નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, December 19, 2015

બ્રેન એટેકના લક્ષણોની ઉપેક્ષા ન કરશો : બ્રેન એટેક એટલે શું ?

બ્રેન એટેક એટલે હાર્ટ એટેક જેવું જ પણ મગજને એ થાય તથા હાર્ટ એટેક કરતાં એ વધુ ગંભીર, જોખમી. મગજ મસ્તિષ્કની જે જે બિમારીઓ થાય છે જેના કારણે મૃત્યુ થાય એના ૨૫ ટકા મૃત્યુ બ્રેન એટેકથી થાય છે. આ એવી બિમારી છે કે જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો એ જીવ લેનારી નિવડે છે અને સમયસર ઈલાજ થાય તો વ્યક્તિ સાવ સાજો થઈ જાય છે.
સ્ટ્રોક બે પ્રકારના હોય છે. (૧) મગજમાં રગોમાં ધમનીમાં લોહીનો પ્રવાહ જામી જતાં મગજમાં રક્તનો પ્રવાહ બંધ થઈ જાય છે. (૨) બીજા સ્ટ્રોકમાં મગજમાં બ્લીડીંગ શરૃ થઈ જાય છે.
પહેલા પ્રકારના સ્ટ્રોકનો ઈલાજ મુખ્યત્વે ન્યુરો ફિજિશ્યન કરે છે અને બીજા પ્રકારના સ્ટ્રોકનો ઈલાજ ન્યુરો સર્જન કરે છે.
એમાં સાથે ન્યુરોરેડિયોલોજીસ્ટ, ન્યુરો એનેસ્થેસીસ, ન્યુરો ઈટર વેંશનિસ અને રિહેબી લીરેશન એકસ્પર્ટની જરૃર હોય છે.
બ્રેન એટેકના લક્ષણમાં (૧) એક તરફના હાથ અથવા પગ અથવા બંને કમજોર થઈ જવા, (૨) બોલવાની તકલીફ અથવા (૩) બેભાન (કોમામાં) થઈ જવું.
બ્રેન એટેકના આ ત્રણ પ્રાથમિક લક્ષણ છે. હાઈ બી.પી., ડાયાબીટીસ, હાઈ બ્લડ, કોલેસ્ટ્રોલ, હૃદયરોગથી પીડિત, ધૂમ્રપાન, શરાબપાન, વધુ પડતી તંબાકુ ખાવી... આવી વ્યક્તિને બ્રેન સ્ટ્રોકની વધારે સંભાવના રહે છે.
આ ઘાતક બિમારીનું નિદાન દર્દીની ડીટેલ જાણકારી ઉપરથી થઈ શકે છે. દર્દી પોતાની પાસેથી અથવા એમના ઘરનાઓ પાસેથી એ મળી જાય. એ નિદાન પરિક્ષણ થયા પછી દર્દીનો ઈલાજ શરૃ થઈ શકે છે. એમાં લોહીનો ટેસ્ટ કરવા ઉપરાંત સીટી સ્કેન, એમઆરઆઈ, મગજમાં લોહી લઈ જનાર રેખાઓ (ધમનીઓ), એન્જીયોગ્રામ અને ઈકોકાર્ડિયોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવે છે.
એટેકનો ઈલાજ ખાસ પ્રકારના આઈસીયુમાં અથવા સ્ટ્રોક કેર યુનિટમાં કરવામાં આવે છે. ઈલાજમાં પેલા ગંઠાયેલા લોહીને ઓગાળવાની અથવા ગાંઠને તોડીને ઓગાળવાની દવા આપવામાં આવે છે.
દવાઓ દ્વારા લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં આવે છે અને જરૃર જણાય તો મગજની ધમનિઓમાં સ્ટેન્ડ પણ મુકવામાં આવે છે.
સાદા હલકા અને મધ્યમ પ્રકારના બ્રેઈન એટેકના દર્દીને સાજા થઈ જવાની શક્યતા વધુ રહે છે. એવો તરત જ ઈલાજ લેનાર દર્દીઓના ૯૫ ટકા દર્દીમાં ૧૧ અઠવાડિયાની આસપાસ (ઓછા કે વધુ) સારો ન્યુરો લોજીકલ સુધાર થતો જણાય છે. જોકે કેટલાક દર્દીઓને સાજા થતા બે વર્ષ કે એથી વધુ વખત પણ લાગે છે.
ટૂંકમાં, બ્રેઈન એટેક લાગતા તાત્કાલિક ઈલાજ શરૃ થાય તો બ્રેઈન એટેકનું જોખમ નથી રહેતું.
Source by gujrat samachar.

No comments: