નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, January 16, 2016

■ કલર ટીવીના સિધ્ધાંતનો શોધક : હોવાનિસ એડેમિયન ■

◆કલર ટેલિવિઝનની શોધમાં અનેક વિજ્ઞાનીઓનો ફાળો છે.જ્હોન લોગી બાયર્ડ ટેલિવિઝનનો જનક ગણાય છે. તે ઉપરાંત એમ લી. બ્લેન્ક, પી. નિપકોવ અને યેરેવાન નામના વિજ્ઞાાનીઓએ વિવિધ દેશોમાં પોતાની આગવી રીતે રંગીન ટીવી બનાવ્યા હતા. રંગીન ટીવીનો પ્રથમ સફળ પ્રયોગ કરનાર હોવાનિસ એડેમિયાન ગણાય છે. તેણે લાલ, ભૂરા અને લીલા એમ ત્રણ રંગનો સિધ્ધાંત આપ્યો.
◆એડેમિયનનો જન્મ ઈ.સ. ૧૮૭૯ના ફેબ્રુઆરીની પાંચમી તારીખે આર્મેનિયાના બાકુ શહેરમાં થયો હતો.
તેના પિતા પેટ્રોલના વેપારી હતા. પ્રાથમિક શિક્ષણ બાકુમાં પુરુ કરીને તે સ્વીટઝર્લેન્ડ ગયો હતો. તેએ ઝુરિચ અને બર્લિનની યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેણે ૧૯૦૭માં કલર ટીવીનો સિધ્ધાંત રજુ કરી બર્લિનમાં પેટન્ટ નોંધાવી હતી. ત્યારબાદ તેણે રશિયાના સેન્ટ પિટ્સબર્ગ ખાતે જઈ કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. ૧૯૩૨ના સપ્ટેમ્બરની ૧૨મી તારીખે તેનું અવસાન થયું હતું.