નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Thursday, January 28, 2016

◆ ભારતના  રાષ્ટ્રપતિની ચૂંટણી ની માહિતી તથા ભારતના એવોર્ડ વિજેતાઓ ની યાદી●

●ભારતના  રાષ્ટ્રપતિની ચૂંટણી બહુ અટપટી હોય છે અહી સરળ શબ્દ દ્વારા તેની માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે 

◆રાષ્ટ્રપતિને લોકસભાના તથા રાજ્યસભાના અને દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો ચૂંટી કાઢે છે .સામાન્ય નાગરિક નો પ્રત્યેક મત ફક્ત 1 ના મૂલ્યનો ગણાય છે .રાષ્ટ્રપતિની ચૂંટણી પુરતો દરેક ધારાસભ્યનો મત વધુ મૂલ્યનો હોય છે.વિધાનસભાના સભ્ય ના મતનું મૂલ્ય કેવી રીતે ગણાય તે જોઈએ.જે તે રાજ્યના વિધાનસભાના સભ્ય ના મતનું મૂલ્ય નક્કી કરવા માટે જે તે રાજ્યની 1971 ની વસતી ધ્યાનમાં લેવામાં આવે છે .આ વસતી ના આંકડાને 1000 વડે ભાગવામાં આવે છે .જે જવાબ આવે તેને જે તે રાજ્યની વિધાનસભાના સભ્ય સંખ્યા વડે ભાગવામાં આવે છે .ઉદા તરીકે ગુજરાતની વસતી 1971 માં 26697475 હતી તેને 1000 વડે ભાગતા 26697.475 જવાબ આવે .આ જવાબ ને ગુજરાતની વિધાનસભાની સભ્ય સંખ્યા 182 વડે ભાગતા 146.689 જવાબ મળે છે જેને રાઉન્ડ ફિગરમાં ફેરવતા 147 મૂલ્ય ગણાય હવે જે તે રાજ્યનું જે મૂલ્ય આવે તેને તેની ટોટલ સભ્ય સંખ્યા વડે ગુણતા જે તે રાજ્યનું કુલ મતદાનનું મૂલ્ય મળે છે જે ગુજરાત માટે 182*147=26754 થાય છે .આમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતનું મતનું મૂલ્ય 26754 ગણાય .લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું મત મૂલ્ય કેવી રીતે ગણાય તે જોઈએ .દેશની દરેક વિધાનસભાના કુલ મતોને સંસદ સભ્યોની કુલ સંખ્યા વડે ભાગતા દરેક સંસદ સભ્ય ના મત નું મૂલ્ય મળે છે .દેશની દરેક વિધાનસભાના સભ્યો નું મૂલ્ય 549474 છે .બંને સંસદ ગૃહોના કુલ સભ્યો 776 છે .તેથી દરેક સંસદ સભ્યના મત નું મૂલ્ય 549474/776=708 આવે .સંસદ સભ્યોના મતોનું કુલ મૂલ્ય 776*708=549408 આવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવી રીતે વિધાનસભ્યોના 549474 પ્લસ સંસદ સભ્યોના 549408 મળીને કુલ 1098882 મતો પડે છે .રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના મતોનું મૂલ્ય 26754 છે જે ટકાવારી મુજબ 4.87% છે સૌથી વધુ મૂલ્ય ઉતર પ્રદેશ રાજ્ય -15.25%સૌથી ઓછું મૂલ્ય સિક્કિમ રાજ્ય -0.04%

No comments: