
No comments:
Post a Comment