નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Tuesday, November 24, 2015

જૂના સ્માર્ટ ફોનનું શું કરવું?

ઘણીવાર આપણે ફિચર્સ ગમી જવાથી કે કોઈ બીજા કારણોને લીધે નવો સ્માર્ટ ફોન ખરીદી લેતા હોઈએ છીએ. કેટલાંક માણસો તો ફક્ત શોખ ખાતર દર મહિને સ્માર્ટફોન બદલતાં રહે છે.
આવા સમયે જુના સ્માર્ટ ફોનનું શું કરવું તે એક વણ ઉકેલ્યો કોયડો થઈ પડે છે.
* વિડિયો ચેટિંગ ટર્મિનલ : જો તમારા સ્માર્ટફોનમાં વાઈ-ફાઈ એકસેસ હોય તો કૉલ કરવાની જરૃર નથી કારણ તમારો જુનો ફોન વિડિયો ચેટ ટર્મિનલ તરીકે તમે વાપરી શકો છો. આ ફોન પર ગુગલ હેંગ આઉટ અથવા સ્કાઈપ જેવા એપ્સ ઈન્સ્ટોલ કરી સામી વ્યક્તિને સીધેસીધો વિડિયો કૉલ કરી શકાશે.
* ઈ-રીડર : જો તમે ઈ-બુક્સ કે પીડીએપનું વધું વાંચન કરતા હોવ તો જુના સ્માર્ટફોનને ઈ-રીડર તરીકે વાપરવું યોગ્ય ગણાશે. આ ફોનમાં ગુગલ પ્લે બુક્સ, ઍમેઝોન કિંડલ વગેરેના વપરાશ દ્વારા મનમૂકીને વાંચનનો આનંદ લુંટી શકાશે.
* ડેક્સટોપ કેલેંડર : જુના સ્માર્ટફોનને ડિજીટલ ડેક્સટોપ કેલેંડર તરીકે વાપરી શકાય છે. ગુગલનું નેટિવ્હ એન્ડ્રોઈડ કેલેંડર એપ્લિકેશનનું બેઝીક એપ વાપરી તમે બેસીક લેવલ પર ડેક્સટોપ કેલેંડર વાપરી શકો છો. જેમાં તમારી કામ સંબંધી નોટ્સ, મુલાકાતો, જન્મદિવસ, રિમાંઈન્ડર્સ વગેરે સાચવી શકશો.
* વાયરલેસ રાઉટર : સ્માર્ટ ફોનનું હૉટ સ્પોટ ફિચર વાપરી જુના ફોનને વાયરલેસ રાઉટર તરીકે વાપરી શકાશે. જુના ફોનમાંના સીમ કાર્ડ સારો થ્રીજી ડેટાનો પ્લાન લઈ તે ફોન પરથી ઈતર ડિવ્હાઈસને ઈન્ટરનેટ કનેક્ટિવ્હિટી આપી શકાશે. ઘરમાં રહેલાં દરેક મોબાઈલ માટે અલગ અલગ સીમકાર્ડ લેવા અને જુદા જુદા ડેટા પ્લાન ખરીદવા કરતા એક જ ડેટા પ્લાન પરથી ઘરના બધા સભ્યો ઈન્ટરનેટનો લાભ ઊઠાવી શકશે.
* એપ્લિકેશન ટેસ્ટર : આજકાલ એપ્સનું ઘોડાપૂર આવ્યું છે. પરંતુ તે ઈન્સ્ટોલ કર્યા વીના એપ સારું કે ખરાબ છે તેની માહિતી મળતી નથી. જુના સ્માર્ટફોનને એપ્લિકેશન ટેસ્ટર તરીકે વાપરી શકાશે.
* ગેમીંગ ડિવાઈસ : ગેમ્સ રમવી ગમતી હોય તો જુના સ્માર્ટફોન પર જુદી જુદી ગેમ્સ ડાઉનલોડ કરી રમી શકાશે. આના કારણે રોજીંદા વપરાશના ફોનની બૅટરી અને સ્પેસ બંને બચાવી શકાશે.
* જીપીએસ નેવીગેશન : ગુગલ મૅપ અને નેવીગેશન સેવા તમારા એન્ડ્રોઈડ ફોન પર ફોગટમાં મળે છે. તેનો યોગ્ય વપરાશ ગાડી ચલાવતી વખતે કરી શકાશે. જુના એન્ડ્રોઈડ ફોનને ગાડીમાં ફિક્સ કરી દો. જેથી ગાડી માટે તમારે અલગ જીપીએસ નેવીગેટર ખરીદવાની ગરજ પડશે નહીં.
* ડેટા બેકઅપ : જુના સ્માર્ટફોનને વધારાના ફોટા, ફાઈલ્સ અને ઈતર વધારાની પરંતુ જોઈતી માહિતીનો સંગ્રહ કરવા માટે વાપરી શકાશે. આ માટે તમારા જુના સ્માર્ટફોનમાં વધુ ક્ષમતાવાળું  મેમરી કાર્ડ સેરવી દેવાથી તમારું કામ ઘણું સરળ થઈ જશે. ઉપરાંત જ્યારે જરૃર હશે ત્યારે કાર્ડ રીડરની સહાયથી આ માહિતીઓ તમે સંગણક પર સહજતાથી ટ્રાન્સફર કરી શકશો.
* બૅકઅપ ફોન : સીમકાર્ડ ન હોય તો પણ આવા જુના સ્માર્ટ ફોનથી તમે જરૃરીયાતના સમયે ઈમરજન્સી કૉલ કરી શકો છો. તેથી ક્યારે પણ બહારગામ જતી વેળાએ જુના સ્માર્ટફોનને પૂર્ણપણે ચાર્જ કરી બેગમાં સેરવી દો. કોઈ અનપેક્ષિત ઘટના ઘટે અને તમારો નવો સેલફોન તમારી પાસે ન હોય તો આ જુના સ્માર્ટફોન દ્વારા તમે ઈમર્જન્સી કૉલ દ્વારા સંકટ સમયે કોઈ સાથે કોન્ટેક્ટ કરી મદદ માગી શકશો.
વાચકો સ્માર્ટફોન ખીસ્સાંમાં રાખવાથી ફક્ત મોભો જ નથી વધતો પરંતુ તેના સ્માર્ટ ઉપયોગ દ્વારા પૈસાની અને સમયની બચત કરી તમારી અનોખી સ્માર્ટનેસ બતાવી શકાશે.
આ સાથે જ સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે પેદા થતી કેટલી શારીરિક સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે જાણવું પણ તેટલું જ જરૃરી છે જેટલું સ્માર્ટફોનના બહોળાં ઉપયોગ વિશે જાણવું જરૃરી હોય છે.
સ્માર્ટ ફોનને કારણે થતી બિમારીઓ
૧)  નોમો ફોબીયા : આપણી પાસે અત્યારે ફોન નથી તે જાણ્યાં બાદ અનુભવાતી અસ્વસ્થતા. ફોનની રીંગ વાગતી હોય તેવી અનુભૂતી થવી. ગભરામણ થવી વગેરે લક્ષણો જણાય તો વ્યક્તિ નોમો ફોબીયાનો શિકાર થઈ છે એમ માનવું.
૨) સ્માર્ટ ફોન થમ્બ : ફેસબુક લાઈક્સ,  મેસેજ ટાઈપીંગ, ગેમ્સ રમવી, ફોટો જોવા જેવી દરેક વસ્તુ માટે અંગુઠાનો વપરાશ વધુ થાય છે તેથી દિવસભર સ્ક્રિન પર સરસર ફરતા અંગુઠાના હાડકાંને કાયમી ઈજા થાય છે. અંગુઠાની ટોચ સંવેદના વિહીન થઈ જાય છે. અંગુઠો વાંકો વાળી શકાતો નથી જેવા લક્ષણો અનુભવાય તો તમને સ્માર્ટ ફોન થમ્બ બિમારી થઈ છે એમ જાણવું.
૩) સેલફોન એમ્બો : ફોન પર વાત કરતી વખતે અથવા ચેટિંગ કરતી વખતે ઘણીવાર હાથને એક જ સ્થિતિમાં રહેવું પડે છે. આ સમયે હાથમાંનાં સ્નાયુઓની સંવેદના ક્ષીણ થઈ જાય છે. હાથની કોણી દુખવી, હાથ પર ખાલી ચડવી, સતત ક્રેમ્પ આવવા જેવી અનુભૂતી સેલ ફોન એલ્બો બિમારીનું લક્ષણ છે.
૪) ટેક્સ લૉ : ફોનના વજનને કારણે અથવા સતત ફોન હથેળીમાં રાખવાને કારણે ટેક્સ લૉ જેવી બિમારી થાય છે જે દુર્લક્ષિત કરાય તો હાથને કાયમને માટે નકામો કરી શકે છે. હાથનું કાંડુ ભારે લાગવું, અચાનક હાથની આંગળીઓમાં ખાલી ચડવી, હથેળીમાં ભારેપણું અન

No comments: