નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, January 25, 2016

◆ આ છે દુનિયાનું સૌથી પહેલું તરતું શહેર.....


દુનિયા કેટલી આગળ વધી ગઈ છે તેનું આ બંધ બેસતું ઉદાહરણ છે. અત્યાર સુધી જમીન ઉપર બંધાયેલા શહેરોનાં વિકાસની વાતો થતી આવી છે, ત્યાંજ દુનિયાનાં બાકી દેશોમાં શહેરો તરવા લાગ્યા. એટલે કે હવે સમય એવો આવ્યો છે જ્યારે ફ્લોટિંગ સિટી તૈયાર થવા લાગ્યા છે.
આ શહેરોમાં એવી બધી જ વસ્તુઓ ઈમારતો, ઓફિસો, સ્કૂલ, હોસ્પિટલ, થિએટર, મૉલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, અને એરપોર્ટ પણ હશે. આ વાંચીને કદાચ તમને વિશ્વાસ નહીં આવે પણ સત્ય છે અને આવું બની ગયું છે. 25 માળનું આ ફ્રિડમ શીપ ટૂંક સમયમાં તમારી નજર સામે આવનારું તરતું શહેર હશે. આ શહેરમાં કશીનો, આર્ટ ગેલેરી, પાર્ક, શોપિંગ સેન્ટર જેવી તમામ સુખ-સુવિધાઓ તૈયાર કરવામાં આવશે જેવી શહેરમાં હોય.
અત્યારે આ શહેરનું કોન્સેપ્ટ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જે ફ્લોરિડાની એક કંપનીએ તૈયાર કરી છે અને તેનો ખર્ચ 10 બિલિયન ડોલર થવા પામ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શહેરમાં 50,000 હજાર લોકોને રહેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને તેના એડિશનલ સ્પેસમાં વધું 30,000 મુલાકાતીઓને સમાવી શકાશે. આમ કલું 80 હજારની વસ્તી ધરાવતું આ તરતું શહેર થોડા વર્ષોમાં આપણી નજર સામે ઊભું થઈ જશે.
આ તરતું શહેર એટલે કે આ જહાજ સતત દુનિયાભરમાં ફરતું રહેશે અને દર બે વર્ષે તે તેની જગ્યા બદલી નાખશે. જો તમને પ્રવાસ કરવો ગમતો ગોય અને ફ્રિડમ શીપની લાઇફસ્ટાઇલ પસંદ પડે છે તો આ ફ્લોટિંગ સીટી તમારા માટે ઉત્તમ જગ્યા છે.
તેના ડિઝાઇનર્સે અત્યારે માત્ર કમ્પ્યુટર આધારિત તસવીરો તૈયાર કરી છે કે જ્યારે તે તૈયાર થશે ત્યારે કેવી લાગશે. આ જહાજમાં 50000 પર્મિનેન્ટ રહેઠાણ તૈયાર કરવામાં આવશે.