નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Saturday, January 02, 2016

●વૈજ્ઞાનિક પરિચય◆ગેસ ટર્બાઈનનો શોધક : ઓરેલ સ્ટોડોલા●




વિમાનો, જહાજ વગેરે વાહનો ટર્બાઈનથી ચાલે છે. ટર્બાઈન એટલે ચત્રાકાર ફરતો પંખો. આ પંખાને ફેરવવા માટે જાતજાતના એન્જિનો અને તેમાં બળતણ વપરાય, અગાઉ વરાળથી, પાણીથી ચાલતા ટર્બાઈન ઉપયોગમાં લેવાતાં ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ વડે ચાલતા ટર્બાઈન શોધાયાં. ગેસ ટર્બાઈન શક્તિશાળી એન્જિન છે. તેમાં હવાને ગરમ કરી તેમાં ઇંધણ ઉમેરવામાં આવે છે.
આ જેટ વિમાન પણ આ પ્રકારના એન્જિનથી ચાલે છે. ગેસ ટર્બાઈનની શોધમાં ઘણા વિજ્ઞાનીઓનો ફાળો છે. તેમાં ઓરેલ સટોડોલાનો મહત્ત્વનો ફાળો છે. તેણે ૧૯૦૩માં ગેસ ટર્બાઈનની રૃપરેખા અને સિદ્ધાંત રજૂ કરેલા.
સ્ટોડોલાનો જન્મ ઓસ્ટ્રિયાના લિપ્ટોવસ્કી ગામે ઈ.સ. ૧૮૫૯ના મે માસની ૧૦ તારીખે થયો હતો. તેના પિતા ચામડાના વેપારી હતા.
લિવોસ અને કોવાક ખાતે માધ્યમિક શિક્ષણ લીધા બાદ સ્ટોડોલાએ ૧૮૭૬ થી ૧૮૮૦ સુધીમાં બુડાપેસ્ટ ટેકનિકલ યુનિવર્સિટી, ઝુરિચ યુનિવર્સિટી અને સ્વીસ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો હતો.  તે મિકેનિકલ એન્જિનીયર બન્યો. હંગેરિયન સ્ટેટ રેલવેમાં એન્જિનિયર તરીકે કારકિર્દી શરૃ કર્યા બાદ તે ફરી ઉચ્ચ અભ્યાસ કરવા પેરિસની ચર્લોટબર્ગ યુનિવર્સિટીમાં જોડાયો હતો.
૧૮૯૨માં તેને મિકેનીકલ એન્જિનીયરીંગમાં પ્રોફેસર તરીકે નિમણૂંક મળી હતી. ૧૯૧૫માં તેણે યુદ્ધમાં હાથપગ ગુમાવેલા સૈનિકો માટે કૃત્રિમ હાથ અને પગ બનાવવાનું શરૃ કર્યું. ૧૯૦૩માં તેણે ગેસ ટર્બાઈનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો.
તેણે સ્ટીમ હિટરની શોધ પણ કરેલી સટોડોલાને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં ઘણા સન્માનો મળેલા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન તેના સારા મિત્ર હતા. સ્ટોડોલાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘણા દાન અને સેવા સંસ્થાઓ ઊભી કરેલી. ઇ.સ. ૧૯૪૨ના ડિસેમ્બરની ૨૫ તારીખે તેનું અવસાન થયું હતું.

ઉપરની તમામ માહિતી pdf file માં ડાઉનલોડ કરવા:-અહીં ક્લિક કરો.