નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, December 19, 2015

●સરકારી શાળાનો શિક્ષક બાળકોને ભણાવતો 'આસારામ ચાલીસા'●

બાડમેર તા. 19 ડિસેમ્બર 2015

સરકારી શાળાની પ્રાર્થના સભામાં બાળકોને આસારામ ચાલીસાનું પઠન કરવા અને મા સરસ્વતીની જગ્યાએ આસારામન તસવીર રાખી બાળકો પાસે જબરદસ્તીથી પૂજા કરાવવાની ઘટના રાજસ્થાનના બાડમેરમાં સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ સચિવ કુંજીલાલ મીણા પણ સ્તબ્ધ રહીં ગયા. ઘટનામાં કાર્યવાહી કરતા મીણાએ ધોલાડેરની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મગારામ ઘાટને સસ્પેન્ડ કરી દિધા છે.

ગામના લોકોએ ફરિયાદ કરી હતી કે મગારામ દુષ્કર્મના આરોપી આસારામના ભજન-કીર્તન અને ધુપ કરી બાળકોને ધ્યાન કરવા મજબુર કરતો હતો. ફરિયાદ મળવા પર બીઈઈઓ અને અધિકારીએ તપાસ કરાવી હતી પરંતુ તેમાં કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા શુક્રવારના રોજ ગામના લોકો બાડમેર પહોંચ્યા અને શિક્ષણ સચિવ મીણાને મળ્યા.

મીણાએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે,'ધોલાડેરની સરકારી પ્રાથમિક શાળામાં જે થઇ રહ્યું હતું તે યોગ્ય નહતું. આ રીતેથી કોઇ શિક્ષક જિદ્દ કરીને આસારામના ભજન-કીર્તન કરાવી શકે નહીં. શિક્ષકની આ હરતના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો.'
News by Gujrat Samachar.

No comments: