ટૉલ્સટૉયને કોઈએ પૂછ્યું :
‘માણસના ઘડતરનું મૂલ્ય શું ?’
ટૉલ્સ્ટોય કહે :
‘લોઢાનો એક ટુકડો વેચો તો એક રૂપિયો મળે.
પણ જો તેમાંથી ઘોડાની નાળ બનાવો તો અઢી રૂપિયા મળે.
જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવીને વેચો તો હજારો રૂપિયા ઉપજે.
લોઢું તો એનું એ જ અને એટલું જ, પરંતુ એનું જેવું ઘડતર કરો એવું એનું મૂલ્ય અંકાય.
માણસ વિશે પણ આવું જ છે.
No comments:
Post a Comment