●જીવન ખાવા માટે નથી પરંતુ ખોરાક જીવન માટે છે.
●સ્વાદ ખાતર અભક્ષ્ય ઓહિયા કરતા નહીં. પરંતુ ઔષધની જેમ આહાર પણ યોગ્તાની એરણ પર પારખીને જ અંગીકાર કરવાનો છે.
●ભૂખ વગર કંઈ પણ ખાવું નહીં.
●જ્યારે ભોજન કરો ત્યારે અર્ધું પેટ આહાર માટે, પા ભાગનું પાણી માટે અને પા ભાગનું હવા માટે રાખવાનું. ●અર્ધું નહીં તો પોણાથી વધુ પેટ તો કદી ન ભરવું.
●મસાલા, મિઠાઈઓ, તળેલી – વઘારેલી ચીજોનો ના ખાવી જોઈએ
●પોતાની પ્રકૃતિને અનુકૂળ રહે અને જલ્દી પચી જાય તેવો આહાર લેવો.
●આહારમાં શાકભાજી વિશેષ પ્રમાણમાં લેવા.
●બે ટંકથી વધુ ભોજન ન કરવું.
●સવારના જલપાનમાં માત્ર દૂધ-છાશ જેવાં હળવાં પીણાં લેવા.
●ખોરાક ચાવી ને જ ખાવો જોઈએ
●ખૂબ ચાવીને અને પ્રસન્નચિત્તથી ઈમાનદારીની કમાણીનું ભોજન કરવું.
આજની આકાશવાણી
Sunday, May 17, 2015
સ્વસ્થ આરોગ્ય માટે આહાર સૂત્રો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment