બેંકમાંથી અર્ધી રાત્રે પૈસા ઉપાડવા માટેનું એટીએમ મશીન જાણીતું છે. શહેરોમાં મુખ્ય જાહેર સ્થળોએ મુકવામાં આવતાં અને કેશિયરની મદદ વિના પૈસા આપતા આ મશીનનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે.
આ મશીનની શોધ ઇ.સ. ૧૯૩૯માં લ્યુથર સિમઝિયાન નામના ટેકનિશિયને કરેલી. તેણે આ પ્રકારના ઘણા મશીનો બનાવેલા.
જો કે તેણે બનાવેલું મશીન બેંકમાં ઉપયોગી થયું નહોતું. પણ તેના મશીનમાંથી પ્રેરણા લઈ જ્હોન વ્હાઈટ નામના એન્જિનિયરે નવું મશીન બનાવ્યું.
બેંકમાં ઉપયોગી થાય તેવું મશીન ઈ.સ. ૧૯૬૭માં બ્રિટનના જ્હોન શેફર્ડે બનાવેલું. આ મશીન લંડનની બર્કલે બેંકમાં મૂકવામાં આવેલું. મશીનનું હુલામણું નામ 'હોલ ઈન ધ વોલ' હતું.
આજે અંદાજ વિશ્વમાં દર ૩૦૦૦ વ્યક્તિએ એક એટીએમ મશીન અસ્તિત્ત્વમાં છે. અમેરિકા, કેનેડા, યુરોપ અને જાપાનમાં સૌથી વધુ એટીએમ મશીન છે.
તમે નહીં માનો પણ બરફાચ્છિત દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં પણ એક એટીએમ છે તે ન્યૂઝિલેન્ડના રોસ ડિસ્પેન્ડેસીમાં આવેલું છે. કેટલાંક પ્રવાસી જ્હાજોમાં પણ એટીએમ મશીન હોય છે.
વિશ્વમાં મોટા ભાગના એટીએમ માઇક્રોસોફટ વિન્ડોઝના સોફટવેર વડે ચાલે છે.
આધુનિક એટીએમ મશીનમાં વિડિયો કોન્ફરન્સ કે જે બેંકના કેશિયર સાથે મુલાકાત કરાવી આપે તેવા મશીનો પણ છે. તે હજી વિશ્વવ્યાપી બન્યા નથી.
No comments:
Post a Comment