ગુડ ફ્રાઇડે હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે. આ તહેવાર ખ્રિસ્તી ધર્મમાં ઇસુને સૂળીએ ચઢાવવામાં આવ્યા હતા તેના ઉપલક્ષ્યમાં આ તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર પવિત્ર સપ્તાહ દરમિયાન મનાવવામાં આવે છે. આ તહેવાર ઇસ્ટર સન્ડે પહેલા આવતાં શુક્રવારે મનાવવામાં આવે છે. ગુડ ફ્રાઇડે એક એવો દિવસ છે જ્યારે ઇસુએ ધરતી પર વધી રહેલાં પાપ માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ આપ્યું હતું. ઇસુએ ખૂબજ પીડા ભોગવીને માનવતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. ગુડ ફ્રાઇડેના દિવસે પ્રાર્થના કરવા માટે ક્રૂસીફિક્સ તૈયાર કરવામાં આવી છે.
શું છે ગુડ ફ્રાઇડે ?
ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ઇસુની યાદમાં ગુડ ફ્રાઇડે મનાવવામાં આવે છે. પરંતુ પોતાનાં મૃત્યુનાં ત્રણ દિવસ પછી ઇસુ ફરી જીવીત થયા હતા અને તે દિવસ રવિવાર હતો જેને ઇસ્ટર ફ્રાઇડે કહેવામાં આવે છે. ગુડ ફ્રાઇડેને બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે.
"ગુડ ફ્રાઇડે" વિષે એક માહિતી ...
"ગુડ ફ્રાઇડે" માટે વર્ષો થી એક માન્યતા બધાના મગજ માં દ્રઢ થઇ ગઈ છે અને નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે " Second Friday of April is Good Friday and Sunday following Good Friday is Easter " એપ્રિલ મહિના નો બીજો શુક્રવાર એ ગુડ ફ્રાઇડે અને તે પછીનો રવિવાર એ ઈસ્ટર કહેવાય અને આ જ પ્રમાણે થયે રાખતું પણ હમણા અમુક અમુક વર્ષો થી ગુડ ફ્રાઇડે માર્ચ ના છેલ્લા શુક્રવારે અથવા એપ્રિલ ના પહેલા કે ત્રીજા શુક્રવારે પણ આવેલ . આ વર્ષે 25 મી માર્ચ એ એટલે કે ચોથા શુક્રવારે ગુડ ફ્રાઇડે છે . સામાન્ય રીતે અંગ્રેજી કેલેન્ડર માં આવું બનતું ન હોય . નાતાલ 25 ડીસેંબરે જ આવે. આવું કેમ બને છે તે જાણવા પ્રયત્ન આદર્યા પણ ક્યાયથી સંતોષકારક જવાબ ન મળ્યો . ઘણા થોથા ઉથલાવ્યા ત્યારે માહિતી મળી .
" વિષુવવૃત્ત ની કાલ્પનિક રેખા જયારે પૃથ્વી ના મધ્ય ભાગ માંથી પસાર થાય છે ત્યારે દિવસ અને રાત બંને સરખા હોય છે . વર્ષ માં આવા બે દિવસ માર્ચ અને ડીસેંબર માં આવે છે .માર્ચ માં 22 કે 23 માર્ચ હોય છે જેને Spring Equinox કહે છે . આ Spring Equinox ના દિવસ પછી જે પૂનમ આવે તે પછી નો તરત માં આવતો શુક્રવાર એ ગુડ ફ્રાઇડે ગણાય છે ."
આ વર્ષે જોઈએ તો 22 માર્ચ (Spring Equinox) ના રોજ ફાગણ સુદ ચૌદસ હતી અને ત્યાર પછીની પૂનમ એટલે કે ફાગણ સુદ પૂનમ ( હોળી ) 23 માર્ચ ના રોજ આવી અને 23 માર્ચ ( બુધવાર ) પછીનો તરત નો શુક્રવાર 25 માર્ચ જે આ વખતે ગુડ ફ્રાઇડે છે . આમ પશ્ચિમ ના દેશ માં પણ ચાંદ્ર કેલેન્ડર મુજબ ગુડ ફ્રાઇડે નક્કી થયો .
No comments:
Post a Comment