નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Sunday, January 10, 2016

◆ આજનો પરિચય-કવિવર પ્રેમાનંદ-મહા આખ્યાનકારશ્રી પ્રેમાનંદ જન્મજયંતિ વિશેષ◆

કવિવર પ્રેમાનંદ

જન્મઃ ઇ.સઃ ૧૬૩૬

વતનઃ વડોદરા

જ્ઞાતિઃ નાદેરં ચતુર્વંશીબ્રાહ્મણ

પિતાઃ કૃષ્ણરામ

દાદાઃ જયદેવભટ્ટ

ગુરુનું નામઃ રામચરણ

પત્નીઃ હરકોરબાઇ

પુત્રઃ જીવરામ અને વલ્લભ ભટ્ટ

વ્યવસાયઃ આખ્યાનના વ્યવસાય અર્થે સુરત અને નંદરબારમાં રહ્યાં .

વિશેષતાઃ સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર

માણભટ્ટના નામથી જાણીતા /કવિ શિરોમણિ

કૃતિઓઃ

મહાભારત પરથીઃ- અભિમન્યુ-આખ્યાન //સુધન્વાખ્યાન // નળાખ્યાન

ભાગવત પરથીઃ- ઓખાહરણ// રુકિમણીહરણ // સુદામા ચરિત્ર//

રામાયણ પરથી – રણયજ્ઞ //

માર્કરડેય પુરાણપરથીઃ– મદાલસાખ્યાન//

હરિવંશ પરથીઃ- ચંદ્રહાસાખ્યાન //

નરસિંહ મહેતાના જીવનપ્રસંગો પરથીઃ- હૂંડી //શ્રાદ્ઘ //શામળશાનો વિવાહ //

આખ્યાનકાવ્યો – કુંવરબાઇનું મામેરું// ચંદ્રહાસાખ્યાન // દાણલીલા // સ્વર્ગની નિસરણી

//વિવેક વણજારો // રણયજ્ઞ //દશમસ્કંધ //ઓખાહરણ // દ્બદશ માસ જેવા વિરહના

મહિના//ભ્રમરપચીશી //વામનકથા //બબ્રુવાહન- આખ્યાન // સંપૂણ ભાગવત //રામાયણ

//સુભદ્રાહરણ//લક્ષ્મણાહરણ //દ્રૌપદીવસ્ત્રાહરણ //ૠષ્યશૃંગાખ્યાન//અષ્ટાવક્રાખ્યાન / /માંધાતા

–  આખ્યાન// સત્યભામારોષ દર્શકા ખ્યાન//પાંચાલીપ્રસન્નાખ્યાન//તપત્યાખ્યાન //

              ●અવસાનઃ      ઇ.સઃ૧૭૩૪


                                             
પછી  શામળિયોજી બોલિયા

પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે,
હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે ?

આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે,
હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે ?

અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે,
હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે ?

આપણે સૂતા એક સાથ રે તને સાંભરે રે,
હાજી સુખદુ:ખની કરતા વાત મને કેમ વિસરે રે ?

પાછલી રાતના જાગતા તને સાંભરે રે,
હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે ?

ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે,
હાજી જાચવા કોઈ શ્રેષ્ઠ મને કેમ વિસરે રે ?

કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે,
કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે ?

>>>  દોસ્તો....ઉપરની આખી માહિતી નાનકડી pdf file મા download કરો અને સાચવો હંમેશ માટે..જેથી કરીને આપ આપની સ્કૂલ મા ઉપયોગ કરી શકો.
 Pdf માટે અહીંCLICKK કરો.

Thanks for read it.