નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, December 19, 2015

◀જમરૃખ અને સીતાફળથી દૂર થતા ઘણા રોગો▶

ઠેરઠેર આજકાલ લારીઓ જમરૃખ અને સીતાફળના ભરેલી જોવા મળશે. એના ભાવ પહેલાંના વર્ષો કરતાં મોંઘા પણ બીજી રીતે સસ્તા છે. શરીરમાં થતા કેટલાય રોગોનો આ બન્ને ફળ રામબાણ ઈલાજ છે.
દા.ત. દાંતના રોગોનો જમરૃખ રામબાણ ઈલાજ છે. એમાં પણ જમરૃખડીના પાન ચાવવાથી દાંતોના કીડા અને દાંતોને લગતા રોગો પણ દૂર થાય છે.
જમરૃખમાં વિટામીન બી-૩ અને વિટામીન બી-૬ છે. એ વિટામીનો બ્રેઈનમાં લોહીના ભ્રમણને વ્યવસ્થિત કરે છે. એમાં એન્ટીઓક્સીડેન્ટ છે જે કોષોનું સેલનું રક્ષણ કરે છે. એમાં ખૂબ પ્રમાણમાં ફાયબર છે જે પાચનતંત્રને સુધારે છે એટલે કે ટૂંકમાં પેટ સાફ લાવે છે.
ડાયાબીટીસના દર્દીઓને જમરૃખ રોગ દૂર કરવામાં લાભ કરે છે. એમાં જે ગ્લાઈએમી ઈન્ડેક્સ અને ફાઈબર છે એ બંને શરીરમાં ગ્લુકોજનું લેવલ જાળવે છે.
જ્યારે વિટામીન સી નેચરલ એન્ટીહિસ્ટીમીન છે. જમરૃખમાં એ પ્રચુર પ્રમાણમાં છે. એનાથી ઈનાલેમેટરી પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતા હિસ્ટમીનનું સ્તર ઘટે છે. જેથી શ્વાસની એલર્જી અંકુશમાં આવે છે.
જામફળ આંખો માટે પણ ફાયદાકારક છે. જમરૃખમાં વિટામીન બી-૯ અને ફોલિક એસીડ છે. બાળકોની નર્વસ સિસ્ટમ માટે એ જરૃરી છે. ગર્ભવતી મહિલા જમરૃખ ખાય તો એનું આવનારું બાળક મગજના રોગોથી બચે છે.
જમરૃખમાં જે એન્ટીઓક્સીડેન્ટ છે એનાથી ચામડીની કરચલીઓ નથી થતી. જેથી ચહેરા ઉપરની ચમક વધે છે. એમાં જે મેગ્નેશીયમ છે એ માંસપેસીઓની નસોને આરામ આપે છે. જમરૃખ ટેન્શન પણ ઘટાડે છે. એમાં એવા ખનીજ છે જે હાર્મોન બનાવે છે. એ થાઈરોઈડને સારી રીતે કામ કરતી કરે છે.
તાવ જો લાંબા વખતથી હોય તો પાકેલા જામફળના બી ખાઓ અને ઉપર પાણી પીઓ. જમરૃખના બી ચાવીને ખાવાથી આંતરડામાં રહેલો કચરો નીકળી જાય છે અને પેટ પણ સાફ થાય છે.
એ જમરૃખની જેમ જ સીતાફળ પણ ઔષધીય ગુણોથી ભરપુર છે. સંસ્કૃતમાં સીતાફળને વૈદેહીવલ્લભ અથવા કૃષ્ણબીજ કહે છે. વનસ્પતિશાસ્ત્રમાં સ્વવામોસા કહે છે. ચીકુ, કેળા વગેરે ફળની જેમ સીતાફળનું ઉપરનું પડ ત્વચા કાઢી નાંખીને અંદરનો ગર્ભ માવો ખાવાનો હોય છે જેમાં બી હોય છે એ ફેંકી દેવાના હોય છે.
આયુર્વેદમાં સીતાફળને રક્તવર્ધક, તૃપ્તિજનક, હૃદય માટે હિતકારી, શીતલ, શક્તિવર્ધક, માંસવર્ધક, વાયુનો નાશ કરનાર કહ્યું છે. એ ખાવાથી પીઠ અને કરોડરજ્જુની ચિકિત્સામાં એ કામ આપે છે. એના બીનું તેલ જંતુનાશક છે.
Source by gujrat samachar.

No comments: