લગ્નની વિચિત્ર પરંપરા, છોકરાના બાપને દોરડાથી બાંધીને ખેંચાવી કાર
અજબ-ગજબ રિવાજ:
ચીનમાં લગ્ન સમારોહ દરમિયાન છોકરાના પિતાને દોરડાથી બાંધીને રસ્તા પર ફરાવવાના ફોટોઝ વાયરલ થયા છે. ચીનની એક વેબસાઇટ shanghaiist.comએ આ ફોટોઝને પબ્લિશ કર્યા છે. ફોટામાં દેખાય છે કે, છોકરો એક મોંઘી કારમાં બેઠો છે અને તેના પિતા જાડા દોરડાથી કારને ખેંચતા દેખાય છે. આ ઘટના ચીનના હેનાન પ્રોવિન્સની છે. અત્યારે આ ફોટાઓને સોશ્લય મીડિયામાં અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોકે, રિપોર્ટમાં કહેવાયું છે કે, ચીનના હેનાનના કેટલાક વિસ્તારોમાં લગ્નની આવી અજીબોગરબી-વિચિત્ર પરંપરા છે .
No comments:
Post a Comment