નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Wednesday, December 30, 2015

● ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરીની 'અમૃતા'ને જ્ઞાનપીઠ એવૉર્ડ●

● ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરીની 'અમૃતા'ને જ્ઞાનપીઠ એવૉર્ડ

★ ગુજરાતી નવલકથાકારોની યાદીમાં એક આગવી અભિવ્યક્તિ ધરાવતું વ્યક્તિત્વ એટલે રઘુવીર ચૌધરીનું નામ આવે, ત્યારે 29 ડિસેમ્બરે આજે રઘુવીર ચૌધરીને તેમની નવલકથા 'અમૃતા' (1965) બદલ જ્ઞાનપીઠ એવોર્ડ 2015ની જાહેરાત થઈ છે.

★ છેલ્લે 2001માં રાજેન્દ્ર શાહને આ પુરસ્કારથી સન્માનિત કરાયા બાદ 14 વર્ષ પછી ફરીથી એક ગુજરાતી નવલકથાકાર રધુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર જાહેર કરાયો છે. તેમની નવલકથા અમૃતામાં આંતરચેતના પ્રવાહ, સ્વપ્ન તેમજ વ્યાખ્યાન એમ એકાધિક કથનરીતીઓ અને સમયની સાથે પાત્રોની વિભિન્ન સ્થિતિઓ તેમજ અસ્તિત્વવાદનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

★ આ એક ગૌરવની વાત છે. અને જ્ઞાનપીઠ પુરસ્કાર જે આપે છે, તેમાં અનેક ભાષાઓની નવલકથાઓ હોય છે. આખા દેશમાંથી જુદા જુદા લેખકો દ્રારા આ પુરસ્કારની પંસદગી બાબતની પ્રક્રિયા થતી હોય છે, ત્યારે આ પુરસ્કાર ગુજરાતી ભાષાને મળે તે મારા માટે ખુબજ આનંદની વાત છે. અને હું આ સન્માન બદલ હું ગૌરવ અને આનંદ અનુભવુ છુ.

★ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે રઘુવીર ચૌધરીને અભિનંદન પાઠવતાં જણાવ્યં હતું કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર માટે રઘુવીરભાઈએ આપેલ યોગદાનનું યથોચિત સન્માન છે.

★ રધુવીર ચૌધરીએ અમૃતા ઉપરાંત બીજી પણ ઘણી નવલકથાઓ લખી છે, જેમાં 1975 લખેલી નવલકથા ઉપવાસ, સહવાસ અને અંતરવાસને 1977માં સાહિત્ય એકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે 1978માં રૂદ્રમહાલયા અને 1996માં સૌમતીર્થ નામની હિસ્ટોરીકલ નવલકથાઓ લખી છે. અત્યાર સુધીમાં રઘુવીર ચૌધરીએ 80થી પણ વધારે પુસ્તકો લખ્યા છે, તેમાં નવલકથા, કવિતા, નાટક, તેમજ સાહિત્યિક ટીકાઓનો સમાવેશ થાય છે. તેમણે મુખ્યત્વે ગુજરાતી ભાષામાં પુસ્તકો લખેલા છે. પરંતુ પ્રસંગોપાત તેમણે હિન્દીભાષામાં પણ પુસ્તકો લખેલા છે.

★  ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અન્ય ત્રણ ગુજરાતી નવલકથાકારને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા છે, જેમાં ઉમાશંકર જોશીને 1967 તેમની નવલકથા નીશીથ માટે, પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઇ માટે અને રાજેન્દ્ર શાહને 2001માં તેમની નવલકથા ધ્વનિ માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

No comments: