ઓસ્ટ્રેલિયાની કુદરતી અજાયબી :
લેક હિલિયર
પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ઓસ્ટ્રેલિયા ખંડ ઘણી કુદરતી લાક્ષણિકતા માટે જાણીતો છે. કાંગારૃ અને કિવિ જેવા વિચિત્ર પશુ-પંખીઓની જેમ અહીંની વનસ્પતિ અને ભૌગોલિક વિશેષતાઓ પણ અજાયબ છે. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠાના મિડલ આઇલેન્ડમાં આવેલું ગુલાબી તળાવ વિશ્વ પ્રસિદ્ધ છે. આ તળાવનું પાણી ગુલાબી કેવી રીતે રહે છે તે રહસ્ય ઉકેલાયું નથી. ૬૦૦ મીટર લાંબા અને ૨૫૦ મીટર પહોળા આ લંબગોળ તળાવનું નામ લેક હિલિયર છે.
નવાઈની વાત એ છે કે આ તળાવનું પાણી એકદમ તેજસ્વી ગુલાબી રંગનું છે ગ્લાસ કે કોઈ પાત્રમાં ભરો તો પણ તે ગુલાબી જ દેખાય છે.
લેક હેલિયર ખારા પાણીનું તળાવ છે તેમાં રહેલા ડૂનાલિલા નામના સૂક્ષ્મ બેક્ટેરિયાના કારણે તે ગુલાબી રંગનું હોવાનું અનુમાન છે. તળાવના કાંઠે ચારે તરફ યુકેલિપ્ટસનાં વૃક્ષો આવેલા છે.
ઇ.સ. ૧૮૦૨માં આ તળાવની શોધ થઈ હતી. તેની નજીક એક લાલ તળાવ પણ હતું. ફ્લિન્ડર્સ નામના દરિયાખેડૂએ તેના એક મિત્ર વિલિયમ હિલિયરની યાદમાં આ તળાવને નામ આપેલું. ૧૯મી સદીમાં આ તળાવના કાંઠે મીઠાનું ઉત્પાદન થતું. ડેડ સીની જેમ આ તળાવનાં પાણીમાં ખૂબ જ ક્ષાર હોવાથી સહેલાઈથી તરી શકાય છે. આ તળાવ ઓસ્ટ્રેલિયાનું સુરક્ષિત પર્યટન સ્થળ છે અહીં ઘણાં સહેલાણીઓ આવે છે.
No comments:
Post a Comment