નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો....!!
પરીક્ષાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આપ બધા Exam ની તૈયારીમાં વ્યસ્ત હશો...ખરું ને !
મારે આ સમયે મારા આ બ્લોગ મારફતે આપ દરેકને કેટલાક સોનેરી સૂચનો કરવા છે, હા અમલ કરવો કે નહી એ આપની ઉપર છોડી દઉં છું.
1. સૌપ્રથમ વાંચન માટે યોગ્ય ટાઇમ મેનેજમેન્ટ
ગોઠવી વિવિધ વિષયોમાં પરીક્ષાની પેપરસ્ટાઇલને અનુરૂપ તૈયારી કરો.
ગોઠવી વિવિધ વિષયોમાં પરીક્ષાની પેપરસ્ટાઇલને અનુરૂપ તૈયારી કરો.
2. ખોટા ઉજાગરા કરવા કરતાં સવારે વહેલા ઊઠીને વાંચન કરવું લાભદાયી રહેશે.સવારે વાંચેલું વધુ યાદ રહે છે.
3. ખોરાક લેવામાં ધ્યાન રાખશો, સાદો અને સમતોલ સુપાચ્ય આહાર લેશો.ચા-કૉફી, પીણાં પ્રમાણસર લો.
4. પરીક્ષાની રિસીપ્ટ મેળવ્યા બાદ તેની ઝેરોક્સ કઢાવી રાખશો જેથી ઇમરજન્સીમાં કામ લાગે.
5. પરીક્ષાના આગલા દિવસે કોઇ નવો પ્રશ્ન તૈયાર કરવાનું ટાળો, ફક્ત તૈયાર કરેલ માહિતીનું મનન કરશો.
6. 6 થી 7 કલાકની પૂરતી ઊંઘ લો અને મગજને આરામ આપો.
7. પેપર સારું જ લખાશે એવો આશાસ્પદ અભિગમ રાખો.
8. હંમેશા પોઝીટીવ બનો, નેગેટીવ વિચારોને તમારા મનમાં સ્થાન ના આપો.
9. શક્ય હોય ત્યાં સુધી ડ્રાઇવિંગ કરવાનું ટાળો-રહેણાંકની બહાર ખોટા આંટા મારવા નહી.
10. પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાકક્ષની જાત તપાસ કરી લેવી હિતાવહ છે.
11. પરીક્ષાના દિવસે સવારે ચા-દૂધ સાથે હળવો નાસ્તો લો.
12. પરીક્ષા સ્થળે અડધો કલાક વહેલા પહોંચો, શક્ય હોય તો ઘરના કોઇ સભ્યને સાથે લેતા જજો.
13. પરીક્ષા માટે જરૂરી સાધન સામગ્રી જેવી કે પેન,પેન્સિલ,કંપાસબૉક્સ,ઘડિયાળ, રિસીપ્ટ,પેડ વગેરે યાદ કરીને લઇ લો.
14. અફવાઓ પર ધ્યાન ના આપતાં પ્રભુ સ્મરણ કરીને પરીક્ષા આપવાનું શરૂ કરો.
15. નિર્ભયતાથી, હકારાત્મક બની, આત્મવિશ્વાસ સાથે લખો. સૌથી વધુ આવડતો વિભાગ પહેલા લખો.
=> બસ વિદ્યાર્થી મિત્રો આ 15 પંક્તિઓનું પાલન કરો અને પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવો.
આભાર સહ....... રાકેશ જે.ચૌહાણ.
No comments:
Post a Comment