નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, December 19, 2015

સંસ્કૃતના વિદ્વાન એક મુસલમાન પંડિત એમનું નામ છે પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર.

સંસ્કૃતના વિદ્વાન એક મુસલમાન પંડિત
એમનું નામ છે પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર. સંસ્કૃત ભાષાના તેઓ વિદ્વાન છે. તેઓ કહે છે કે ''સંસ્કૃત બહુ જ સરળ અને જ્ઞાાનની ભાષા છે. સંસ્કૃત શીખવા માટે જરૃર છે ફક્ત ઈચ્છા અને ઉત્કંઠાની.'' વધુમાં તેઓ કહે છે કે, ''વેદો અને કુરાનનો એક જ સંદેશ છે... માનવતાનું કલ્યાણ. ફક્ત એ મેળવવા માટેના માર્ગ જૂદા છે.''
તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન છે. તેઓ એક પ્રાચીન મુસ્લિમ દરગાહના મુતવલ્લી ગુલામ સાહેબ પોતાને ગૌરવથી ''સંસ્કૃતના ગુલામ'' કહે છે. એમણે એમના ત્રણેય સંતાનોના લગ્ન વખતે જે લગ્ન પત્રિકા છપાવેલી એ સંસ્કૃતમાં છપાવેલી ! (આપણે ત્યાં કોઈ છે એવો ? કોઈ ભાજપી ?)
તેઓ વર્લીમાં રહે છે જ્યાં નાનકડા કમરામાં કુરાન અને બીજી ઈસ્લામ ધર્મની કીતાબોની સાથે રામાયણ, મહાભારત, વેદ, પુરાણ, ઉપનિષદો વગેરેથી ભરેલા ઘોડા અને કબાટો છે. એમના મુખેથી સંસ્કૃત મંત્રોની જાણેધારા વહેતી હોય છે.
તેઓ હિન્દી, મરાઠી, કન્નડ, ઉર્દૂ, અરબી અને અંગ્રેજી ભાષાના વિદ્વાન છે અને ''વિશ્વ ભાષા'' નામના મેગેઝીનનાં તંત્રી છે. ''કુરાન'' અને ''અમર ચિત્રકથા''નું સંસ્કૃતમાં ભાષાંતર એમણે કરેલું. જોકે ધર્મ સાથે એમને કશું લાગતું વળગતું નથી પરંતુ સંસ્કૃત ભાષા એમની રગેરગમાં રમતી છે.
તેઓ જેવા અને જેટલા હદીસ, કુરાન અને તજહીબના જેટલા માહિર છે એવા જ સંસ્કૃત, પુરાણો અને કર્મકાંડનાં પણ જાણકાર છે. હિન્દુ કર્મકાંડની એમની જાણકારી હિન્દુ ધર્મના શાસ્ત્રોથી ઓછી નથી. દા.ત. લગ્ન વિવાહ જેવા શુભ પ્રસંગો અને અંત્યક્રિયા કરાવવાની એમની આવડત છે. જોકે તેઓ એ કરાવતા નથી કારણ કે તેઓ કહે છે તેમ ''એ શુદ્ધ ધાર્મિક સંસ્કાર છે.''
૮૦ વર્ષના પંડિત ગુલામ દસ્તગીર બાળપણમાં સોલાપુર રહેતા હતા અને ત્યાં ખેતમજૂરી કરીને ગુજારો કરતા હતા. ત્યાં સાંજના સમયે કામ પતાવીને એ રાત્રીશાળામાં ભણવા જતા. એ વખતે માર્ગમાં આવતી સંસ્કૃત શાળાની બહાર બેસીને સંસ્કૃતના શ્લોકો અને મંત્રો સાંભળ્યા કરતા.
એનું ચિત્ત જોઈને એ સંસ્કૃત શાળાના શિક્ષકે એને કલાસમાં આવીને ભણવા બેસવાનું કહ્યું. એ પછી તો એમને મહારાષ્ટ્ર સરકારે સંસ્કૃત સ્થાયી સમિતિના સભ્ય બનાવ્યા અને કાશીના વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાને એમને મહામંત્રી બનાવ્યા. કાશીનરેશ જ્યારે પણ મુંબઈ આવે ત્યારે એમને ત્યાં અચુક જાય છે.
By gujrat samachar.

No comments: