નમસ્કાર...મિત્રો આપ સૌનું મારા આ શૈક્ષણિક બ્લોગમાં સ્વાગત છે,અહીંં વિવિધ સંદર્ભોમાંથી સંકલિત કરેલ તેમજ મારા દ્વારા બનાવેલ શૈક્ષણિક સામગ્રી મુકવાનો એક નમ્ર પ્રયાસ છે..આશા છે કે આપને અહીં વારંવાર આવવાનુ ગમશે.

આજની આકાશવાણી

वह चीज जो दूर दिखाई देती है, जो असंभव दिखाई देती है, जो हमारी पहुच से बहार दिखाई देती है, वह भी आसानी से हासिल हो सकती है यदि हम तप करते है. क्यों की तप से ऊपर कुछ नहीं. That thing which is distant, that thing which appears impossible, and that which is far beyond our reach, can be easily attained through tapasya (religious austerity), for nothing can surpass austerity.

Friday, January 01, 2016

આકાશમાં વેધશાળા ગોઠવનારો ભારત જગતનો પાંચમો દેશ

ભારતે એસ્ટ્રોસેટ ઉપગ્રહ લોન્ચ કર્યો એ સાથે  જ આકાશમાં વેધશાળા એટલે કે સ્પેસ ઓબ્ઝર્વેટરી  સ્થિત કરનારો ભારત જગતનો પાંચમો દેશ બની ગયો

હતો. એસ્ટ્રોસેટ સાથે ભારતે અમેરિકાના ચાર નેનો સેટેલાઈટ અને કેનેડા તથા ઈન્ડોનેશિયાના એક એક ઉપગ્રહ પણ લોન્ચ કર્યા હતાં. લોન્ચિંગ સફળતાપૂર્વક

કરવાનું કામ ભારતીય રોકેટ પીએસએલવીએ કર્યુ હતું. એસ્ટ્રોસેટ તેના નામ પ્રમાણે એસ્ટ્રોનોમીનો અભ્યાસ કરનારો સેટેલાઈટ છે.  દૂર આવેલા અવકાશી

પદાર્થો, બ્લેકહોલ, બ્રહ્માંડના ઊંડાણમાંથી આવતા કિરણો સહિતનો અભ્યાસ એસ્ટ્રોસેટમાં મૂકાયેલા પાંચ વૈજ્ઞાાનિક ઉપકરણો દ્વારા થશે અને ભારત વધુ

નજીકથી અવકાશની ગતિવિધિ જોઈ-જાણી શકશે. એસ્ટ્રોનોમિના ઓબ્ઝેર્વેશન માટે ઉપગ્રહ લોન્ચ કરવામાં ભારત પહેલા અમેરિકા, જાપાન, રશિયા અને

યુરોપિયન યુનિયનને જ સફળતા મળી છે એ રીતે ભારતની આ સિદ્ધિ ખૂબ મહત્ત્વની છે. કેમ કે એવી સફળતા મેળવાનારો આપણો દેશ માત્ર પાંચમો છે.

No comments: