નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Wednesday, February 24, 2016

'Pen Drive'નો આ રીતે પણ ઉપયોગ કરી શકાય

છેલ્લા ઘણા વર્ષોથી ડેટા સ્ટોરેજ અને ટ્રાન્સફર કરવા માટે પેન ડ્રાઈવ સૌથી સરળ રસ્તો છે. શરૂઆતના સમયમાં પેન ડ્રાઈવની કિંમત ઘણી મોંઘી રહેતી હતી પરંતુ હાલમાં ૧૬ જીબીની ક્ષમતા ધરાવતી પેન ડ્રાઈવ પણ ૩૦૦થી ૪૦૦ રૂપિયામાં મળી જાય છે. સ્ટોરેજ સિવાય પણ પેન ડ્રાઈવના અન્ય કેટલાક ઉપયોગો છે, જે અમે તમને જણાવી રહ્યા છીએ.

યુએસબી દ્વારા ચાલતી એપ્સઃ પોર્ટેબલએપ્સ એ લોન્ચર એપ્લિકેશન છે અને તે સીધી યુએસબી ડ્રાઈવ દ્વારા જ ચાલે છે. જેનાથી તમે વધારાની અસંખ્ય એપ્સ ડાઉનલોડ કરી શકો છો. જેમાં તમે તમારી પસંદગીની એપ્લિકેશન જેવી કે ફાયર ફોક્સ, કોર્મ, વીએલસી મીડિયા પ્લેયર, ફોક્સિટ રિડર અને તેવી અન્ય એપ્લિકેશનનો સમાવેશ થાય છે. કોમ્પ્યુટરમાં યુએસબી કનેક્ટ કરતા જ તમે તાત્કાલિક તમારી મનપસંદ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તમે તેને www.portableapps.com પરથી ડાઉનલોડ કરી શકો છો.

ઝડપી કોમ્પ્યુટર મેઈનટેનન્સ અને ટ્રબલશૂટિંગઃ ઘણી વખત આપણા કોમ્પ્યુટરમાં વાઈરસ, માલવેર કે પછી હાર્ડવેરના પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે ત્યારે તમે યુએસબી ડ્રાઈવની મદદથી તેને દૂર કરી શકો છો. તમે યુએસબી ડ્રાઈવમાં આવા પ્રોબ્લેમ્સ દૂર કરતી ઉપયોગી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી શકો છો. www.portableapps.com પર તમને યુએસબી દ્વારા ડાયરેક્ટ રન કરાવી શકો તેવા પ્રોગ્રામ મળી રહેશે. તેમાં સિક્યુરિટી, વાઈરસ રિમૂવલ અને બેકઅપને લગતી એપ્સ મળી રહેશે. આ ઉપરાંત તમે ટ્રેન્ડ માઈક્રોસ હાઉસ સેલ, કાસ્પરસ્કાઈનું વાઈરસ રિમૂવલ ટૂલ અને ઝડપથી મેઈન્ટેનન્સ ચેક માટે ગ્લેરી યુટિલિટિસ પણ ડાઉનલોડ કરી શકો છો.

પસંદગીના ફોલ્ડર્સનો ઓટોમેટેડ બેકઅપ્સઃ કોમ્પ્યુટર યુઝર્સ માટે સ્ટોરેજ સૌથી મહત્વનો પ્રશ્ન છે. પરંતુ મહત્વનો ડેટા તમે કેટલાક ગિગા બાઈટ્સમાં આસાનીથી સેવ કરી શકો છો. જેમાં તમારા ફોટોગ્રાફ્સ, વીડિયો, સોન્ગ્સ કે મહત્વના ડોક્યુમેન્ટ્સના ફોલ્ડરનો સમાવેશ થાય છે. હાર્ડ ડિસ્કના સમગ્ર બેકઅપ કર્યા સિવાય માઈક્રોસોફ્ટના સિન્કટોય અપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય જેના દ્વારા તમે સિલેક્ટેડ બેકઅપ કરી શકો છો અને તેનાથી તમારી એક્સટર્નલ યુએસબી ફ્લેશ ડ્રાઈવ અને હાર્ડ ડ્રાઈવ વચ્ચે સિન્ક્રોનાઈઝ પણ થઈ શકે છે. એક વખત કન્ફિગર કર્યા બાદ તમે યુએસબી ડ્રાઈવ પ્લગ્ડ કરીને સરળતાથી બેકઅપ મેળવી શકો છે. આ એપ http://goo.gl/Zz77V પરથી મળી શકે છે.

No comments: