> જાપાનમાં એક અમેઝીંગ રોડ બનાવવામાં આવ્યો છે. તેનો પ્લાનિંગ એકદમ હટકે છે. દેશનો એક હાઇવે બે બિલ્ડીંગોનોની વચ્ચેથી પસાર થાય છે. જાપાનના ઓસાકાના ફૂકુશિમાં સ્થિત ગેટ ટાવર એક એવી બિલ્ડીંગ છે જેની વચ્ચેવચ એટલે કે પાંચમા અને સાતમા માળની વચ્ચેથી એક્સ્પ્રેસ હાઇવે પસાર થાય છે. આ બિલ્ડીંગ 236 ફૂટ ઉંચી છે. આ રોડને આર્કિટેક્ટ અજૂસા સેકેઇ અને યમાતો નિશીહારાએ તૈયાર કર્યો છે. આનો નકશો 1982માં તૈયાર કર્યો હતો પણે તેનું નિર્માણ કાર્ય કેટલાક કારણસર પાંચ વર્ષ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
> ત્યારપછી 1989માં સીટી પ્લાનમાં કાયદેસર ફેરફાર કરવામાં આવ્યો અને તેનુ નિર્માણ કાર્ય ફરીથી શરૂ કરાયું, 1992માં આને તૈયાર કરાયો, ઓસાકાની આ ટાવર બિલ્ડીંગ કોઇ સાયન્સ ફિક્શન મૂવીની બિલ્ડીંગનો આભાસ કરાવે છે. ઉલ્લેખનીય છે કે, આ વિશ્વની એકમાત્ર એવી બિલ્ડીંગ છે કે જેની વચ્ચેથી એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે અને ઉપર અને નીચે લોકો રહે છે.
> સરકાર ચૂકવે છે ભાડું
ઓસાકાના ફૂકુશિમાં-કૂ સ્થિત આ 16 માળની 236 ફૂટ ઉંચી બિલ્ડીંગની વચ્ચેથી હૈશિન એક્સપ્રેસ નામનો હાઇવે નીકળે છે. આ જગ્યાનો ઉપયોગ કરવા માટે સરકાર બિલ્ડીંગના માલિકને ત્રણ માળનું ભાડું ચૂકવે છે. આ ગોળાકાર બિલ્ડીંગમાં ગોળાકાર કન્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને બિલ્ડીંગની લિફ્ટી હાઇવેના ત્રણ માળો પર નથી ઉભી રહેતી.
No comments:
Post a Comment