નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, December 19, 2015

●Pramukh Svami Maharaj ●Read full biography●

               પ્રમુખ સ્વામી મહારાજ

         
પ્રમુખ સ્વામી મહારાજ
Pramukh Swami Maharaj
જન્મ તિથિ૭ ડિસેમ્બર, ૧૯૨૧
જન્મ સ્થાનચાણસદવડોદરાભારત
પૂર્વાશ્રમનું નામશાંતિલાલ પટેલ
ગુરૂશાસ્ત્રીજી મહારાજ, સાધુ ગુણાતીતાનંદ
સન્માનશાસ્ત્રી

◆પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન◆
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. માગશર સુદ ૮, સંવત ૧૯૭૮ (૭ ડિસેમ્બર, ૧૯૨૧)ના રોજ આ નાના સરખા ગામમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પહેલા ઘરમાં નાના એવા પરિવારમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર છે. સ્વામીનારાયણ સંપ્રદાયની પેટાશાખા એવી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે તેમને પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખવામાં આવે છે.
તા. ૨૨-૧૧-૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. તા. ૧૦-૧-૧૯૪૦ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી અને તેમાંથી સૌને મળ્યા નારાયણસ્વરૂપ દાસ સ્વામી. સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદૃષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા - અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા.
◆પુર્વ ભુમિકા◆
પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખાતા શાસ્ત્રી નારાયણસ્વરુપ દાસ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા બીએપીએસના હુલામણા નામે ઓળખાતી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને સંતમૂર્તિ છે. ૯૪ વર્ષની ઉમંરે પણ લોકહિતાર્થે તેઓ વિચરણ કરે છે. યુનોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે. આજે નિઃસ્વાર્થભાવે સેવા કરતા ૮૪૪થી વધુ ત્યાગી પૂર્ણકાલિન સ્વયંસેવી-સમાજસેવી સંતોનો સમુદાય અને ૯૦૦થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના નામે નોંધાયેલો છે.
◆જન્મ◆
આ સંત પુરુષનો જન્મ ગુજરાતમાં થયો છે.તેમના બાળપણનું નામ શાંતિલાલ હતું માગશર સુદ-૮, સંવત- ૧૯૭૮, તા.૭-૧૨-૧૯૨૧ના રોજ મોતીલાલ પટેલ અને દિવાળીબાના ખેડૂત કુટુંબમાં વડોદરા પાસેના ચાણસદ ગામે જયારે તેઓ બે ઓરડાના નાના ખોરડામાં જન્મ્યા ત્યારે આ પુત્ર પાસે માતાએ કેટલી આશા રાખી હશે? દીકરો મોટો થઈને મારું ખોરડું ઉજાળે! મારા નાનકડા સંસારને અજવાસથી ભરી દે! માતાની મમતા તો આટલી અપેક્ષા રાખે તેમાં કંઇ ખોટું નથી.તેમનું પ્રાથમિક શિક્ષણ ત્યાં જ થયું. આજે આ ગામમાં સ્વામિનારાયણ મંદિર છે.
◆દિક્ષા અને શિક્ષા◆
માતા પિતાની મમતા હતી પરંતુ શાંતિલાલ નામના આ બાળકે ૧૮ વર્ષના થતાં થતામાં તો ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની ચારલીટીની ચિઠ્ઠી પર સંસાર મૂકી ત્યાગના પથને વહાલો કરી લીધો. જાણે એ જ પળથી સમગ્ર સંસારને શાંતિના ઝરામાં ઝબકોળતા રહેવાની પ્રતિજ્ઞા લીધી.આજીવન ગુરુસેવાવ્રત ધારણ કરનાર શાંતિલાલ દિક્ષા પામ્યા અને સાધુ નારાયણ સ્વરુપદાસજી બન્યા.તેમની સેવાભાવનાથી ગુરુએ તેમાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથે સાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી.પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા અને એક દિવસ ઉપ્રોક્ત સંસ્થાના પ્રમુખ બનતા આજે જે નામથી ઓળખાય છે તે નામ મળ્યું.
◆સામાજિક સેવાઓ◆
સંસ્થાના પ્રમુખ બનતા વટ વૃક્ષની માફ્ક ફેલાય રહેલી સંસ્થાના વહિવટની જવાબદારી તેમના શિરે આવી.નદી વહેતી ભલી અને સંત ફરતા ભલા,એ લોક વાયકા પ્રમાણે ગુરુના પ્રમુખ સ્વામી સત્સંગ વિચરણમાં લાગી ગયા.૧૮૦૦૦ થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો.૨૫૦૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. ૯૦૯૦ જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા.૫૫૦૦૦ હજાર સ્વયં સેવકોની ફોજ તૈયારી કરીને સમાજ સેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધુણી ધખાવી.હોસ્પીટલો -શાળાઓ બનાવીને નિરામય -શિક્ષિત સમાજ તૈયાર કર્યો. સંપત્તિના નામે એમની પાસે છે માત્ર હરિનામની માળા, ચાર વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર! સતત વિચરણ એમની આગવી વિશેષતા છે. પ્રમુખસ્વામીનું સરનામું કયું? આ સવાલનો કોઈ કાયમી જવાબ નથી. આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દોને ગણકાર્યા વગર અનેક્ ગામડાંઓમાં ઘૂમી વળ્યા છે.
સ્વામીની કરુણાની ભાવનાએ એના વ્યાપમાં દીનદુખિયાની સેવા ઉપરાંત જીવમાત્રની સેવાને આવરી લઈ સમાજસેવાનું એક પણ ક્ષેત્ર તેમણે વણસ્પશ્ર્યુ રાખ્યું નથી. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં માનવ સહાય માટે અનન્ય પુરુષાર્થ કર્યો છે. કોમી રમખાણો, વિવિધ આંદોલનોમાં શાંતિ માટેના પ્રયાસો એમણે કર્યા છે. એમણે કેળવણીના ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન આપ્યું છે.
● આભાર ●