અનાજ અને રસોઇમાં ઉપયોગમાં લેવાતા રોજિંદા મસાલા બાદ રસોડામાં જો કંઈ સૌથી જરૂરી સામગ્રી હોય, તો તે છે ગરમ મસાલો. આપણા દરેકના રસોડામાં આ ગરમ મસાલો એટલે કે તેજાના તો હોય જ છે. તેજાના ભોજનનો સ્વાદ વધારવા માટે તો ઉપયોગમાં લેવાય છે, તદુપરાંત તેની સુગંધ ભોજનના સ્વાદને બમણો છે.
એટલું જ નહીં, સાધારણ લાગતા આ તેજાના અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે.
•સૂંઠ અને અજમો ક્રશ કરી તેમાં લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણને છાંયડામાં સૂકવી તેમાં મીઠું ભેળવી દો. આનો ઉપયોગ પેટ વિકાર દરમિયાન કરો.
•ધાણા પાઉડરને ચાંદી પડી હોય ત્યાં એક મિનિટ માટે રાખી ગળી જાવ. મોંમાં પડેલી ચાંદી દૂર થઈ જશે.
•જીરાને લોઢી પર શેકી ક્રશ કરી લો. ઝાડા થયા હોય ત્યારે આ જીરાને એક ચમચી મધમાં ભેળવીને લેવાથી રાહત થશે.
•નાના બાળકને ઝાડા થયા હોય તો જાયફળ પાણીમાં લસોટી તે ચટાડવાથી સારું રહે છે.
•આખી મેથી ગરમ પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત મેથીને લોઢી પર શેકી બારીક ક્રશ કરી લો. આ પાઉડર સવાર-સાંજ એક-એક ચમચી પાણી સાથે લેવાથી કમરના દુખાવા અને સંધિવામાં આરામ મળે છે.
•તજનો બારીક પાઉડર બનાવી તેમાં સહેજ પાણી ભેળવી માથું દુખતું હોય ત્યારે લગાવવાથી તરત સારું લાગે છે.
No comments:
Post a Comment