નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Monday, January 11, 2016

■◆ પતંગોત્સવ ■◆■◆■ HaPpY UttaraYanN Special POST♣

પતંગની શોધ, ઇતિહાસ અને વિજ્ઞાન



 (આ માહિતી pdf file માં download કરવા અહીં Click કરો.)

પતંગનો મૂળ આકાર એટલે ચતુષ્કોણ. કાગળના સામસામેના ખૂણાને જોડે તે રીતે લાકડાની સળી ચોડીને બનાવેલું માળખું પરંતુ પતંગના શોખીનોએ વિવિધ આકારના પતંગ પણ બનાવ્યા છે. વિવિધ દેશોમાં નાના મોટા અને વિવિધ આકારના પતંગ જોવા મળે પણ તેના ચગવાનો સિદ્ધાંત તો એક જ.
પતંગ આકાશમાં હોય ત્યારે વહેતો પવન પતંગની બંને સપાટી પરથી પસાર થાય છે. પતંગ ચગાવવા માટે પવન હોવો જરૃરી છે. પતંગની નીચેની સપાટી પર હવાનું દબાણ વધે ત્યારે તે ઉપર ધકેલાય છે.
પતંગના સામસામેના ખૂણા લાકડાની સળીથી જોડાયેલા હોય છે ઉભી સળીને ઢઢ્ઢો કહે છે તો આજુબાજુના ખૂણા કમાનાકાર સળીથી જોડાયેલા હોય છે. મધ્યમાં રહેલી ઊભી સળી ઉપર કિન્ના બાંધવામાં આવે છે એટલે પતંગની બંને તરફ હવાનું દબાણ સરખું રહે છે. પતંગની પૂંછડી સુકાનનું કામ કરે છે. કિન્ના બાંધવી એક કલા છે. શોખીનો પોતાની આવડત મુજબ પતંગને કાબૂમાં રાખી શકે છે.  લાંબી પૂંછડીવાળા પતંગ આકાશમાં વધુ સ્થિર રહે છે. ચીન અને જાપાનમાં વિવિધ પક્ષીઓ અને જંતુઓના આકારના પતંગ બને છે.
ચીનમાં રેશમ અને કાગળની શોધ સૌ પ્રથમ થઈ હતી. વળી ચીનમાં વાંસ પણ ખૂબ થાય છે. આ ત્રણેય વસ્તુઓ સહેલાઈથી મળતા અઢી હજાર વર્ષ પહેલા ચીનમાં પતંગની શોધ થઈ હતી. ચીનમાં મોઝી અને લુબાન નામના સાધુઓએ પ્રથમવાર કાગળનો પતંગ ચગાવ્યો હતો. ૧૬મી સદીમાં પતંગ વિશ્વભરના દેશોની લોકપ્રિય રમત અને પરંપરા બની ગયો.
વિજ્ઞાનીઓ હવામાનનો અભ્યાસ કરવા, એરિયલ ફોટોગ્રાફી કરવા, વિમાનના મોડેલ બનાવવામાં પતંગનો ઉપયોગ કરવા લાગ્યા.

◆વિવિધ દેશોમાં પતંગ પર્વ

  

* ભારતમાં મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ પતંગ ચગાવવાનો તહેવાર ગણાય છે. સૌથી વધુ મજા લોકોને પતંગના પેચ લડાવવામાં પડે  છે. પતંગોત્સવની હરીફાઈઓ પણ યોજાય છે. ભારતના પતંગ વિશ્વમાં ફાઈટર કાઈટ તરીકે ઓળખાય છે.

* પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પતંગ ચગાવવાને ગુડીબાજી કે પતંગબાજી કહે છે. ત્યાં જશ્ને બહરાન નામના તહેવારમાં પતંગ ચગાવાય છે. ત્યાં કપાયેલા પતંગ લૂંટવાનું અપશુકનિયાળ મનાય છે.

* યુરોપીયન દેશોમાં ઈસ્ટર અગાઉના ત્રણ દિવસ પતંગ ચગાવવાનો રિવાજ છે. અહીંના પરંપરાગત બર્મૂડા પતંગ જાણીતા છે.

* જાપાનમાં પતંગની સૌથી વધુ ડિઝાઈન અને આકારની વિવિધતા જોવા મળે છે. જાપાનમાં ભૂતપ્રેતને ભગાડવા પતંગ ચગાવવાની પ્રથા છે. આ ઉપરાંત ત્યાં બાળકના જન્મની ખુશાલીમાં પણ પતંગ ચગાવાય છે.

* વિયેટનામમાં પૂંછડી વગરના પતંગ ચગાવાય છે પરંતુ ત્યાં પતંગ સાથે વાંસની નાની વાંસળી બાંધવાનો રિવાજ છે. પતંગ ચગે એટલે વાંસળીમાંથી હવા પસાર થતાં મધૂરા સૂર ગૂંજે છે.

* ચીનમાં પ્રાચીનકાળથી પતંગ ચગાવાય છે. ચીનના શાનડોંગ પ્રાંતનું વેઈફાંગ શહેર પતંગનું પાટનગર ગણાય છે. વિશ્વનું સૌથી મોટું કાઈટ મ્યુઝિયમ આ શહેરમાં છે. ચીનમાં પતંગ માટે પરંપરાગત છ ડિઝાઈન શૈલી પ્રવર્તે છે. દરેક પતંગ એ છ પૈકીની જ એક શૈલીનો હોય છે.

* દક્ષિણ અમેરિકામાં ઈસ્ટરના દિવસે ભગવાન ઈશુના પૃથ્વી પરના પુનરાગમનને વધાવવા પતંગ ચગાવાય છે.

* ઈન્ડોનેશિયામાં વૃક્ષોનાં મોટાં પાનના પતંગ ચગાવવાની પરંપરા છે. ટાપુઓ પર પવનનું જોર વધારે હોવાથી ઈન્ડોનેશિયામાં કાપડ તેમજ પ્લાસ્ટીકના વિરાટ પતંગ બનાવવાની પ્રથા છે.

◆ પતંગના વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિયમ



- વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ વર્લ્ડ કાઈટ મ્યુઝિયમ ચીનના વાઈફંગમાં આવેલું છે. ૧૮૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા આ મ્યુઝિયમમાં વિશ્વભરના જુદી જુદી ડિઝાઈનના પતંગ જોવા મળે છે.
- અમેરિકાના વોશિંગ્ટનમાં લોંગ બીચ ખાતે પણ પતંગ મ્યુઝિયમ આવેલું છે. અહીં વિશ્વભરના વિવિધ પ્રકારના પતંગો ઉપરાંત જુદા જુદા દેશોએ પતંગ આધારિત પ્રસિદ્ધ કરેલી ટપાલ ટિકિટોનો સંગ્રહ પણ જોવા મળે છે.
- અમદાવાદમાં સંસ્કારકેન્દ્રમાં આવેલું પતંગ મ્યુઝિયમ પણ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. આ મ્યુઝિયમમાં છેલ્લા પચાસ વર્ષથી સંગ્રહ કરેલા નાના મોટા વિવિધ પ્રકારના પતંગ જોવા મળે છે. અહીં ૨૨ ફૂટ લાંબો અને ૧૬ ફૂટ પહોળો પતંગ પણ જોવા મળે છે.
આ ઉપરાંત વિશ્વભરમાં કેટલાક આકર્ષક પતંગ મ્યુઝિયમોમાં નીચેના મ્યુઝિયમ પ્રસિદ્ધ છે :
- ડ્રેકેન ફાઉન્ડેશન સિયેટલ, અમેરિકા
- ઇન્ટરનેશનલ કાઈટ મ્યુઝિયમ કોર્પસ ક્રિસ્ટી, અમેરિકા
- ધ કાઈટ મ્યુઝિયમ, પીલી આઈલેન્ડ, કેનેડા
- ટાકો-નો-હાકુબુત્સુકાન, ટોકીયો, જાપાન
- હ્યુજ કાઈટ મ્યુઝિયમ, શોવુઆ, જાપાન
- નેશનલ કાઈટ મ્યુઝિયમ નોમપેન, કંબોડિયા

◆પતંગથી શોધાયું વીજળીનું રહસ્ય



આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી વડે ચાલતાં ઘણા સાધનો હોય છે. ઇલેક્ટ્રિક એટલે કે વીજપ્રવાહ પાવર હાઉસમાંથી ધાતુના દોરડામાં વહી આપણા  ઘરમાં આવે છે.
આકાશમાં પણ વીજળી થાય છે. આકાશમાં થતી વીજળી અને આપણે ઉપયોગ કરીએ છીએ તે વીજળી એક જ તે જાણો છો ? આ રહસ્યની શોધ બેન્જામીન ફ્રેન્કલીન નામના વિજ્ઞાનીએ પતંગ, ચગાવીને કરેલી ૧૮મી સદીમાં થઇ ગયેલો આ વિજ્ઞાાની લેખક, સમાજસેવક અને વિજ્ઞાની હતો.
અત્યંત બુધ્ધિશાળી હતો. ચોમાસામાં આકાશમાં વીજળી થતી જોઇને તેને તે શું છે તે જાણવાની ઇચ્છા થઇ. એક વરસાદી રાતે તેણે પતંગ ચગાવ્યો. પતંગ સાથે ધાતુની ચાવી પણ બાંધી. પતંગ ચગ્યો અને આકાશમાં વાદળો વચ્ચે થતી વીજળી સુધી પહોંચ્યો. વરસાદને કારણે દોરી ભીની હતી.
બેન્જામિનનો પતંગ વીજળીના કડાકાના સંપર્કમાં આવ્યો ત્યારે  બેન્જામિનના હાથમાં વીજળીનો ઝાટકો લાગ્યો. તેણે ફરી આ પ્રયોગ કર્યો અને ખાતરી કરી કે આકાશમાં થતી વીજળી કરંટ ધરાવે છે.

◆ વડોદરાના પતંગબાજ તલના દાણા કરતા નાની પતંગો બનાવે છે



ઉતરાયણ પર્વનુ કાઉન્ટ ડાઉન શરૃ થઈ ગયુ છે.બજારમાં વેચાતા અને કાઈટ ફેસ્ટિવલમાં ઉડાડવામાં આવતા જંગી પતંગો વચ્ચે વડોદરાના એક પતંગબાજની કલાની નોંધ લેવા જેવી છે.શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ શીંદે મીનીએચર પતંગો બનાવવામાં નિષ્ણાત છે.તેમણે તલના દાણા કરતા પણ નાના કદની પતંગો બનાવેલી છે.આંગળીના એક નખ પર તેમણે બનાવેલી ૩૦ ટચૂકડી પતંગો સમાઈ જાય છે.
નરેન્દ્ર શીંદે અમદાવાદમાં અને અન્ય સ્થળોએ યોજાતા પતંગ મહોત્સવમાં પણ ભાગ લે છે.તરસાલીની સાંઈ વિહાર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ કહે છે કે વિરાટકાય પતંગો તો ઘણા બનાવતા હોય છે.મેં કંઈક નવુ કરવા માટે વિચાર્યુ હતુ.સૌથી પહેલા નાનકડી પતંગો બનાવવાની શરૃઆત મેં ૨૦૦૪માં કરી હતી.તે વખતે મેં આંગળીના ટેરવા જેટલી સાઈઝની પતંગ બનાવી હતી.એ પછી આંગળીના નખ જેટલા કદની પતંગ બનાવી હતી.પછી મને થયુ હતુ કે પતંગનુ કદ આના કરતા પણ નાનુ હોવુ જોઈેએ.આ વિચારમાંથી તલના દાણા જેટલી અને તેનાથી પણ નાના કદની પતંગનો જન્મ થયો હતો.
નરેન્દ્રભાઈ જે રીતે બીજી પતંગ બને છે તે જ રીતે આટલી નાની પતંગ બનાવે છે અને તે પણ નરી આંખે.તેઓ કહે છે કે હું કાગળ અને વાળ જેટલી પાતળી લાકડીના કમાન ઢઢ્ઢાનો ઉપયોગ કરૃ છું.આ પ્રકારની પતંગ બનાવવા માટે ફેવિકોલ, બ્લેડની જ મને જરૃર પડે છે.શરુઆતમાં ટચૂકડી પતંગ બનાવવા માટે મને સમય લાગતો હતો.એ  બાદ ફાવટ આવી જતા હવે એકાદ કલાકમાં આવી ૧૦ પતંગો બની જાય છે.અત્યાર સુધીમાં તેમણે આ પ્રકારની ૧૦૦ ઉપરાંત પતંગો બનાવી છે.
નરેન્દ્રભાઈએ વિવિધ કાઈટ ફેસ્ટિવલમાં પણ ટચૂકડી પતંગોને પ્રદર્શીત કરેલી છે.