નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, January 04, 2016

♥અજીબ શોખ, ૮૦ ફુટ ઉંચા તાર પર ચાલીને કર્યા લગ્ન!♥



બ્રિટનમાં થયેલા એક અનોખા લગ્ન હાલ ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે વરરાજા લગ્ન કરવા માટે ઘોડી પર ચઢીને આવે તો, જ્યારે આ વરરાજાએ લટકતા તાર પર ચઢીને લગ્ન કર્યા. ઈંગ્લેન્ડમાં રહેતા ૩૭ વર્ષીય ક્રિસ બુલ અને તેની ૨૫ વર્ષીય પ્રેમિકા કોબે બેકરે ૮૦ ફુટ ઉંચાઈ પર હવામાં લટકતા તાર પર લગ્ન કર્યા. આટલું જ નહીં પરંતુ આ બંન્નેએ લટકતા તાર પર જ લગ્નની તમામ પરંપરાની પુરી કરી.

ક્રિસ અને ફોબેની આ અનોખા લગ્નનાં સમારોહમાં લગભગ ૧૦૦ મહેમાનો સામેલ થયા. આ લગ્નની પરંપરાને પુરી કરનાર રજિસ્ટ્રાર જમીનથી મેગાફોન દ્વારા લગ્નની પરંપરાઓની પુરી કરાવી રહ્યા હતા. આ જોડાને તાર પર લટકતા એકબીજાને રીંગ પહેરાવી.
બેકરનું કહેવું છે કે, બુલ મળ્યો હતો ત્યારથી આ પ્રકારના લગ્ન કરવાનું તેનું સપનુ હતું. બુલને તાર પર ચાલવાનો ૧૫ વર્ષનો અનુભવ છે. તેઓએ જ બેકરને તાર પર ચાલતા શીખવાડયું. આ કપલનું કહેવું છે કે ઉંચાઈ પર હવામાં પોતાનાં લગ્નને સેલિબ્રેટ કરવાનું તેનું સપનું રસપ્રદ તરીકે પુરુ થયું.