નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Tuesday, January 26, 2016

● એવું તો શું છે કે આ શિક્ષક 19 વર્ષથી 100 મીટર તરીને જાય છે સ્કૂલે, બાળકોને પણ તરતા શીખવ્યું, કોની સલાહ માનીને કરે છે આવું? વાંચો

સૌજન્ય-દિવ્ય ભાસ્કર

અબ્દુલ મલિક કેરલના મલપ્પુરમ જિલ્લાના એક શિક્ષક છે, પોતાના પ્રોફેશન પ્રત્યે તેમનુ સમર્પણ કાબિલે દાદ છે. એ ડ્યૂટી પર જવા માટે રોજે 100 મીટર પહોળી નદી તરીને સ્કૂલે જાય છે. નવાઈની વાત તો એ છે કે છેલ્લાં 19 વર્ષમાં તેમણે એકપણ દિવસ ક્લાક મિસ નથી કર્યો. પૂર આવે તો પણ તેઓ નદી પાર કરીને સ્કૂલે અચૂક જાય છે.

કોની સલાહ માનીને કરે છે આવું?
40 વર્ષના અબ્દુલ પડિંજત્તેમુરીમાં પ્રાઈમરી ટીચર છે. તે કહે છે કે,"નોકરી લાગી એના બે-ત્રણ વર્ષ સુધી હું સડકમાર્ગે સ્કૂલે જતો હતો પરંતુ આમ જવામાં 24 કિમીથી વધારેનો પ્રવાસ કરવો પડતો. ત્રણ બસો બદલવી પડતી અને ઘરેથી પણ વહેલાં જવું પડતું. એવામાં એક દિવસ સહકર્મી બાપુત્તીની સલાહ માનીને તેણે તરીને સ્કૂલે જવાનું શરૂ કર્યું. પરિવારના લોકો થોડું ડર્યા પણ એમને પોતાના પર વિશ્વાસ હતો. હું કપડાં, ટૉવેલ અને પુસ્તકો પોતાની સાથે પોલિથિનમાં બાંધીને લઈ જવું છુ,. નદીની પેલે પાર જઈને કપડાં બદલી લઉ છું.'

સ્ટુડન્ટ્સ પણ શીખ્યાં સ્વીમિંગ
સ્ટુડન્ટ્સ નદી કિનારે ઊભા રહીને અબ્દુલને આ રીતે સ્કૂલે આવતાં જોતા હતા. આ જોઈને કેટલાક સ્ટુડન્ટ્સે પોતાની ઉત્સુકતાને અભ્યાસમાં ફેરવવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં એક-બે છોકરાઓએ તરવાનું શરૂ કર્યું. પરંતુ હવે તો અબ્દુલ ઘણાં બાળકોને તરવાની ટ્રેનિંગ આપી રહ્યાં છે. સ્ટુડન્ટ કહે છે કે આ રીતે તો સરે અમને સ્વસ્થ રહેતા પણ શીખવાડી દીધું છે. વર્ષો સુધી નદી સાથે આવો  સંબંધ રહ્યો એટલે એમણે નદીને સ્વચ્છ રાખવાનો નિર્ણય પણ કરી લીધો. હવે બાળકો સાથે નદી પાર કરતી વખતે નદીમાં કોઈ કચરો કે પોલિથિન દેખાય તો એ પણ ઉપાડી લે છે. સાથે જ લોકોને પણ નદી સ્વચ્છ રાખવાનો સંદેશ આપે છે.

●વધુ માહિતી તેમજ ફોટો માટે ક્લિક કરો

News by દિવ્ય ભાસ્કર
http://www.divyabhaskar.co.in/new

No comments: