નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Sunday, January 24, 2016

અંબાજી મંદિરને ૧૧ હજાર કિગ્રા લાડુ માટે ગિનેસ બૂકમાં સ્થાન



શક્તિપીઠ અંબાજીમાં ભાવિકો દ્વારા જગતજનની માં અંબાના પ્રાગટયોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શનિવારે પોષી પૂનમના પાવન દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી અઢી લાખથી વધુ ભક્તો અંબા માતાના દર્શન માટે ઉમટી પડયા હતા. આ ઉપરાંત ગત ભાદરવી પૂનમના અંબાજી મંદિર દ્વારા તૈયાર કરવામાં આવેલા ૧૧ હજાર કિલોગ્રામ બુંદીના લાડુ, ૬૧ ફૂટ લાંબી અગરબતીને ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ સહિત ત્રણ અન્ય રેકોર્ડબૂકમાં સત્તાવાર સ્થાન મળ્યાની પણ જાહેરાત કરવામાં આવતા માઇ ભક્તો માટે સોનામાં સુગંધ ભળી હતી.